કચ્છ:કચ્છમાં 1લી ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી વોટિંગ (gujarat assembly election 2022 result) કામગીરીમાં શરૂઆતમાં ટકાવારી ઊંચી રહી હતી, પરંતુ ત્યાર બાદ સુસ્તી અને નિરાશાજનક મતદાન થતાં મતદાનમાં જેટલો ઘટાડો થયો હતો. ઓછી ટકાવારીએ રાજકીય પક્ષોને વિચારતા કરી દીધા છે અને 8મીએ આવનારા પરિણામ પર સૌ કોઈની નજર છે. મતદાતાઓમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોએ ક્યાંય આળસ કર્યા વગર મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું તો ચુંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ આંકડાકીય માહિતી મુજબ 16,35,879 મતદારો પૈકી કચ્છના 979148 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ કર્યું હતું.
માંડવીમાં 65.38 ટકા મતદાન:સરહદી જિલ્લા કચ્છની છ બેઠકની વાત કરીએ તો સૌથી વધુ મતદાન માંડવી બેઠક(Mandvi assembly seat result)પર થયું હતું. જે 65.38 ટકા છે. 35 ટકા મતદારોએ મતદાન ટાળ્યું હતું. માંડવીમાં (Mandvi assembly seat result)ભાજપના અનિરુદ્ધ દવે સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા તથા આપના કૈલાસદાન ગઢવી સહિત આઠ મુરતિયા મેદાનમાં છે.તો માંડવી બેઠક પર 2,57,422 મતદારોમાંથી 1,67,807 મતદારોએ મતદાન કર્યું હતું.
2017 માંડવી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામઃવર્ષ 2017માં માંડવી વિધાનસભા બેઠક(Mandvi assembly seat result) માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં માંડવી (Mandvi assembly seat result)મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,24,902 મતદારો પૈકી કુલ 1,60,132 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 72 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,60,060 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ઉપરાંત 1685 મત NOTAને મળ્યા હતા અને 1016 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા.માંડવી વિધાનસભા બેઠક (Mandvi assembly seat result)માટે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને 79,469 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા. 2017માં માંડવીની વિધાનસભા બેઠક (Mandvi assembly seat result)માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ 79,469 મત મેળવી વિજેતા બન્યા હતા.વીરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતના તફાવતથી વિજેતા બન્યા હતાં.
માંડવીનું જાતિ સમીકરણ:કચ્છની માંડવી વિધાનસભા બેઠકમાં (Mandvi assembly seat result) ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે.અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની (Mandvi assembly seat result)નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.
માંડવી બેઠક પર સ્ટાર પ્રચારકો:વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે માંડવી બેઠક(Mandvi assembly seat result) પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માટે શક્તિસિંહ ગોહિલ અને આપના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવીએ સભા યોજી હતી.
અબડાસામાં 63.75 ટકા મતદાન:અબડાસામાં બેઠક(Abdasa assembly seat result)પર 63.75 ટકા મતદાન થયું હતું. અબડાસામાં (Abdasa assembly seat result)ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના મહંમદ જુંગ જત વચ્ચે જંગ હોવાથી મુખ્ય બંને પ્રતિસ્પર્ધીઓ સાથે 10 ઉમેદવારને ભાવિ ધારાસભ્ય બનાવવા મતદારોએ વોટ સીલ કર્યા હતા. અબડાસા બેઠક (Abdasa assembly seat result)પર 2,53,244 મતદારોમાંથી 1,61,452 મતદારોએ મતદાન કર્યું હતું.
વર્ષ 2017માં અબડાસા વિધાનસભા બેઠક પરિણામ:કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક (Abdasa assembly seat result)માટે 2,23,705 મતદારો પૈકી કુલ 1,50,261 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 3251 મત NOTA ને મળ્યા હતાં અને 979 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહને 73,312 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને 63,566 મત મળ્યા હતાં. આમ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી વિજેતા બન્યા હતાં.2020ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે વર્ષ 2020માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. સીટ ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને કૉંગ્રેસના ડૉ.શાંતિલાલ સેંઘાણીને માત આપીને જીત મેળવી હતી.
અબડાસાનું જાતિ સમીકરણ:કચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં (Abdasa assembly seat result)મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.
અબડાસા બેઠક પર સ્ટાર પ્રચારકો:વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે અબડાસા બેઠક (Abdasa assembly seat result)પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા અને સભાઓ ગજવી હતી.
ગાંધીધામમાં 2022માં 47.86 ટકા મતદાન:સૌથી ઓછું મતદાન ગત પાંચ વર્ષની જેમ ગાંધીધામ બેઠક (Gandhidham assembly seat result)ઉપર 47.86 ટકા થયું હતું. અહીં ભાજપના માલતીબેન મહેશ્વરીની સામે કોંગ્રેસના ભરતભાઇ સોલંકી, આપ સહિત નવ ઉમેદવાર મેદાનમાં ગાંધીધામ બેઠક પર 3,15,272 મતદારોમાંથી 1,49,471 મતદારોએ મતદાન કર્યું હતું.
2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ:વર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham assembly seat result)માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની (Gandhidham assembly seat result)વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham assembly seat result)માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક(Gandhidham assembly seat result) માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.
ગાંધીધામ બેઠક પર સ્ટાર પ્રચારકો:વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે ગાંધીધામ બેઠક (Gandhidham assembly seat result)પર ભાજપના ઉમેદવાર માટે આસમના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માટે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત અને આપના ઉમેદવાર માટે અરવિંદ કેજરીવાલે સભા યોજી હતી.