ગાંધીનગર: ગુજરાતી વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો (Gujarat assembly election 2022 result)પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા એક ડિસેમ્બર અને બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા 5 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ છે ત્યારે 8 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં મતગણતરી સવારે 8:00 કલાકે શરૂ થશે. ગાંધીનગર જિલ્લાની (5 assembly seats of gandhinagar district)વાત કરવામાં આવે તો ગાંધીનગરથી પાંચ વિધાનસભા બેઠકની (5 assembly seats of gandhinagar district)એક જ જગ્યા ઉપર મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગાંધીનગરની સેક્ટર-15 ખાતે આવેલ સરકારી કોલેજમાં આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મત ગણતરીની તૈયારીઓને આખરી ઓપ, 14 રાઉન્ડ યોજાશે:ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની(Gujarat assembly election 2022 result) મતગણતરીમાં પ્રતિ વિધાનસભા બેઠકમાં (5 assembly seats of gandhinagar district) 14 રાઉન્ડની મતગણતરી યોજવામાં આવશે. જ્યારે મતગણતરી તમામ ઉમેદવારો, ચૂંટણી એજન્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સૌથી પહેલા બેલેટ પેપરની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ અલગ અલગ કુલ 14 રાઉન્ડ સાથેની સંપૂર્ણ મત ગણતરી હાથ ધરવામાં આવશે.
2017 વિધાનસભા ચૂંટણી પરિણામ ગાંધીનગર જિલ્લામાં 66.89 ટકા મતદાન: ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા બેઠક(5 assembly seats of gandhinagar district) જેમાં દેગામ ગાંધીનગર દક્ષિણ ગાંધીનગર ઉત્તર માણસા અને કલોલ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ પાંચ વિધાનસભા બેઠકમાં (5 assembly seats of gandhinagar district)કુલ 13,26,838 મતદારો નોંધાયા છે જેમાંથી 8,87,588 મતદારોએ મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને કુલ 66.89 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ મતદાન માણસા વિધાનસભા બેઠકમાં 71.24% સરેરાશ મતદાન નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીનગર ઉત્તરમાં 60.73 ટકા મતદાન નોંધાયું છે.
50 ઉમેદવારો મેદાને:ગાંધીનગર જિલ્લામાં પાંચ બેઠકમાં (5 assembly seats of gandhinagar district)કુલ 50 જેટલા ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થયા છે. 8 ડિસેમ્બરના રોજ સવારે આઠ કલાકે એવી મશીન ખુલશે અને 50 ઉમેદવારોના ભાવિ પણ ખુલશે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો પાંચ વિધાનસભા બેઠકોમાં 1,353 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. જેની અંદર 1773 બેલેટ યુનિટ સાથે 1,987 9 નો ઉપયોગ લેવામાં આવ્યો હતો. જો કે આ વખતે એક પણ બેઠક માટે બે બેલેટ યુનિટ નો ઉપયોગ થયો ન હતો.