અમદાવાદ ગુજરાત વિધાનસભાની (Gujarat assembly election 2022) બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 833 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તે તમામ ઉમેદવારોના સોંગદનામાનો અભ્યાસ કર્યા પછી નીચે મુજબના તારણો ( ADR Survey of Candidates Assets ) નીકળ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા કરતાં 2022માં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કરોડોપતિ ઉમેદવારોની સંખ્યા ( Second Phase Candidate Affidavit Analysis ) વધી છે.
બીજા તબક્કામાં કરોડપતિ ઉમેદવારો બીજા તબક્કાના કુલ 833 ઉમેદવારોમાંથી 245(29 ટકા) કરોડોપતિઓ છે. 2017માં બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 822 ઉમેદવારોમાંથી 199(24 ટકા) કરોડોપતિઓ હતાં.
પક્ષવાર કરોડપતિ ઉમેદવારો વધુ પક્ષપ્રમાણે કરોડપતિઓની સંખ્યા ( Second Phase Candidate Affidavit Analysis ) પર નજર કરીએ તો મોટાભાગના રાજકીય પક્ષો વધુ નાણાં ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપે છે. ભાજપના કુલ 93 ઉમેદવારોમાંથી 75(81 ટકા) કરોડપતિ ( Party wise millionaire candidates ) છે. કોંગ્રેસના 90 ઉમેદવારોમાંથી 77(86 ટકા) કરોડપતિ છે. અને આમ આદમી પાર્ટીના 93 ઉમેદવારોમાંથી 35(38 ટકા) ઉમેદવાર કરોડ ઉપરની સંપત્તિ( ADR Survey of Candidates Assets ) ધરાવે છે.
સરેરાશ મિલકતમાં જંગી વધારો બીજા તબક્કાની ચૂંટણી લડતાં ઉમેદવારોની સરેરાશ મિલકત 4.25 કરોડ છે. જે 2017માં 2.39 કરોડ હતી. પક્ષપ્રમાણે સરેરાશ મિલકત ( ADR Survey of Candidates Assets ) જોઈએ તો ભાજપના કુલ 93 ઉમેદવારોની સરેરાશ મિલકત 19.58 કરોડ થાય છે. કોંગ્રેસના 90 ઉમેદવારોની સરેરાશ મિલકત 7.61 કરોડ થવા જાય છે. આમ આદમી પાર્ટીના 93 ઉમેદવારોની સરેરાશ મિલકત 5.28 કરોડ છે. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના 12 ઉમેદવારોની સરેરાશ મિલકત 19.69 લાખ છે.
ભાજપમાં વધુ ધનવાન ઉમેદવાર બીજા તબક્કામાં સૌથી વધુ મિલકત ધરાવતા ઉમેદવારબીજા તબક્કાની ચૂંટણી ( Second Phase Candidate Affidavit Analysis ) લડતાં ઉમેદવારોમાં ( candidate with highest property in second phase ) પક્ષવાર નામ અને વિધાનસભા બેઠક પર કરોડોની કુલ મિલકત ધરાવનારા ટોપ થ્રી ઉમેદવારો જોઇએ તો જયંતિભાઈ જ્યંતિભાઈ પટેલ માણસા વિધાનસભા બેઠકના છે.તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમની સંપત્તિ રુપિયા 661.28 કરોડ સાથે પહેલા નંબરે ( ADR Survey of Candidates Assets ) આવે છે. જ્યારે બીજા નંબરે પણ ભાજપના ઉમેદવાર છે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા બળવંતસિંહ રાજપૂત છે અને તેઓ સિદ્ધપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે તેમની સંપત્તિ 372.65 કરોડની છે. તો ત્રીજા નંબરે નવા સવા આવેલા આપના ડભોઇ બેઠકના ઉમેદવાર અજિતસિંહ ઠાકોર છે જેમની 343.08 કરોડની મિલકતો છે.
બીજા તબક્કામાં સૌથી ઓછી મિલકતવાળા ઉમેદવાર બીજા તબક્કાની ચૂંટણી લડતાં ઉમેદવારોમાં પક્ષવાર નામ અને વિધાનસભા બેઠકદીઠ ટોપ થ્રી સૌથી ઓછી મિલકતવાળા ઉમેદવાર ( ADR Survey of Candidates Assets ) પણ જોઇએ. જેમાં બીએસપીના સાબરમતી બેઠકથી લડી રહેલા દીપકભાઈ સોલંકી સૌથી ઓછી મિલકત, 6,000 રુપિયા હોવાનું ( candidate with least property in second phase ) જણાવાયું છે. તો બીજા નંબરે વડોદરા શહેર બેઠકના સમાજવાદી રક્ષક પાર્ટીના નીલેશ જે વસઇકર છે જેમની પાસે 6,200ની મિલકત બતાવાઇ છે. ત્રીજા નંબર પર બાપુનગરથી અપક્ષ લડી રહેલા મંજુલાબહેન આર. પરમાર જેમની પાસે .7,533ની મિલકત દર્શાવાઇ છે.
બીજા તબક્કામાં ઝીરો મિલકતવાળા ઉમેદવારઆ યાદીમાંપટણી મહેન્દ્રભાઈ સોમાભાઈ ગાંધીનગર ઉત્તર અપક્ષ ( candidate with zero assets in second phase ) રૂ.000, પટેલ સંજયકુમાર કે. નરોડા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી રૂ.000, સતીષ હીરાલાલ સોની અમરાઈવાડી આપની જનતા પાર્ટી રૂ.000, કસ્તૂરભાઈ આર. પરમાર દાણીલીમડા પ્રજા વિજય પક્ષ રૂ.000, અને જીવણભાઈ આર. પરમાર સાબરમતી ડેમો. ભારતીય સમાજ પાર્ટી રૂ.000ની મિલકત ધરાવતાં હોવાનું સોગંદનામામાં ( ADR Survey of Candidates Assets ) જણાવાયું છે.
કુલ 431 ઉમેદવારોએ સોંગદનામામાં દેવાંની વિગતો દર્શાવી છે બીજા તબક્કામાં સૌથી વધુ દેવું ધરાવતાં ઉમેદવારઆપણે ઉમેદવારોની મિલકત પર નજર કરી, પણ હવે આપણે તેમના દેવાંના આંકડા ( Second Phase Candidate Affidavit Analysis ) જોઈએ. 431 (52 ટકા) ઉમેદવારોએ તેમના સોંગદનામામાં તેમના પર જવાબદારીઓની, દેવાંની વિગતો દર્શાવી છે. તેમાંથી સૌથી વધુ જવાબદારી હોય તેવા ત્રણ ઉમેદવારોના નામ જોઈએ. પહેલા નંબર માણસાના ભાજપ ઉમેદવાર જ્યંતિભાઈ પટેલનું 233.85 કરોડ દેવું છે. બીજા નંબર પણ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું 27.09 કરોડ દેવું છે. ત્રીજા નંબરે વિજાપુરથી ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલનું 20.41 કરોડ દેવું ધરાવે છે.
વાર્ષિક રીટર્નમાં સૌથી વધુ આવક દર્શાવનાર ઉમેદવાર વાર્ષિક આવકવેરાના રીટર્નમાં સૌથી વધુ આવક દર્શાવનાર ઉમેદવારો ( ADR Survey of Candidates Assets ) જોઈએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના બળવંતસિંહ રાજપૂત ( Candidate showing highest income in annual return ) તેમના વાર્ષિક રીટર્નમાં કુલ 4 કરોડની આવક ( Second Phase Candidate Affidavit Analysis ) દર્શાવી છે. તેવી જ રીતે અમદાવાદના દસ્ક્રોઈ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુભાઈ જમનાભાઈ પટેલ તેમના વાર્ષિક રીટર્નમાં કુલ 3 કરોડની આવક દર્શાવી છે. તેમજ મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેતા ભાજપના ઉમેદવાર પટેલ કિરીટકુમાર કેશવલાલે તેમના વાર્ષિક રીટર્નમાં કુલ રૂપિયા 2 કરોડની આવક દર્શાવી છે. તો જેમણે પાન કાર્ડ નંબર જાહેર નથી કર્યા એવા કુલ 833 ઉમેદવારોમાંથી 37(4 ટકા ) ઉમેદવારોએ પાન કાર્ડ નંબર જાહેર નથી કર્યાં.
પૈસાના જોરે ચૂંટણી લડાય છેઃ પંક્તિ જોગએડીઆરના સ્ટેટ કોર્ડિનેટર પંક્તિ જોગે ETV Bharat ને જણાવ્યું હતું કે ચૂંટણીમાં ( ADR Survey of Candidates Assets ) વધુ પૈસાવાળાને ટિકિટ ( Second Phase Candidate Affidavit Analysis ) આપવાનું રાજકીય પક્ષોએ યથાવત રાખ્યું છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતે (Gujarat assembly election 2022) સૌથી વધારે કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પૈસાના જોરે ચૂંટણી લડીને જીતનારા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.