આણંદ: આણંદ જિલ્લામાં સાત વિધાનસભા બેઠક પર ભાજપના ફાળે 5 બેઠક(bjp won anand district 5 assembly seat) આવી છે જ્યારે કોંગ્રેસ ન પાતળી સરસાઇથી 2 બેઠક પર જીત(congress won 2 seats) મળી છે. સમાન્ય રીતે કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં અભૂતપૂર્વ પરિણામ મેળવી સાતમાંથી 5 બેઠક પર ભાજપની જંગી બહુમતથી જીત મેળવી છે. મહત્વનું છે કે આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભા બેઠક પર આઝાદી પછી પ્રથમ વખત ભાજપનું કમળ ખીલ્યું છે જ્યારે સોજિત્રા અને પેટલાદના ફાળે પણ બહુમત સાથે ભાજપની જીત મેળવીને કમળ ગાંઘીનગર પહોચ્યું (bjp won anand district 5 assembly seat)છે.જેને જિલ્લામાં ઇતિહાસ (bjp won anand district 5 assembly seat)સર્જ્યો છે.
ખંભાતમાં ભાજપનો વિજય:આ બેઠક પર ભાજપ તરફથી ગત ચૂંટણીમાં જીતેલા મહેશ રાવલને રિપિટ કરવામાં આવ્યાં હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ ભરત ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર 2,33,420 મતદારો હતા. તેમાંથી 1,57,808 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી બેઠક પર કુલ 67.61 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના સંજય પટેલે કોંગ્રેસના સંદીપ ચુડાસમાને હરાવ્યાં (bjp won anand district 5 assembly seat)હતા.
બોરસદ બેઠક પર ભગવો:બોરસદ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ આ વખતે કોગ્રેસે બેઠક ગુમાવી છે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારને 80,607 મત મળ્યાં હતાં. તેની સામે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને 91,772 મત મળતાં ભાજપનો 11,165 મતે વિજય થયો છે. જ્યારે આપના ઉમેદવાર મનીષ રમણભાઈ પેટલને માત્ર 2003 મત મળ્યાં છે. જ્યારે નોટામાં પણ 2093 મત(bjp won anand district 5 assembly seat) પડ્યાં છે.
આંકલાવ વિધાનસભાથી કોંગ્રેસ જીત્યું:આંકલાવ વિધાનસભા બેઠક કોંગ્રેસે જાળવી(congress won 2 seats) રાખી છે. આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનો વિજય થયો છે. કોંગ્રેસના અમિત ચાવડાને 81,512 મત મળ્યાં છે. જ્યારે તેમના હરિફ ભાજપના ગુલાબસિંહ રતનસિંહ પઢિયારને 78,783 મત મળતાં અમિત ચાવડાનો 2729 મતે વિજય (congress won 2 seats)થયો છે. આ પરિણામમાં આપના ગજેન્દ્રસિંહ રાજને 1603 અને નોટાને 2692 મત મળ્યાં છે.