વલસાડઃગુજરાતની મુલાકાતે પ્રચાર ((Election Campaign Gujarat 2022) અભિયાન હેતું આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડમાં મહાસાભા યોજી હતી. જેમાં તેમણે ચૂંટણીલક્ષી વાતો કરીને ગુજરાતીઓને ચેતવાનો સંદેશ આપ્યો છે. કેમ છો વ્હાલા વલહાડવાળા...એવું કહીને(Gujarat Assembly Election 2022) તેમણે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વલસાડથી તેમણે પોતાની પહેલી સભા યોજી છે. વલસાડમાં તેમણે વિધાનસભા ચૂંટણી માટેની પ્રથમ પ્રચાર સભા ગજવી છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra modi BJP) જણાવ્યું હતું કે, આ વખતેની ચૂંટણીમાં સતર્ક રહેજો. ગુજરાતને બદનામ કરવાની ટુકડી આવી ભાષાઓ બોલી રહી છે.
આકરા પ્રહારોઃગુજરાતમાં જુઠ્ઠાણા ફેલાવનારા, દુનિયામાં (PM Narendra Modi Valsad) ગુજરાતની છબી ખરાબ કરનારા એક ચોક્કસ કામ કરી રહ્યા છે. આવા લોકોથી ચેતતા રહેજો, ગુજરાતીઓએ દુનિયામાં કોઈનું કંઈ બગાડ્યું નથી. ગુજરાતી જ્યાં પણ ગયા ત્યાં દુધમાં સાકળ (PM Modi Gujarat) ની જેમ ભળી ગયા હતા. ગુજરાતામાં જે કોઈ આવ્યા એને ગળે લગાવીને કામ કર્યું છે. ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને ક્યારેય ગુજરાતમાં કોઈ જગ્યા નથી મળવાની. ગુજરાતને કેટલાક લોકો રીવર્સ ગેરમાં નાંખવા માગે છે. આવા લોકોને આપણે ક્યારેય નહીં સ્વીકારીએ. આ માટે ઘરે ઘરે જઈને કહેજો કે, નરેન્દ્રભાઈ આવ્યા હતા. આ વખતેની ચૂંટણી કોઈ ઉમેદવાર નહીં પણ જનતા લડે છે. નરેન્દ્ર મોદી લડે છે એવું કંઈ નથી.