ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

રાપર વિધાનસભા બેઠક પર જામશે જંગ, ત્રણેય પક્ષનીમથી કોણ હશે પ્રબળ દાવેદાર? - રાપર મતવિસ્તારની વિધાનસભા સીટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) રાપર વિધાનસભા બેઠકમાં (Rapar Assembly Candidate List)ખરાખરીનો જંગ જામવાનો છે. કોણ કોની સામે હતું અને કોણ કોની સાથે છે તેની વિગતથી ETV BHARAT તમને અહીંયા દરેક ગણિત અને ઉમેદવારના કરેલા વિશ્લેષણમાં જણાવશે.

રાપર વિધાનસભા બેઠક પર જામશે જંગ, ત્રણેય પક્ષનીમથી કોણ હશે પ્રબળ દાવેદાર?
રાપર વિધાનસભા બેઠક પર જામશે જંગ, ત્રણેય પક્ષનીમથી કોણ હશે પ્રબળ દાવેદાર?

By

Published : Nov 14, 2022, 10:52 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

કચ્છકચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ની (Gujarat Assembly Election 2022 ) જાહેરાતો થઈ ચૂકી છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને (Gujarat election 2022) રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ (Rapar Assembly Seat ) ફાળવવામાં આવી રહી છે. કચ્છજિલ્લામાં 6 વિધાનસભા બેઠકો માટે રાપર વિધાનસભા બેઠક માટે (Rapar Assembly Candidate List) ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા તમામે તમામ છ સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે.

રાપર વિધાનસભા બેઠક

વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની (Assembly seat in Kutch district) 6 સીટો છે.જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે.ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.આ જે એક સીટ કોંગ્રેસની છે તે રાપર વિધાનસભા બેઠક (Assembly seat of Rapar Constituency) છે. કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5 જાન્યુઆરી, 2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે રાપર મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,43,944 મતદારો છે જે પૈકી 1,28,128 પુરુષ મતદારો છે જ્યારે 1,15,811 મહિલા મતદારો અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. કચ્છની રાપર વિધાનસભા બેઠકમાં કોલી, લેવા પટેલ, દલિત અને રજપૂતની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, ક્ષત્રિય તેમજ આહીર જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 54.76 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 54.42 ટકા અને 34.45 ટકા છે.

અગાઉની ચૂંટણીના પરિણામ:જોઇએ તો વર્ષ 2017માં રાપર વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં રાપર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,16,390 મતદારો પૈકી કુલ 1,30,145 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 33 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,30,112 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4614 મત NOTAને મળ્યા હતા. 456 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. રાપર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયાને 63,814 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને 48,605 મત મળ્યા હતા અને 2017માં રાપર વિધાનસભા બેઠક માટે સંતોકબેન આરેઠીયા 63,814 મત મેળવી વિજેતા બન્યા હતા. સંતોકબેન આરેઠીયા 15,209 મતથી વિજેતા બન્યા હતા.

રાપર વિધાનસભા બેઠક રાપર બેઠક પર 1,29,683 પુરુષ, 1,17,779, અન્ય 1 ની સંખ્યા સહિત કુલ 2,47,463 મતદાર નોંધાયા છે.કચ્છની રાપર વિધાનસભા બેઠકમાં કોળી, લેઉવા પટેલ, દલિત અને રજપૂતની વસ્તી વધારે છે. તેમજ રબારી, ક્ષત્રિય તેમજ આહીર જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 54.76 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 54.42 ટકા અને 34.45 ટકા છે.

રાપર વિધાનસભા બેઠક ઉમેદવારોબેઠક પર ધારાસભ્ય રીપીટ પરંતુ બેઠક અલગ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કચ્છની રાપર વિધાનસભા બેઠક કે જ્યાં ગત ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠયા ચૂંટાયા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષમાંથી આ બેઠક પર ભચુભાઈ આરેઠીયા ઉમેદવારને ટિકીટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે અંબા પટેલને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબળ દાવેદાર અને માંડવી મુન્દ્રાના હાલના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને આ વખતે ફરી રીપીટ કરી અન્ય બેઠક પરથી ટિકીટ ફાળવવામાં આવી છે.

રાપર વિધાનસભા બેઠકની ખાસિયત

રાપર વિધાનસભા બેઠકની ખાસિયત: રાપર જે અગાઉ રાહપર નામે ઓળખાતું હતું તે સમુદ્રકિનારાથી સરેરાશ 79 મીટર એટલે કે 259 ફીટની ઉંચાઈ પર આવેલું છે. આ કચ્છ જિલ્લાનાં વાગડ વિસ્તારનું મુખ્ય શહેર છે. જિલ્લાનું વડું મથક, ભુજ અહીંથી 140 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના મુખ્ય ખાદ્યપાકો બાજરી, જુવાર, ઘઉં અને મગ છે; જ્યારે કપાસ, મગફળી અને એરંડા રોકડિયા પાકો છે. સિંચાઈ મુખ્યત્વે કૂવાઓ દ્વારા થાય છે. નાના બંધોની નહેરોનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે પાતાળકૂવાની શરૂઆત થઈ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના પશુધનમાં ગાય, ભેંસ, પાડા, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા અને ગધેડાંનો સમાવેશ થાય છે. અહીંના ઘોડાની ઓલાદ જાણીતી છે.આ તાલુકામાં રેતી, રેતીખડકો અને માટી મળી આવે છે. મીઠું પણ અહીંની મહત્વની પેદાશ છે. જંગલમાંથી મેળવાતી મુખ્ય પેદાશોમાં બાળવા માટેનાં લાકડાં, કોલસો અને ગુંદર છે.

અહીંના પરંપરાગત લઘુ ઉદ્યોગોમાં ચર્મકામ, સુથારી-લુહારીકામ અને વણાટકામનો સમાવેશ થાય છે. આડેસર નજીક મીઠાનું ઉત્પાદન લેવાય છે. રાપરમાં જિન અને તેલની મિલ પણ છે. ખેતીનાં યાંત્રિક સાધનોનું સમારકામ થાય છે. રાપર તાલુકામાં જાન મઢીયા તથા ફિફવો જેવી નદીઓ અને લીલવો ડુંગર નામક એક પર્વત પણ છે. રાપર તાલુકામાં કપાસ, એરંડા, બાજરી, મગ, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો, ઘઉં, શકકરટેટી તેમજ જુવાર જેવા પાકોનું વાવેતર થાય છે.

તાલુકામાં ચાર ગ્રંથાલયો અને બે વાચનાલયો છે. આ તાલુકામાંથી ડીસા કંડલા મીટરગેજ રેલમાર્ગ પસાર થાય છે. આ માર્ગ પર રાપર સહિત પાંચ જેટલાં રેલમથકો છે. જિલ્લા પંચાયત અને જાહેર બાંધકામ ખાતા-હસ્તક આશરે 450 કિમી. લંબાઈના પાકા અને 265 કિમી. લંબાઈના કાચા રસ્તા આવેલા છે. તાલુકામાં 157 પ્રાથમિક શાળાઓ, 7 માધ્યમિક શાળાઓ, 1 ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલમંદિરો, તાલુકા-પુસ્તકાલય તથા પ્રૌઢશિક્ષણના રાત્રિવર્ગોની સગવડ છે. તાલુકામાં ચાર ગ્રંથાલયો અને બે વાચનાલયો છે.

રાપર આસપાસનાં લગભગ 110 ગામો માટે આ મુખ્ય ખરીદવેંચાણ કેન્દ્ર છે. રાપરની આસપાસનાં લગભગ 100 કિ.મી. જેટલા વિસ્તારમાં કોઈ મોટું શહેર ન હોવાનાં કારણે સ્થાનિક લોકો માટે રાપર વ્યાપાર ધંધાનાં કેન્દ્ર સમાન બનેલું છે. આસપાસનાં લગભગ 110 ગામો માટે આ મુખ્ય ખરીદ-વેંચાણ કેન્દ્ર હોતા અહીં લગભગ બધીજ બેંકોની શાખાઓ તથા મોટી બજારો આવેલી છે. તદ્‌ઉપરાંત ઘણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. જેમાં લેઉવા પાટીદાર કન્યા કેળવણી શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ અને કૉલેજ તથા પીટીસી કેન્દ્ર મુખ્ય છે. રાપર ખાતે સમુદ્ર કિનારો તથા ત્રિકમ સાહેબની જગ્યા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. ઉપરાંત રાપરની નજીકમાં આવેલું ધોળાવીરા લગભગ 5000 વર્ષ પહેલાંની સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિનો વારસો અને અવશેષ ધરાવતું પ્રખ્યાત પૂરાતત્વ સ્થળ છે. જેને ગત વર્ષે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

રાપર વિધાનસભા બેઠકની માગ

રાપર વિધાનસભા બેઠકની માગ: રાપર શહેરમાં જનતા રખડતા ઢોર, પાણી જેવી ઘણી સમસ્યાઓને લઇ પરેશાન થઇ રહી છે. લોકોની આ સમસ્યાઓને ધ્યાને લઇ રાપર નગરપાલિકાના પ્રતિનિધિમંડળ પણ આગળ આવીને કાર્ય કરે તેવી માંગણી પણ રહી છે તો આવનારા સમયમાં રખડતા ઢોર, પાણીની સમસ્યા, નર્મદા કેનાલની મુદ્દો, ટ્રાફીક, પોલીસની પજવણી સહિતના ઘણા પ્રશ્નો 2022ની ચૂંટણી અંગેના મુદ્દાઓ બની શકે છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details