વડોદરા: ગુજરાત વિધાનસભા 2022ના(Gujarat assembly election 2022 result) પ્રથમ અને બીજા ચરણનો મતદાન પૂર્ણ થયું છે. ત્યારે આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થવા જઈ રહી છે. વડોદરા શહેર જિલ્લાની કુલ 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)પર 72 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. વડોદરા શહેરની માંજલપુર ,અકોટા ,સયાજીગંજ રાવપુરા અને વડોદરા શહેર વિધાનસભાનો સમાવેશ થાય છે તો વડોદરા જિલ્લામાં વાઘોડિયા, ડભોઇ, સાવલી, કરજણ અને પાદરાનો સમાવેશ થાય છે.
કેટલી સીટો કેટલું મતદાન:વડોદરા શહેર જિલ્લાની સ્કૂલ 10 વિધાનસભા બેઠકો(10 assembly seats of vadodara district result) આવેલી છે. જેમાં વડોદરા જિલ્લાની 10 બેઠકો (10 assembly seats of vadodara district result)માટે મતદાન 63.81% નોંધાયું છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં સૌથી વધુ મકતદાન 71.72% સાવલી વિધાનસભામાં મતદાન થયું છે તો સૌથી ઓછું વડોદરા શહેર રાવપુરા બેઠક પર 57.69% નોંધાયું છે. જે વર્ષ 2017 કરતા ખૂબ ઓછા પ્રમાણમાં નોંધાયું છે.
પ્રચારમાં ખાસ રહેલ બાબતો:ગુજરાત વિધાનસભાની 2022 ની (Gujarat assembly election 2022 result)ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. વડોદરા જિલ્લા શહેરની 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે તમામ ઉમેદવારો માટે જાહેર જંગી સભા યોજી હતી તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો માટે અલગ અલગ બેઠક માટે રાજેસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે સભાઓ કરી હતી. તો આમ આદમી પાર્ટી માટે વડોદરા શહેરમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવાન દ્વારા રોડ શું કરાયો હતો પરંતુ ભારે વિરોધ ના કારણે તેઓ બંને રોડ શો પૂર્ણ કર્યો હતો તો બીજી તરફ વડોદરા શહેરની અકોટા રાવપુરા અને શહેર વિધાનસભા માટે વિધાનસભાના મતદાન પૂર્વેજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એ ભવ્ય રોડચો કર્યો હતો.