ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગેહલોતને લવ જેહાદ વિશે શું વિચારે છે તે સ્પષ્ટપણે પૂછતા કહ્યુ કે - Gujarat Assembly Election 2022

Gujarat Assembly Election 2022: ગેહલોતને 'લવ જેહાદ' વિશે શું વિચારે છે તે સ્પષ્ટપણે પૂછતા કહ્યુ હતું કે, શ્રદ્ધા વાલ્કરની ભયાનક મૃત્યુને માત્ર સંદર્ભ તરીકે ટાંકીને, "લવ જેહાદ" એક "જુમલા" છે, જે ચોક્કસ સમુદાય પર હુમલો કરવા અને બદનામ કરવા માટે રચાયેલ છે.

GUJARAT ASSEMBLY ELECTION 2022 Rajasthan CM Ashok Gehlot on Love Jihad cases as jumla
GUJARAT ASSEMBLY ELECTION 2022 Rajasthan CM Ashok Gehlot on Love Jihad cases as jumla

By

Published : Nov 21, 2022, 9:30 PM IST

સુરત : વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાના નેતાઓ હવે જાહેર સભાને સંબોધી રહ્યા છે. જેને લઈને સુરતના કામરેજ વિધાનસભામાં ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot Surat visit ) સભાને સંબોધી હતી. ગેહલોતને 'લવ જેહાદ' વિશે શું વિચારે છે તે સ્પષ્ટપણે પૂછતા કહ્યુ હતું કે, શ્રદ્ધા વાલ્કરની ભયાનક મૃત્યુને માત્ર સંદર્ભ તરીકે ટાંકીને, "લવ જેહાદ" એક "જુમલા" છે, જે ચોક્કસ સમુદાય પર હુમલો કરવા અને બદનામ કરવા માટે રચાયેલ છે.

ગેહલોતને પૂછવામાં આવેલ પ્રશ્ન લવ જેહાદના (CM Ashok Gehlot on Love Jihad) કેસ વિશે હતો, જો કે, રાજસ્થાનના સીએમ શ્રદ્ધાનો કેસ લાવ્યા, જે લવ જેહાદનો કેસ નથી અને તેનો ઉપયોગ લવ જેહાદના તમામ કેસોને 'જુમલા' તરીકે બરતરફ કરવાના બહાના તરીકે ઉપયોગ કર્યો. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું, “શ્રદ્ધાનું મૃત્યુ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. આંતર-જ્ઞાતિ અને આંતરધર્મી લગ્નો લાંબા સમયથી સામાન્ય છે. જો કે, 'જુમલા'ને દુર્ઘટના સાથે જોડીને, એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવે તે રીતે રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

અશોક ગેહલોતે સભાને સંબોધી

PM મોદી પર પ્રહાર અશોક ગહેલોતે જનસભા સંબોધતા કહ્યું હતું કે, મોદી જે કહ્યું કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? મોદીજી 70 વર્ષમાં કોંગ્રેસે લોકતંત્ર જીવિત રાખ્યું એટલે તમે વડાપ્રધાન બની શક્યા છો. નહિ તો બની શકતા નહીં. આપ દેશ વિદેશમાં ફરો છો, ત્યારે તમારો સન્માન કરવામાં આવે છે. કારણ કે તમે ગાંધીના દેશથી આવો છો. ગાંધીજી ગુજરાતના પોરબંદરથી હતા. એ માટે તમારો સન્માન કરવામાં આવે છે. જે દેશમાં આજે પણ લોકતંત્ર ખુબ મજબૂત છે. એટલે તમારો સન્માન કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઈ મોરાજી દેસાઈને સત્તા આપવામાં આવી. અટલ બિહારી બાજપાઈ ચૂંટણી હારી ગયા સોનિયા ગાંધીની સત્તા આપવામાં આવી. સોનિયા ગાંધીએ ડોક્ટર મનમોહન સિંહને વડાપ્રધાન બનાવી દીધા. આ આપણા દેશની ખૂબીઓ છે. આ તમે શા માટે ભૂલી જાવ છો. (Congress in Gujarat)

આ લોકોની જ્યાં જ્યાં સત્તાઓ છે. ત્યાં લૂંટી રહ્યા છેવધુમાં જણાવ્યું કે, આ લોકોનું કહેવું અલગ છે. મોટી-મોટી વાતો કરી રહ્યા હતા. આ લોકોના ચાલ ડાહલ કોગ્રેસથી અલગ છે. આ લોકોના ચાલ ડાહલ અને મુખડો અલગ છે. આ લોકોની જ્યાં જ્યાં સત્તાઓ છે, ત્યાં લૂંટી રહ્યા છે. બધી જ જગ્યાઓ ઉપર લૂંટ ચાલી રહી છે. એટલે હાલત ખૂબ ગંભીર છે. કોગ્રેસએ મેનુફેસ્તુમાં વાયદાઓ કર્યા રાહુલ ગાંધીએ વચનો આપ્યા, આ તમામ વચનો પૂર્ણ કરવામાં આવશે. આ વાયદાઓ કરવા માટે આજે હું આવ્યો છું. (Kamrej sabha Ashok Gehlot)

વિપક્ષ વગર લોકતંત્ર શું કામનું?વધુમાં જણાવ્યું કે, લોકતંત્ર પક્ષ અને વિપક્ષ પણ હોય છે. વિપક્ષ વગર લોકતંત્ર શું કામનું? વિપક્ષ હશે તો સરકારની આલોચના થશે. હું મુખ્યપ્રધાન છું. મારી આલોચના કરવામાં આવે તો? કારણ કે આ લોકતંત્ર છે. જો સરકારની કોઈ આલેખ ના કરે તો જેમ કે, સાહિત્યકાર, પત્રકાર, લેખકો, સામાન્ય વ્યક્તિ હોય તો તેમનેજેલમાં નાખી દેવામાં આવે છે. તમારા સુરતમાં વડાપ્રધાને ચાર કાર્યકર્તાઓએ કાળો ઝંડો બતાવી દેવામાં આવ્યો હતો. એટલે તેમની ઉપર પાસા હેઠળ કેસ કરી દેવામાં આવ્યા અને આ આજે નહીં પરંતુ અમે નાનપણથી જોતા આવ્યા છે કે, વિરોધ પ્રદર્શનમાં કાળો ઝંડો બતાવવામાં આવે છે. આના સિવાય તમે લોકતંત્રમાં શું કરી બતાવશે. કાળો ઝંડો બતાવ્યો તો તમે પાસા કરી નાખ્યા. (Ashok Gehlot attacked PM Modi)

ABOUT THE AUTHOR

...view details