બનસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં યોજાયેલા મતદાનમાં(Gujarat assembly election first phase) આ વખતે મતદાન ઓછું થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવવા જઈ રહ્યું છે ત્યારે બાકી રહેલ વિધાનસભા બેઠકો પાર દરેક પાર્ટીઓ એડીચોટીનું જોર(mass campaign in gujarat) લગાડતા જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનસકાંઠાના કાંકરેજ ખાતે સભા યોજી(Prime Minister Narendra Modi held a meeting at Kankerage in Banaskantha) હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની(BJP to become victorious by breaking all past records) છે.
ગીર અને કાંકરેજની જ્ઞાની વાતો દેશ-વિદેશમાં: પીએમ મોદીએ જણાવ્યું કે મને યાદ છે હમણા થોડા સપ્તાહ પહેલા દિલ્હીમાં ડેરી સેક્ટરનો મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં મે કાંકરેજની ગાયની વાત કરી હતી, દેશ-વિદેશમાં ગીર અને કાંકરેજની ગાયની વાતો થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગઇકાલે અમદાવાદમાં જનસાગરના દર્શન કરીને રાતે રાજભવન પહોંચ્યો, જે બાદ મેં રાત્રે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક લોકોને મેં ફોન કર્યા. પહેલા ચરણમાં જ્યાં મતદાન થયું છે, ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે.
ફર્સ્ટ ટાઈમ વોટર-માતાઓ-બહેનોના મતદાને પરિણામો કર્યા પાક્કા:પીએમ મોદીએ જણાવ્યું કે ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમનો ઉત્સાહ અને માતાઓ-બહેનોના ઉમળકાએ આ ચૂંટણી પરિણામો પાક્કા કરી નાખ્યા છે. ભાઈઓ-બહેનો જ્યાં જઈએ ત્યાં એક જ વાત સંભળાય, લોકોના મુખેથી એક જ વાત નીકળે છે કે ફીર એક બાર મોદી સરકાર.'
વિરોધીઓ પર વાર:દર વખતની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસને આડે હાથે લીધી હતી. સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ સરોવરના ડેમ ન બને એના માટે અનેક પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો હતો, કોર્ટ-કચેરીઓમાં લઈ ગયા હતા, એમના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરે છે. જેણે પાણી રોક્યું હોય એ પાપને માફ કરાય? બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એના માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે, પરંતુ તમે ચૂંટણી આવે એટલે ભૂલી જાવ છો. આ વખતે તો નહીં ભૂલોને?
કોંગ્રેસે કર્યું રેશનકાર્ડ કૌભાંડ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશકાર્ડ હતા કે જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો.આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરીને મે આગળનો રસ્તો કર્યો, બધા રાશનકાર્ડને આધારકાર્ડથી જોડી દીધા, દુકાનોને ઇન્ટનેટથી જોડી દીધી.ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય, કટકી કરવા ન મળે એટલે મોદીને ગાળો બોલે. આમ ભ્રષ્ટાચાર બંધ કર્યો તો કેટલાક લોકોને પેટમાં તેલ રેડાઈ છે .