ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર મતદાન થયું પૂર્ણ,  સૌથી વધું સાબરકાંઠામાં મતદાન નોંધાયું - 2017 વિધાનસભા ચૂંટણી પરિણામ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન (Gujarat Assembly Election 2022 second phase) પૂર્ણ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના (North Gujarat Assembly Seats) 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન
gujarat-assembly-election-2022-second-phase-north-gujarat-voting

By

Published : Dec 5, 2022, 7:58 AM IST

Updated : Dec 5, 2022, 5:16 PM IST

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન (Gujarat Assembly Election 2022 second phase) પૂર્ણ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના (North Gujarat Assembly Seats) 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે સાબરકાંઠામાં 68 ટકા, બનાસકાંઠામાં 66 ટકા, પાટણમાં 61 ટકા, મહેસાણામાં 62 ટકા, અરવલ્લીમાં 65 ટકા, ગાંધીનગરમાં 63 ટકા નોંધાયું છે.

ગ્રામ્ય મતદારોમાં મતદાનને લઇ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો:બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાને હવે 25 મિનિટ જ બાકી છે ત્યારે શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય મતદારોમાં મતદાનને લઇ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં ઓછા મતદાનને લીધે ભાજપ નેતાઓ એક્શનમાં આવી ગયા છે. અંતિમ વળાએ નેતાઓ લોકોને વધુ મતદાન માટે અપીલ કરી રહ્યા છે.

ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મતદાતા પણ મહત્વની ભૂમિકા ભજવી:લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીમાં મતદાર રાજા હોય છે અને લોકશાહીમાં તમામને મતદાન કરવાનો અધિકાર છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મતદાતા પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આપણે જ્યારે મતદાન કેન્દ્ર પર પહોંચવા શુભ મુહૂર્તની રાહ જોતા ઘરે બેઠા હતા. ત્યારે અન્ય કેટેગરીમાં આવતા ટ્રાન્સજેન્ડર સમુદાયના મતદારો મત કેન્દ્ર પર મત આપી ચૂક્યા હતા અને સામાન્ય નાગરિકોને રાહ ચિંધી રહ્યા હતા.

સાબરકાંઠા : હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાનનો આક્ષેપ. મતદાન કર્યુ‌ ન હોવા છતાં યુવાનનું મતદાન થયાનું નિવેદન છે. સવગઢ વિસ્તારમાં રહેનાર યુવાન મતદાન કરવા ગયો તો તેનું મતદાન થઈ ગયુ હતુ. યુવાનના હાથ પર વિલોપ્ય શાહીનું પણ નિશાન નહી. બોગ્ગસ વોટીંગ થયુ હોવાની સંભાવના છે. ત્રણથી ચાર લોકોનું વોટીંગ થઈ ગયુ હોવાની ફરીયાદ કરાઇ છે. પ્રિસાઈડિંગ ઓફિસર જાણ કરાઈ છે.

બનાસકાંઠા : અરવલ્લી 54.19 ટકા, બનાસકાંઠા 55.52 ટકા, ગાંધીનગર 52.05 ટકા, મહેસાણા 51.33 ટકા, પાટણ 50.97 ટકા, સાબરકાંઠા 57.23 ટકા મતદાન નોંધાયું છે.

પાટણ : રાધનપુર 47.63 ટકા, ચાણસ્મા 50.42 ટકા, પાટણ 51.81 ટકા, સિધ્ધપુર 54.33 ટકા, પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી 50.97 નોંધાયું છે.

બનાસકાંઠા :અરવલ્લી 54.19 ટકા, બનાસકાંઠા 55.52 ટકા, ગાંધીનગર 52.05 ટકા, મહેસાણા 51.33 ટકા, પાટણ 50.97 ટકા, સાબરકાંઠા 57.23 ટકા, હિંમતનગર 56.70 ટકા, ઈડર 58.22 ટકા, ખેબ્રહ્મા 56.26 ટકા, પ્રાંતિજ 57. 78 ટકા સવારના 8 થી 3 વાગ્યા સુધીમાં ઈડરમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે

બનાસકાંઠા : બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લાના વાવના ઢીમાં ગામે સ્લો વોટિંગ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારથી લાઈનમાં ઉભેલા લોકોનો અત્યારે વારો આવ્યો છે. ખૂબ જ ધીમું મતદાન થતું હોવાથી લોકો પરેશાન છે.

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં 47 ટકા, પાટણ જિલ્લામાં 43 ટકા, મહેસાણા જિલ્લામાં 45 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 47ટકા, અરવલ્લી જિલ્લામાં 46 ટકા,ગાંધીનગર જિલ્લામાં 45 ટકા મતદાન નોંધાયું છે.

બનાસકાંઠ :ડીસામાં દર્દીએ એમ્બ્યુલન્સમાં આવી મતદાન કર્યું. છેલ્લા ઘણા સમયથી હોમ આઇશોલેશનમાં હતા. પિતાએ મતદાનની ઈચ્છા જણાવતા પરિવારે ડોકટર સાથે રાખી મતદાન કરાવ્યું. પરિવારે દર્દી ખત્રી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે વહીલચેર પર લાવી મતદાન કરાવ્યું હતું.

સાબરકાંઠા :સાબરકાંઠામાં લોકશાહીના પર્વની રંગે ચંગે ઉજવણી થઈ છે. વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. ઈડરના કનિક્ષ સોનીએ વોર્ડ નંબર 2 માં મતદાન કર્યું. મતદાન બાદ વરરાજા પરણવા ચાલ્યા હતા. લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો.

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં 43 ટકા, મહેસાણા જિલ્લામાં 40 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 43 ટકા, અરવલ્લી જિલ્લામાં 42 ટકા, ગાંધીનગર જિલ્લામાં 41 ટકા મતદાન નોંધાયું છે.

બહુચરાજી :બહુચરાજી તાલુકાના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામની પડતર માંગણી પુરી નહીં થતા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી બરીયફ ગામમાં મતદાન શરૂ પણ થયું નથી. પીવાના પાણી, બોર સહિત વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ગ્રામજનો મતદાનથી અળગા રહ્યા છે.

સાબરકાંઠા :હિંમતનગર 39.74 ટકા, ઈડર 40.78 ટકા, ખેબ્રહ્મા 38.92 ટકા, પ્રાંતિજ 39.39 ટકા નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન ઇડરમાં જિલ્લામાં નોંધાયું છે. સૌથી ઓછું મતદાન ખેડબ્રહ્મામાં નોંધાયું છે.

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં 30 ટકા, મહેસાણા જિલ્લામાં 30 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 31 ટકા,અરવલ્લી જિલ્લામાં 31 ટકા, ગાંધીનગર જિલ્લામાં 30 ટકા મતદાન નોંધાયું છે.

મહેસાણા : મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પડતર માંગણી પૂરી ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સવારથી બરીયફ ગામના લોકો મતદાનથી અળગા રહ્યા હતા.

બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લામાં 25 ટકા મતદાન, મહેસાણા જિલ્લામાં 25 ટકા મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 26 ટકા મતદાન, અરવલ્લી જિલ્લામાં 26 ટકા મતદાન, ગાંધીનગર જિલ્લામાં 25 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના ગામડાઓમાં મતદાનને લઈને જાગૃતિ નજરે પડી. અહીં 98 વર્ષની ઉંમરના વડીલ ચાલી ન શકતા હોવા છતાં 2 લોકોના ટેકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. 100 વર્ષીય હીરાબા વ્હિલ ચેરમાં મત આપવા માટે આવ્યા હતા.

ગાંધીનગર :સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 21 ટકા મતદાન, સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 17 ટકા મતદાન, બનાસકાંઠા જિલ્લામાં 20 ટકા મતદાન, મહેસાણા જિલ્લામાં 20 ટકા મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 19 ટકા મતદાન , અરવલ્લી જિલ્લામાં 20 ટકા મતદાન, સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 21 ટકા મતદાન નોંધાયું છે.

મહેસાણા :મહેસાણામાં પૂર્વ DyCM નીતિન પટેલે મતદાન કર્યા બાદ કહ્યું કે, મહેસાણાની તમામ બેઠક પર ભાજપની જીત થશે. અહીં કોંગ્રેસ અને AAPનું કોઈ અસ્તિત્વ નથી. રાજ્યમાં ભાજપની ભવ્ય જીત થશે અને સરકાર બનશે.

ગાંધીનગર :સૌથી વધુ મતદાન ગાંધીનગર ઉત્તર બેઠક પર 12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે કલોલમાં સૌથી ઓછું 5.24 ટકા મતદાન થયું છે. ગાંધીનગર દક્ષિણ બેઠકમાં 5.54 ટકા, દહેગામ 5.62 ટકા, માણસા 6.27 ટકા મતદાન નોંધાયું છે.

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા 9 વિધાનસભા બેઠક ના 9 વાગ્યા સુધી મતદાન ટકાવારી દાતા 4.7 ટકા, ડીસા 3.7 ટકા, દિયોદર 6.96 ટકા, ધાનેરા 5.1 ટકા, કાંકરેજ 6.4 ટકા, પાલનપુર 4.38 ટકા, થરાદ 7.14 ટકા, વડગામ 5.53 ટકા, વાવ 4.7 ટકા નોંધાયું છે.

સાબરકાંઠા :સાબરકાંઠામાં સવાર ના 8 થી 9 ના કલાકના આંકડા જાહેર થયા. છેલ્લા એક કલાકમાં હિંમતનગરમાં 5.65 ટકા, ખેડબ્રહ્મામાં 4.31 ટકા, ઈડર માં 5.35 ટકા, પ્રાંતિજ માં 5.85 ટકા મતદાન થયું છે.

સાબરકાંઠા :વનમાસી વિસ્તારમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકો પર જંગી મતદાનની સંભાવના છે. સવારથી જ વનવાસી વિસ્તારમાં લાંબી લાઈનો લાગી હતી. ખેડબ્રહ્મા બેઠક ઉપર ખરાખરીનો જંગ છે.

મોડાસા :મોડાસામાં EVM ખોટવાયું છે. થરાદમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અને વાવમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર પરિવાર સાથે મતદાન કરવા મોડાસાના ચારણવાડા ગામે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ ભીખુસિંહ પરમારે જંગી બહુમત સાથે વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપ નેતા શંકર ચૌધરીએ રાધનપુરના વડનગર ખાતે મતદાન કર્યું, શંકર ચૌધરી થરાદ બેઠકથી ભાજપના ઉમેદવાર છે.

સાબરકાંઠા :ઈડરમાં ભાજપનાં ઉમેદવાર રમણ વોરાએ કે.એમ.પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું. લોકશાહીનાં પર્વ નિમિતે લોકોને જંગી મતદાન કરવા અપીલ કરી. રમણલાલ વોરાએ જીત નિશ્ચિત ગણાવી હતી.

પાલનપુ : પાલનપુરમાં ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. સાથે જ તેઓએ સૌને મતદાન કરવાની અપીલ કરી હતી.

મહેસાણા :મહેસાણાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે મતદાન કર્યું છે. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ પણ વહેલી સવારથી મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યા.

ગાંધીનગર :બીજા તબક્કાના મતદાનની શરૂઆત થતાં મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer)પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારો સાથે વાત કરતા બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

પાટણ :પાટણમાં વહેલી સવારે વોટિંગ કરવા માટે મતદાર મથકો પર લોકોની લાઈન લાગી છે. કડકડતી ઠંડીમાં મતદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ વલ્લભનગર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું છે, જે બાદ તેઓએ લોકોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બીજા તબક્કાના મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે.

અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાનું મતદાન (Gujarat Assembly Election 2022 second phase) યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાન બાદ હવે દરેકની નજર બીજા તબક્કા પર છે. ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) છે. ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લાના વિસ્તારમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે સમગ્ર વિસ્તાર પાટીદાર,ઓબીસી તથા દલિત અને આદિવાસી વોટબેંક (dalit and tribal vote bank) ધરાવે છે.

2017 વિધાનસભા ચૂંટણી પરિણામ:2017 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં તત્કાલીન સમયે ચાલી રહેલા આંદોલનની અસર ચૂંટણી પર થવા પામી હતી. 2017 વિધાનસભા પહેલા ગુજરાતમાં થયેલા પાટીદાર અને દલિત આંદોલનની (effect of patidar and dalit movement)અસર જોવા મળી હતી. આમ તો દર વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ ભાજપની બેઠકો વધુ આવતી હોય છે પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વધુ બેઠકો સાથે જીતીને આવી હતી. ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠકોમાંથી કોંગ્રેસ 18 બેઠકો કબ્જે કરવા સફળ રહી હતી જયારે ભાજપ 14 બેઠકો પર વિજેતા થયું હતું.

વિધાનસભા બેઠકો પર મતદાર સંખ્યા:ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી યાદી પ્રમાણે ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) પર કુલ મતદારોની સંખ્યા 86,53000 છે. જેમાં 44,58000 પુરુષ મતદારો છે અને 41,93000 મહિલા મતદારો છે.ઉત્તર ગુજરાતમાં બે સમાજનો રોલ ખૂબ મોટો હોય છે એક પાટીદાર અને બીજો ઓબીસી સમાજ. તેમાં ચૂંટણી ગણિત જોઈએ તો પાટીદાર સમાજમાં પણ બે ભાગ છે ઉજળીયાત પાટીદાર અને આંજણા ચૌધરી. આ આંજણા ચૌધરી સમાજ બક્ષીપંચમાં આવે છે. વર્ષોથી પાટીદાર સમાજનો 80 ટકા વર્ગ ભાજપ સાથે છે અને 20 ટકા કોંગ્રેસ સાથે છે. એવી જ રીતે ઠાકોર સમાજ ઓબીસીમાં આવે અને તેમનો સમાજ 80 ટકા કોંગ્રેસ સાથે અને 20 ટકા ભાજપ સાથે છે.

Last Updated : Dec 5, 2022, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details