ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

Gujarat assembly election 2022: ઉત્તર ગુજરાતમાં મતદાન; અનેક દિગ્ગજો મેદાને

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન(Gujarat assembly election 2022 second phase) યોજાઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં (north gujaart assembly seats) ગત ચૂંટણી વખતે ભાજપને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ આ વખતે મેદાને છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં રાજનીતિક માહોલ ખુબ ગરમાઈ ચુક્યો છે. વડગામથી જીગ્નેશ મેવાણી સામે ઓવૈસીની પાર્ટીએ ઉમેદવાર ઉભા કરી દેતા મામલો રસપ્રદ બન્યો છે તો બીજી તરફ વિસનગરથી ભાજપના પ્રધાનની સાખ દાવ પર લાગી છે

Gujarat assembly election 2022
gujarat-assembly-election-2022-second-phase-north-gujarat-voting-vip-candidate

By

Published : Dec 5, 2022, 7:38 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat assembly election 2022 second phae) ઉત્તર ગુજરાતની બેઠકોનું(north gujaart assembly seats) ખુબ મોટું મહત્વ રહ્યું છે. ગત ચૂંટણીમાં ગુજરાતમાં થયેલા આંદોલનની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી. સ્થાનિક મુદ્દાની વાત કરીએ તો રોજગાર અને શિક્ષણ મુખ્ય મુદ્દો છે. જનતાની સૌથી મોટી માગણી છે કે એક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે. ગામડામાં પાણીની સમસ્યા મોટી છે. જેના કારણે સ્થાનિક લોકોએ સરકાર પાસે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે.

બનાસકાંઠાના વડગામ મતક્ષેત્રના (North Gujarat VIP candidate)અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) 2017માં કેટલાક કારણોસર કોંગ્રેસમાં જોડાઈ શક્યા ન હતા, પરંતુ તેમણે નિર્ધાર કર્યો છે કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેઓ કોંગ્રેસમાંથી જ લડશે. જો કે આ સીટ ઉપર પણ કોંગ્રેસને સત્તા મળવાની શક્યતા વચ્ચે ઓવૈસીની પાર્ટીએ હિન્દુ ઉમેદવાર કલ્પેશ સુંઢીયાને મેદાને ઉતાર્યા છે. તો શુું આ ઉમેદવાર કોંગ્રેસને ખોટ પહોચાડી શકે? અને જિગ્નેશ મેવાણી સામે શું કાઠુ કાઢી શકશે, આવા પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

વડગામમાં રસપ્રદ જંગ

વિસનગરમાં જંગ:મહેસાણામાં આ વખતે સૌથી વધુ નજર રહેશે વિસનગર બેઠક પર. કારણ કે આ બેઠક (Visnagar Assembly Constituency) પરથી ભાજપે ઋષિકેશ પટેલને (Mehsana Rishikesh Patel BJP Candidate) ફરી એક વખત મેદાને ઉતાર્યા છે. તો કૉંગ્રેસે પૂર્વ પ્રધાન કિરીટ પટેલ (North Gujarat VIP candidate)અને આમ આદમી પાર્ટીએ એડવોકેટ જયંતિ પટેલને ટિકીટ આપી છે. એટલે અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નક્કી છે. આ બેઠક પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું હતું. ભારે વિરોધ વચ્ચે પણ ભાજપના પાટીદાર ઉમેદવાર તરીકે ઘણા સમાજની પસંદગી બનતા ઋષિકેશ પટેલે જીત મેળવી સતત 3 ટર્મ સરકારમાં રહ્યા હતા. જોકે, આ વખતે તેમની પાર્ટીએ તેમને રિપીટ કરતા પોતાની જ પાર્ટીના આંતરિક વિવાદોનો પડકાર તેમની સામે છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં કૉંગ્રેસમાંથી પૂર્વ પ્રધાન રહેલા કિરીટ પટેલ સ્થાનિક બેઠક પર(North Gujarat VIP candidate) વસવાટ ન કરતા હોવાથી તેમની સાથે અન્ય ઉમેદવારોએ પણ ભાજપના ગઢમાં ગાબડું પાડવા જનતાનો વિશ્વાસ જીતવો એ મોટો પડકાર છે. આ બેઠકની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ જોતા અહી ભાજપના ઉમેદવારનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે.

વિસનગરમાં ભાજપના પ્રધાનની સાખ દાવ પર

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક (tharad assembly seat)પર આ વર્ષે ચૂંટણી રસપ્રદ બનવાની છે. કારણ કે ભાજપે દિગ્ગજ સહકારી આગેવાન શંકર ચૌધરીને(North Gujarat VIP candidate) મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ઉભા રાખવા માટે મજબૂત ઉમેદવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શોધી રહ્યા છે. થરાદ બેઠક વર્ષ 2088-09માં થયેલા નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. જે બાદ અહીં 3 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી બે વાર ભાજપ તો એક વાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીત્યું છે. વર્ષ 2012 અને વર્ષ 2017માં અહીંથી ભાજપના પરબતભાઈ પટેલ (North Gujarat VIP candidate)જીત્યા હતા. બાદમાં પરબતભાઈ પટેલ સાંસદ બનતા અહીં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ હતી. એટલે કે અહીં બે વાર ભાજપ અને એકવાર કોંગ્રેસ જીત્યું છે.

બાયડમાં જંગ જામશે

બાયડ વિધાનસભા બેઠક (bayad assembly seat)પરથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી ધવલસિંહ ઝાલાએ (North Gujarat VIP candidate)જીત મેળવી હતી. પરંતુ થોડા સમય પછી તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જેના કારણે બાયડ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે પેટાચૂંટણીમાં જનતાએ તેમને આશીર્વાદ આપ્યા ન હતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસના જશુભાઈ પટેલનો(North Gujarat VIP candidate) વિજય થયો હતો. જ્યારે ભાજપની ટિકીટ પરથી ધવલસિંહ ઝાલાનો પરાજય થયો હતો. આ વખતે ભાજપે ધવલ ઝાલાને (North Gujarat VIP candidate)કાપીને પોતાના કાર્યકર ભીખીબેન પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે

બાયડમાં જંગ જામશે

ABOUT THE AUTHOR

...view details