ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે: હાર્દિક પટેલ - hardik patel claimed of winning viramgam

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં (Gujarat assembly election 2022 second phase) વિરમગામથી હાર્દિક પટેલ મેદાને છે. મતદાન પહેલા જ તેઓએ જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ ભાજપ વિરમગામથી જીતવા જઈ (Hardik Patel expressed confidence of victory)રહી છે. સાથે તેમના ધર્મપત્ની કિંજલ પટેલે પણ જીતના વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે: હાર્દિક પટેલ
gujarat-assembly-election-2022-second-phase-hardik-patel-claimed-of-winning-viramgam-assembly-seat

By

Published : Dec 5, 2022, 12:00 PM IST

વિરમગામ:ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન(Gujarat assembly election 2022 second phase) યોજાઈ રહ્યું છે ત્યારે વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો(Hardik Patel expressed confidence of victory) છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ સાથે કહ્યું હતું કે, લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન(apeal people for maximum voting) કરે. આ સાથે હાર્દિકની પત્ની કિંજલ પટેલે પણ હાર્દિકની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલનું મોટું નિવેદન: મતદાન પહેલા હાર્દિક પટેલ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યો હતો, હાર્દિક પટેલને ભાજપે વિરમગામથી(viramgam assembly seat) ટિકિટ આપ્યા બાદ મતદાનના દિવસે હાર્દિકે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે, 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે. ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ તરફ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન પણ થશે તેવું ઉમેર્યું હતું.

કિંજલ પટેલ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો: બીજી તરફ હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, વિરમગામમાં(viramgam assembly seat) કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા છે. 8 ડિસેમ્બરે હાર્દિક પટેલની જીત નક્કી છે. આ સાથે તેમણે લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

હાર્દિક સામે પોસ્ટર વોર: મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં(poster war against hardik patel by patidar anamat andolan samiti) આવ્યા છે. 'શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં', 'ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં' , 'જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય', 'જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?'જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details