અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન છે. કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને(battle between 833 candidates on 93 seats) છે. ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 39 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે.
બપોરે 5 વાગ્યા સુધીમાં 58.86 ટકા મતદાન: બીજા તબક્કામાં 58.86 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનું મતદાન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું છે. અમદાવાદ 53.16 ટકા, આણંદ 59.04 ટકા, અરવલ્લી 60.18 ટકા, બનાસકાંઠા 65.65 ટકા, છોટા ઉદેપુર 62.04 ટકા, દાહોદ 55.80 ટકા, ગાંધીનગર 59.14 ટકા, ખેડા 62.65 ટકા, મહેસાણા 61.01 ટકા, મહીસાગર 54.26 ટકા, પંચમહાલ 62.03 ટકા, પાટણ 57.287 ટકા, સાબરકાંઠા 65.84 ટકા, વડોદરા 58.00 ટકા મતદાન નોંઘાયું છે.
બપોરે 4 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન:ગુજરાતમાં બપોરે 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 54 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 61 ટકા મતદાન, સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 48 ટકા મતદાન,બનાસકાંઠા જિલ્લામાં 59 ટકા મતદાન,પાટણ જિલ્લામાં 54 ટકા મતદાન, મહેસાણા જિલ્લામાં 55 ટકા મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 61 ટકા મતદાન, અરવલ્લી જિલ્લામાં 58 ટકા મતદાન, ગાંધીનગર જિલ્લામાં 56 ટકા મતદાન, અમદાવાદ જિલ્લામાં 48 ટકા મતદાન, આણંદ જિલ્લામાં 57 ટકા મતદાન, ખેડા જિલ્લામાં 57 ટકા મતદાન, મહિસાગર જિલ્લામાં 52 ટકા મતદાન, પંચમહાલ જિલ્લામાં 57 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં 50 ટકા મતદાન, વડોદરા જિલ્લામાં 53 ટકા મતદાન, છોટાઉદેપુર જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાઈ ચુક્યું છે.
બપોરે 3 વાગ્યાસુધીનું મતદાન:ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 50.51 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં 54.40 ટકા મતદાન, સૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 48.54 ટકા મતદાન,અમદાવાદ જિલ્લામાં 44.67 ટકા મતદાન, બનાસકાંઠા જિલ્લામાં 55.52 ટકા મતદાન, પાટણ જિલ્લામાં 50.97 ટકા મતદાન, મહેસાણા જિલ્લામાં 51.33 ટકા મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 57.23 ટકા મતદાન, અરવલ્લી જિલ્લામાં 46 ટકા મતદાન, ગાંધીનગર જિલ્લામાં 52.05 ટકા મતદાન,આણંદ જિલ્લામાં 53.75 ટકા મતદાન, ખેડા જિલ્લામાં 53.94 ટકા મતદાન, મહિસાગર જિલ્લામાં 48.54 ટકા મતદાન, પંચમહાલ જિલ્લામાં 45 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં 43 ટકા મતદાન, વડોદરા જિલ્લામાં 49.69 ટકા મતદાન, અરવલ્લીમાં 54.19 ટકા મતદાન નોંધાઈ ચુક્યું છે.
બપોરે 2 વાગ્યાસુધીનું મતદાન:ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 39 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં જિલ્લામાં 43% મતદાન, સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 34% મતદાન નોંધાયું છે. બનાસકાંઠામાં 43%, પાટણ જિલ્લામાં 39% , દાહોદ 39% મતદાન થયું હતું. ગાંધીનગરમાં 41%, ખેડામાં 41% ટકા, મહેસાણામાં 40% મતદાન નોંધાયું હતું. જ્યારે મહિસાગર 34% ટકા, પંચમહાલ 41%, સાબરકાંઠા 43% અને વડોદરા 39% મતદાન નોંધાઈ ચુક્યું છે.
બપોરે 1 વાગ્યાસુધીનું મતદાન:ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં જિલ્લામાં 33% મતદાન જ્યારે સૌથી ઓછું મહિસાગર, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં 27 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠામાં 30%, પાટણ જિલ્લામાં 28% , દાહોદ 28% મતદાન થયું હતું. ગાંધીનગરમાં 30%, ખેડામાં 29% ટકા, મહેસાણામાં 30% મતદાન નોંધાયું હતું. જ્યારે મહિસાગર 27% ટકા, પંચમહાલ 28%, સાબરકાંઠા 31% અને વડોદરા 27% મતદાન નોંધાઈ ચુક્યું છે.
પંચમહાલજિલ્લાની 5 બેઠકોમાં 37.09 ટકા મતદાન નોંધાયું છે. જેમાં શહેરામાં 39.40%, મોરવા હડફમાં 38.31%, ગોધરામાં 35.31%, કલોલ - 38.63%, હાલોલમાં 34.23% મતદાન નોંધાયું છે.
ખેડાજિલ્લામાં સરેરાશ 36.3 % ટકા મતદાન નોંધાયું છે. માતરમાં 36.69%, નડિયાદમાં 31.69%, મહેમદાવાદમાં 40.23%, મહુધામાં 36.62 % મતદાન નોંધાયું છે. જ્યારે ઠાસરામાં 35.84%, કપડવંજ 35.63 % મતદાન નોંધાયું છે.
સાબરકાંઠાજિલ્લામાં સરેરાશ 39.72 ટકા મતદાન નોંધાયું છે. હિંમતનગરમાં 39.74 ટકા, ઈડરમાં 40.78 ટકા, ખેડબ્રહ્મા 38.92 ટકા અને પ્રાંતિજમાં 39.39 ટકા મતદાન નોંધાયું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 37.36 ટકા, મોડાસામાં 37.48 ટકા, બાયડમાં 36.40 ટકા મતદાન નોંધાયું છે.