ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

PM મોદીની સભા બાદ ઓલપાડ બેઠક પર મતદારો ભાજપનું કમળ ખીલવશે કે પછી કોંગ્રેસનો પંજો પકડશે? - surat district

ઓલપાડ બેઠક પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે. 2002થી 2012 સુધી ચાલેલી મોદી લહેરમાં ભાજપે ઓલપાડમાં (olpad assembly seat of surat) મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનો પ્રભાવ વધુ છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ઝીંગા તળાવ અને રોજગારી મુદ્દે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ અને રેલીઓ (railly and mass meeting of prime minister narendra modi) યોજી રહ્યા છે. સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી યોજીને સુરતી લાલાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

PM મોદીની સભા બાદ ઓલપાડ બેઠક પર મતદારો ભાજપનું કમળ ખીલવશે કે પછી કોંગ્રેસનો પંજો પકડશે?
gujarat-assembly-election-2022-pm-modi-railly-in-surat-know-political-details-of-olpad-assembly-seat

By

Published : Nov 27, 2022, 12:07 PM IST

Updated : Nov 27, 2022, 7:44 PM IST

હૈદરાબાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે દરેક પાર્ટીના આગેવાનો ગુજરાત સર કરવા પોતાની કમર કસી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ અને રેલીઓ (railly and mass meeting of prime minister narendra modi) યોજી રહ્યા છે. સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી યોજીને સુરતી લાલાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે. એવી જ એક બેઠક સુરત જિલ્લાની (surat district) ઓલપાડ બેઠક (olpad assembly seat of surat) છે.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

રાજકીય ઇતિહાસ:ઓલપાડ બેઠક પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે. 2002થી 2012 સુધી ચાલેલી મોદી લહેરમાં ભાજપે ઓલપાડમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનો પ્રભાવ વધુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ભાજપના મુકેશભાઈ જીણાબાઈ પટેલનો વિજય થયો હતો. કોંગ્રેસના યોગેન્દ્રસિંહ ચંદ્રસિંહ ચૂંટણી હારી ગયા હતા. 2012માં તેમણે કોંગ્રેસના જયેશકુમાર શંકરભાઈ પટેલને 37 હજારથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા.આ સીટ હંમેશાથી ભાજપનો ગઢ રહી છે. છેલ્લી વખત 1985માં કોંગ્રેસે આ સીટ જીતી હતી અને ત્યારથી ભાજપે આ સીટ પરથી જીત મેળવી છે. મુકેશભાઈ પહેલા કિરીટબાઈ ગંગારામભાઈ પટેલ 2007માં, ધનસુખભાઈ નાથુભાઈ પટેલ 2002 અને 1998માં અને ભગુભાઈ પટેલ 1995 અને 1990માં જીત્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 18 પુરુષ અને 1 મહિલા મળી કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઓલપાડ બેઠક ભાજપનો ગઢ ગણાય છે.

મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા: ઓલપાડ બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 241089, સ્ત્રી મતદારો 213741, જ્યારે અન્યોની સંખ્યા 8 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 454838 છે. આગામી ચૂંટણીમાં 60 હજાર પાટીદાર મતદારો, 80 હજાર કોળી પટેલો અને 53 હજાર મુસ્લિમ, 35 હજાર ઓબીસી અને 40 હજાર પ્રાંતિજ મતદારો કોંગ્રેસ-ભાજપના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.

ઓલપાડ બેઠક ખાસિયત

ઓલપાડ બેઠક ખાસિયત: ઓલપાડમાં 105 જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો શેરડી, કપાસ, ડાંગર, ધઉં શાકભાજી, બાજરી, ધઉં, ચણા, વાલ, છે. આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ હતી પરંતુ 1990માં ભગુભાઈ પટેલે આ બેઠક જીતીને ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. 1990થી આ બેઠક પર ભાજપ જીતી રહ્યું છે.ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

ઓલપાડ બેઠકની સમસ્યાઓ

ઓલપાડ બેઠકની સમસ્યાઓ:અરબી સમુદ્રને અડીને આવેલા ઓલપાડમાં મોટા પ્રમાણમાં કુદરતી ગેસ ઉપલબ્ધ હોવા છતાં અહીં ઉદ્યોગો આવી શક્યા નથી. આ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનોને રોજગારીની શોધમાં બહાર જવું પડે છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર વર્ગ વિશેષની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે યોગ્ય નથી. આ સાથે જ જો પ્રાથમિક સમસ્યાઓની વાત કરવામાં આવે તો અહીં રોડ રસ્તાની સમસ્યા સાથે જ ટ્રાફિકની સમસ્યા મુખ્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે.આ સાથે જ અહીંના કેટલાક ગામોમાં સફાઈનો અભાવ જોવા મળે છે. ઠેર ઠેર કચરો ઠાલવવામાં આવતા વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળે છે સાથે જ રખડતા પશુંઓનો ત્રાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

Last Updated : Nov 27, 2022, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details