વડોદરા:ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજજ તબક્કાનું મતદાન (gujarat assembly election 2022 second phase)સોમવારે યોજાશે ત્યારે શહેર અને જિલ્લાના અન્ય તંત્રોની જેમ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને સફળ બનાવવામાં આરોગ્ય તંત્રો ખૂબ ચાવીરૂપ યોગદાન(More than 2 thousand health workers will provide services) આપે છે. ખાસ કરીને મતદાનના દિવસે હજારોની સંખ્યામાં ઊભા કરવામાં આવતા મતદાન મથકો અને અગાઉના દિવસે મતદાન સામગ્રીના વિતરણ સમયે પણ જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય ટીમો ખૂબ ખંતપૂર્વક સ્વાસ્થ્ય રક્ષા સેવાઓ(The district and municipal health systems are in alert) આપે છે.
2 હજાર આરોગ્ય કર્મીઓ આપશે સેવા:આ ચૂંટણી વખતે એવું બન્યું છે કે માત્ર ગણતરીના દિવસ અગાઉ પાદરામાં અને ગઈકાલે ભાયલી નજીક રાઈપુરામાં દૂષિત ખોરાકથી મોટી સંખ્યામાં આરોગ્ય કથળવાની બનેલી ઘટનાઓ વચ્ચે આરોગ્ય તંત્ર ચૂંટણીની ફરજો પણ અદા કરી રહ્યું છે. મતદાનના દિવસે શહેર અને જિલ્લા આરોગ્ય તંત્રના તબીબો સહિત 2 હજારથી વધુ આરોગ્ય કર્મયોગી સેવાઓ આપશે(More than 2 thousand health workers will provide services) એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે આરોગ્યની ટીમો આજથી જ ચૂંટણી ફરજોમાં જોડાઈ ગઈ છે.