અમદાવાદઃગુજરાત વિધાનસભાનું પરિણામ (gujarat assembly election 2022 result) આવતીકાલે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક, કોંગ્રેસને 17, બેઠક અને આમ આદમી પાર્ટીને પાંચ બેઠક મળી (aam aadmi party lost election) છે. ભારતીય જનતા પાર્ટીએ 37 વર્ષ બાદ સૌથી વધુ બેઠક પર વિજય બનવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારે બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022 result) પ્રથમ વખત લડી રહેલી પાર્ટી માત્ર 5 બેઠક સુધી સીમિત રહી (aam aadmi party lost election) હતી. પરંતુ આમ આદમી પાર્ટી હારવાના મુખ્ય કારણો કયા છે તે આવો જાણીએ.
સ્ટાર નેતાઓનો અભાવ:આમ આદમી પાર્ટી ગુજરાતમાં (aam aadmi party lost election) પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022 result)લડી રહી હતી. આમ આદમી પાર્ટીની (aam aadmi party lost election) અંદર જે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના નેતાઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હતા. તેમનામાં રાજકારણનો અનુભવ ઓછો જોવા મળી આવ્યો હતો. સાથે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સિવાય કોઈ મોટું નામ ધરાવતું વ્યક્તિ જોવા મળ્યું નથી. રાજકારણમાં ખૂબ મોટું નામ હોય તેવા કોઈ મોટા નેતાનો અભાવ જોવા મળી આવ્યો હતો. કોંગ્રેસમાંથી આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ જે રાજકારણ મોટું નામ ધરાવતા હતા. પરંતુ ચૂંટણીના અંતિમ દિવસોમાં તે પણ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ભાર:આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો પ્રચારમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વધારે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર રાજકોટ જેવા અમુક શહેરોની અંદર જ સુધી પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ભાર તેમને સુરત ઉપર આપ્યો હતો. સુરતની તમામ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો પ્રભાવ ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી આવ્યો છે જેના કારણે પાંચ બેઠક સુધી જ સીમિત (aam aadmi party lost election)રહી છે.