ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

Gujarat Assembly Election 2022 : સુરતમાં ભાજપના જ ગઢમાં ભાજપના ધારાસભ્ય વિરોધ લાગ્યા પોસ્ટરો

સુરત શહેરના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેનના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે(BJP leader Sangeeta Patil protest posters in Surat). પોસ્ટરમાં તેમનું અને ભાજપના ચિન્હ સાથે સંગીતા પાટીલ હટાવો લીંબાયત બચાવો જેવા જેવા સ્લોગનો લખવામાં આવ્યા છે. જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022

By

Published : Nov 6, 2022, 5:13 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરત : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે(Gujarat Assembly Election 2022 ). તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પોત પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. સુરતમાં ભાજપનું ગઢ માનવામાં આવતું લિંબાયત ત્યાંના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે. તેમના જ વિસ્તારમાં તેમના જ નામનું બેનર ભાજપના જ ચિન્હ સાથે સંગીતા પાટીલ હટાવો લીંબાયત બચાવો જેવા બેનરો લગાવતા રાજકારણ ગરમાયું છે(BJP leader Sangeeta Patil protest posters in Surat).

Gujarat Assembly Election 2022

નેતાના વિરોધમાં બેનરો લાગ્યા - આ બેનરો લીંબાયત વિસ્તારમાં નીલગીરી સરકાર પાસે લગાવવામાં આવ્યા છે. જ્યાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઓફિસ છે. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાંથી સતત બે વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના જ વિસ્તારમાં આ પ્રકારના બેનરો લાગવા સંગીતાબેન પાટીલના કામો ઉપર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details