પાટણ:ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. પાટણ જિલ્લામાં (patan district assembly seats)બીજા તબક્કામાં મતદાનને(gujarat assembly election 2022 second phase) લઈને ચારેય વિધાનસભામાં EVM-VVPat મશીનની ફાળવણી(Allotment of EVM-VVPat Machine) કરવામાં આવી છે. 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18- પાટણ અને 19-સિદ્ધપુર ખાતે રાખવામાં આવેલ EVM મશીનની ફાળવણી આજે કરવામાં આવી હતી. EVM મશીનની ફાળવણી દરમિયાન જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ(District Collector Suprit Singh Gulat) રીસીવીંગ અને ડિસ્પેચીંગ સ્થળની મુલાકાત લઈ મતદાન સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
16-રાધનપુર વિધાનસભા બેઠક:સોમવારે સવારે 8.00 વાગ્યાથી નાગરિકો મતદાન કરી શકે તે માટે EVM-VVPat તેમજ મતદાનને લગતી તમામ સામગ્રીઓ લઈને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓ બસો મારફતે રવાના થયા હતા. 16-રાધનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો રાધનપુરમાં 326 પોલીંગ સ્ટેશન પર કુલ 1900થી વધુનો સ્ટાફ મતદાન મથક પર ફરજ બજાવશે. જે માટે આજે અને રાધનપુરની મોડલ સ્કૂલ ખાતે વહેલી સવારથી જ મતદાન મથકો સાથે ચૂંટણી ફરજમાં જોડાયેલા કર્મચારીઓ પહોચ્યા હતા. જ્યા ચૂંટણી દરમિયાન તેમને બજાવવાની ફરજ મામલે તેઓને અવગત કરાયા હતા. ત્યારબાદ તેઓએ મતદાન મથક પર ઉપયોગી સામગ્રી લઈને મતદાન મથકોએ પ્રસ્થાન કર્યું હતુ.
17-ચાણસ્મા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં કુલ 318 પોલીંગ સ્ટેશન પર 2400-2500 જેટલો પોલીંગ સ્ટાફ કાર્યરત રહેશે. આજે ચાણસ્માની કેવી પટેલ આઈટીઆઈ, કોલેજ કેમ્પસ રૂપપુર ખાતે મતદાનના દિવસે મતદાન મથકો પર ઉપસ્થિત રહીને ફરજ બજાવનાર સ્ટાફ પહોંચ્યો હતો. આ કર્મચારીઓને તેઓને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી અવગત કરાયા હતા. ત્યારબાદ તમામ કર્મચારીઓ જે બૂથ પર તેઓને ફરજ સોંપવામાં આવી છે ત્યાં જવા માટે રવાના થયા હતા.