ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પર EVM મશીન ડિસ્પેચ કરાયા, પોલીસની સઘન સુરક્ષા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat assembly election 2022 second phase) બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયાને આખરી આપવામાં આવી રહ્યો છે અને તમામ જગ્યા ઉપર EVM મશીનના(EVM machine dispatch)ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 1535 જેટલા પોલીસ કર્મચારીઓ, 1511 હોમગાર્ડ અને 32 હાફ સેક્શન તથા 8 ફૂલ સેક્શન ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના 5 બેઠક પર EVM મશીન ડિસ્પેચ કરાયા, પોલીસની સઘન સુરક્ષા
gujarat-assembly-election-2022-second-phase-voting-in-central-zone-all-preparation-done-by-election-commision

By

Published : Dec 4, 2022, 12:50 PM IST

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની (gujarat assembly election 2022 second phase) ચૂંટણી પાંચ ડિસેમ્બરના રોજ યોજાવવા જઈ રહી છે. એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયાને આખરી આપવામાં આવી રહ્યો છે અને તમામ જગ્યા ઉપર EVM મશીનના ડિસ્પેચની (EVM machine dispatch)કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની પાંચ(5 assembly seat of gandhinagar district) બેઠકોની વાત કરવામાં આવે તો સેક્ટર 15 ખાતે 5 જિલ્લાના ઇવીએમ મશીનની ફાળવણીની કામગીરી હાથ ધરાઈ હતી. ચૂંટણી સાથે જોડાયેલા 10,203 કર્મચારીઓને EVM મશીન સહિત ચૂંટણીની કામગીરી વિગતો સાથેની સ્ટેશનરી પણ પૂરી પાડવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના 5 બેઠક પર EVM મશીન ડિસ્પેચ કરાયા

પોલીસનો કડક બંદોબસ્ત:ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની (5 assembly seat of gandhinagar district) વાત કરવામાં આવે તો પોલીસના કટક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1535 જેટલા પોલીસ કર્મચારીઓ, 1511 હોમગાર્ડ અને 32 હાફ સેક્શન તથા 8 ફૂલ સેક્શન ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો (5 assembly seat of gandhinagar district) જેવી કે ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, દહેગામ અને કલોલમાં 13,25,604 નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાન મથકની વિગતો:ગાંધીનગર જિલ્લામાં વિઘાનસભા મત (5 assembly seat of gandhinagar district) વિભાગમાં શહેરી મત વિભાગમાં – 1 અને ગ્રામ્ય મતવિભાગમાં 4 મળી પાંચ વિઘાનસભા મત વિભાગનો (5 assembly seat of gandhinagar district) સમાવેશ થાય છે. આ તમામ મત વિભાગમાં કુલ મતદાન મથકો 1350 છે. જેમાં શહેરી વિસ્તારમાં આવેલા મતદાન મથક 421 અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મતદાન મથક 929 છે. 647 મતદાન મથક સ્થળ છે. જેમાં શહેરી વિસ્તારમાં 153 અને ગ્રામ્ય વિસ્તારમાં 494 મતદાન મથક સ્થળનો સમાવેશ થાય છે. જિલ્લામાં (5 assembly seat of gandhinagar district) સખી મતદાન મથક 35, આદર્શ મતદાન મથક 5, દિવ્યાંગ મતદાન મથક 5, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક 5 અને યુવા મતદાન મથક 1 બનાવવામાં આવ્યા છે.

મતદારોની સંખ્યા

5 બેઠકનો ચિતાર:ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો (5 assembly seat of gandhinagar district) પર કુલ પુરુષ મતદારોની સંખ્યા 6,79,212 છે. જ્યારે અને મહિલા મતદારોની સંખ્યા 6,46, 343 અને અન્ય 49 મળીને કુલ મતદારો 13,25,604 છે. ગાંધીનગર જિલ્લામાં પાંચ વિઘાનસભા મત (5 assembly seat of gandhinagar district) વિભાગમાં 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યા 27,599 અને 20 થી 29 વર્ષના મતદારોની સંખ્યા 2,66,668 છે.

કેટલા EVM તૈનાત થશે:ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં (gujarat assembly election 2022 second phase) પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની (5 assembly seat of gandhinagar district) જો વાત કરવામાં આવે તો પાંચ વિધાનસભા બેઠકોમાં 1,353 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદર 1773 બેલેટ યુનિટ સાથે 19,879નો ઉપયોગ લેવામાં આવશે. જો કે આ વખતે એક પણ બેઠક માટે બે બેલેટ યુનિટનો ઉપયોગ થશે નહીં. ગાંધીનગર જિલ્લામાં (5 assembly seat of gandhinagar district) વિવિધ મતદાન મથકો ઉપર તૈયાર કરવામાં આવેલા વિવિધ મશીન સહિત બેલેટ યુનિટમાં કોઈ ટેકનિકલી ખામી સર્જાય તો બેલેટ ઉપયોગમાં લઈ શકાય તે માટે 30 ટકા કરતાં વધુ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય 46 ટકા મશીન રિઝર્વમાં રાખવામાં આવ્યા છે

નિષ્ણાંત એન્જિનિયરોને પણ સ્ટેન્ડ બાય:આ ઉપરાંત ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે પણ VVPAT અને બેલેટ યુનિટના નિષ્ણાંત એન્જિનિયરોને પણ સ્ટેન્ડ બાય હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ જગ્યા ઉપર મશીનોની અંદર ટેકનિકલી એરર કે ખામી સર્જાય તો પ્રાથમિક દ્રષ્ટિએ ટેલિફોનિકના માધ્યમથી કંટ્રોલરૂમથી એન્જિનિયરો અધિકારીઓને સૂચનાઓ આપીને મશીનની કામગીરી પૂર્ણ શરૂ થાય તે માટેની જાણકારી આપશે.

ABOUT THE AUTHOR

...view details