ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) દારૂના તોલે મતનો ઉપયોગ ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં દારૂની હેરફેર ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જ્યારે ગુજરાત રાજ્ય ડ્રાય સ્ટેટ તરીકે પણ ઓળખાય છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફક્ત અરવલ્લી જિલ્લામાંથી જ એક કરોડ 14 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં એટલે કે 3 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં ગુજરાત પોલીસે 14,45,90,550નો દારૂ જપ્ત (Police seized liquor worth crores) કર્યો છે.
બોર્ડર જિલ્લામાં વધુ દારૂ ઝડપાયો:ગુજરાતના જિલ્લા પ્રમાણેની વાત કરવામાં આવે તો સૌથી વધુ અરવલ્લી જિલ્લામાંથી દારૂની હેરાફેરી સામે આવી છે જેમાં 76,926 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ અને જેની કિંમત ની વાત કરવામાં આવે તો 1,14,06,320 કરોડ ની કિંમત થાય છે જ્યારે બોર્ડર જિલ્લામાં બનાસકાંઠાના પાલનપુર ની વાત કરવામાં આવે તો આજ દિન સુધીમાં કુલ 2,58,36,425 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ ગુજરાતના બોર્ડર વિસ્તારમાંથી ને જે ગુજરાતની અંદર દારૂનો પ્રવેશ થતો હોવાનું સ્પષ્ટ આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં દારૂ અટકાવવા બાબતે હાલ 140 જેટલી અંતર રાજય ચેકપોસ્ટ પડ કાર્યરત કરવામાં આવી છે.
શહેર | કેટલો દારૂ થયો જપ્ત |
અમદાવાદ | 58,24,920 |
રાજકોટ | 38,15,250 |
સુરત | 22,95,817 |
બરોડા | 5,89,710 |
જામનગર | 2,75,310 |
ગાંધીનગર | 42,44,480 |
ભાવનગર | 75,75,400 |
55,640 માંથી 50,000 આર્મ્સ જપ્ત થયા :જે કોઈ રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પાડવામાં આવે છે, ત્યારે જે પણ લાઇસન્સ ધારક હથિયારો હોય છે તેને કલેક્ટર અથવા તો પોલીસ કક્ષાએ આચારસંહિતા પૂર્ણ ન થાય ત્યાં સુધી જમા કરાવવાના હોય છે. સમગ્ર ગુજરાતમાં કુલ 55,640 જેટલા લાયસન્સ હથિયારો નિધાયેલા છે, જેમાં આજ દિન સુધીમાં ફક્ત 50,000 જેટલા જ આર્મ્સ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 5500 જેટલા આર્મ્સ જપ્ત કરવાના બાકી છે. જ્યારે અમદાવાદ શહેરમાં 5085માંથી 3744 હથિયારો જપ્ત થયા છે, જ્યારે હજુ 1300 જેટલા હથિયાર જપ્ત કરવાના બાકી છે.
શહેર | હથિયાર | કેટલા જપ્ત | કેટલા બાકી |
અમદાવાદ | 5085 | 3744 | 1341 |
રાજકોટ | 3229 | 2933 | 296 |
જામનગર | 1277 | 1168 | 109 |
ભાવનગર | 1253 | 1158 | 95 |
જુનાગઢ | 1231 | 1168 | 63 |
સુરત | 2756 | 2505 | 251 |