અમદાવાદ: ગ્રામ્ય સાણંદ-બાવળા વિધાનસભા બેઠક (Sanand Bavla Seat Big Fight ) જેમાં 2012માં વિધાનસભામાંથી અલગ કરી સાણંદ- બાવળા વિધાનસભા એક કરવામાં આવી હતી. જેમાં એક વાર ભાજપ અને એક વાર કોંગ્રેસે વિજયનો સ્વાદ ચાખ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જેથી સાણંદ બાવળા વિધાનસભા ઉપર જંગ જામશે, જેમાં ભાજપ દ્વારા પોતાના વિજેતા ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને નવા ઉમેદવાર જાહેર કર્યા છે. (Gujarat Assembly Election 2022)
સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારઃસાણંદ બાવળા વિધાનસભા બેઠક પર 2017માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા કરમશીભાઈના પુત્ર કનુ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જે વર્તમાન ધારાસભ્ય કોળી પટેલ સમાજમાં અગ્રણી તેમજ એક બિઝનેસમેન છે. તે સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, આ ઉપરાંત કોળી સમાજના અનેક સંમેલનમાં પણ મહત્વનો ભાગ આપતા જોવા મળી આવે છે.
સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવારઃકોંગ્રેસ દ્વારા આ વખતે રમેશ કોળીને ટિકિટ આપવામાં આવી છે, જે કોંગ્રેસમાં ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા અને તાલુકા જિલ્લા કોંગ્રેસની અંદર પણ લાંબા સમયથી સતત સતત સક્રિય છે. સાણંદ તાલુકા કોંગ્રેસમાં પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. સાથે ખેતી બેન્કની અંદર વાઇસ ચેરમેન, અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસમાં સેક્રેટરી, સાણંદ તાલુકા ખેડૂત યુનિયનની અંદર પણ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે
સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારઃઆમ આદમી પાર્ટી દ્વારા આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સાણંદ-બાવળા વિધાનસભ બેઠક પર કુલદીપ સિંહ વાઘેલાને ટકીટ આપવામાં આવી છે. જે વ્યવસાયે બિલ્ડર છે. સાથે સામાજિક કાર્યકર્તા પણ છે.