ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પીએમ મોદીની રેકોર્ડબ્રેક મતદાનની અપીલ ભાજપને કેટલો ફાયદો કરાવશે - પીએમ મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પ્રવાસોમાં પીએમ મોદીની અપીલને લઇ વિગતે વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસની જાહેરસભામાં ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવા અપીલ (PM Modi Appeal For Voting ) કરી છે. વધુ મતદાન થાય તો ભાજપને કેટલો ફાયદો? પીએમ મોદી શા માટે (Modi politics) રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે? ઈ ટીવી ભારતનો વિશેષ રીપોર્ટ

પીએમ મોદીની રેકોર્ડબ્રેક મતદાનની અપીલ ભાજપને કેટલો ફાયદો કરાવશે
પીએમ મોદીની રેકોર્ડબ્રેક મતદાનની અપીલ ભાજપને કેટલો ફાયદો કરાવશે

By

Published : Nov 21, 2022, 9:42 PM IST

Updated : Nov 21, 2022, 10:12 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ગુજરાતમાં ચૂંટણીપ્રચારકરી રહ્યા છે. દરેક જાહેરસભામાં પીએમ મોદી સૌથી વધુ મતદાન કરવાની અપીલ (PM Modi Appeal For Voting ) કરી રહ્યા છે. યુવા મતદારોને ખાસ સંદેશ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં જે લોકો ન આવ્યા હોય તેવા વડીલોને મારા નમસ્કાર કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતાં અને તમને નમસ્કાર કહ્યા છે. આમ કહીને પીએમ મોદીએ સૌ ગુજરાતીઓના દિલ જીતી લીધાં (Modi politics) છે.

1.15 કરોડ યુવા મતદારોમતદાર યાદી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં કુલ 4.90 કરોડ મતદારો છે. જેમાં 18થી 29 વર્ષના વય જૂથના કુલ 1.15 કરોડ યુવા મતદારો છે. અને 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9.87 લાખ છે તેમજ 100 વર્ષથી વધુ લોકોની સંખ્યા 10,460 છે.

યુવાનોને પીએમ મોદીએ સોંપી મોટી જવાબદારીઆ સંખ્યા જોઈને જ પીએમ મોદીએ જાહેરસભામાં યુવા મતદારો અને વડીલોને ટાર્ગેટ કર્યા છે. યુવાનોને સંદેશ આપી રહ્યા છે કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પણ હવે આગામી 25 વર્ષની જવાબદારી યુવાનોની છે. હવે પછીના 25 વર્ષનો સુવર્ણકાળને સુધારવાની ખૂબ મોટી જવાબદારી યુવાઓની છે. આજના નવયુવાનોએ કરફ્યૂ શબ્દ સાંભળ્યો નથી, છાસવારે તોફાનો હતાં અને કરફ્યૂ નંખાતો હતો. તમે તમારા વડીલને પૂછજો શું સ્થિતિ હતી? એમ કહીને પીએમ મોદીએ (Modi politics) ભાજપને મત આપવાની અપીલ (PM Modi Appeal For Voting ) કરી હતી.

વધુ મતદાન ભાજપને ફાયદાકારક?પીએમ મોદીએ વધુને વધુ મતદાન કરવાની અપીલ (PM Modi Appeal For Voting ) કરી છે. રેકોર્ડબ્રેક મતદાન કરવા કહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં પીએમ મોદી વધુ મતદાન કરાવીને ભાજપને ફાયદો કરાવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં હિન્દુઓની વસ્તી વધારે છે. સામે યુવાનો અને સીનીયર સીટીઝનોનો મોટો વર્ગ ભાજપ સાથે જોડાયેલો છે, એવું એક ગણિત (Modi politics) કામ કરી રહ્યું છે.

સૌથી વધુ મતદાન અને સૌથી વધુ ઓછુ મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1962થી જોઈએ તો 1980માં 43.16 ટકા સૌથી ઓછુ મતદાન થયું હતું અને 2012ની ચૂંટણીમાં 69.50 ટકા સૌથી વધુ મતદાન થયું હતું. પીએમ મોદી 2001માં ગુજરાતના સીએમ બન્યા પછી ડેટા જોઈએ તો મતદાનની ટકાવારીમાં ધીમો પણ વધારો થયો છે.

યુવાનો અને સીનીયર સીટીઝનોનો મોટો વર્ગ ભાજપ સાથે જોડાયેલો છે
પીએમ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી ટકાવારી વધીએટલે કે પીએમ મોદીના પ્રચાર અને ચૂંટણી પંચના પ્રયાસોને કારણે ગુજરાતમાં 2002 પછી મતદાનની ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેનો સીધો ફાયદો ભાજપને થયો છે. 1995 પછી ગુજરાતમાં ભાજપની સ્થિર સરકાર રચાઈ છે.
2002 પછી મતદાનની ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થયો છે

2017ના વોટ શેર પર એક નજર કરીએ2017ના વર્ષમાં ગુજરાતમાં કુલ મતદાન 66.11 ટકા થયું હતું. તેની સાથે ભાજપને 49.97 ટકા વોટ મળ્યા હતા, સાથે કોંગ્રેસને 42.21 ટકા મત મળ્યા હતા. એટલે કે વિશ્લેષણ કરીએ તો મતદાનની ટકાવારી વધી ભાજપનો વોટ શેર વધ્યો પણ સાથેસાથે કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો હતો. આ પણ એક સત્ય છે.

ત્રિપાંખિયો જંગ છે, વોટ કપાઈ જશેઃ દિલીપ ગોહિલ રાજકીય સમીક્ષક દિલીપભાઈ ગોહિલે ETV Bharatને જણાવ્યું હતું કે વડાપ્રધાન આ વખતે ખૂબ જ ભાર પૂર્વક રેકોર્ડબ્રેક મતદાન કરાવવાની અપીલ (PM Modi Appeal For Voting ) કરી રહ્યા છે. તેની પાછળ કારણ એ છે કે આ વખતે ( Gujarat Assembly Election 2022 ) 182 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યા છે. તેમજ મુસ્લિમ બહુલ વિસ્તારમાં 13 બેઠક પર AIMIM ચૂંટણી લડી રહ્યું છે. આથી વોટ કપાઈ જાય તેમ છે. તેમજ ઓછા માર્જિનથી જીત થતી હોય ત્યાં વોટ કપાઈ જાય તો ભાજપ હારી જાય (Modi politics) નહી. તેમજ ભાજપની કેટલીક બેઠકો પર અસંતોષ છે. ભાજપના બાગી ધારાસભ્યો અપક્ષમાં લડી રહ્યા છે. હમણા ભાજપે 7 દિગ્ગજ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. જેથી કેટલીક બેઠકો પર નુકસાન ન થાય અને વોટ શેર વહેંચાય તો ભાજપને નુકસાન ન થાય તે માટે થઈને તેઓ મતદારોને અપીલ કરી રહ્યા છે કે મતદાન જરૂર કરજો અને રેકોર્ડબ્રેક મતદાન કરજો. મારો પણ રેકોર્ડ તૂટી જવો જોઈએ.

રાજકીય તજજ્ઞ શિરીષ કાશીકરનો મત રાજકીય વિશ્વેષક શિરીષ કાશીકરે ETV Bharat ને જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદી એક જનપ્રતિનિધિ તરીકે હંમેશા તમામ નાગરિકો મતદાન કરે તેને પ્રોત્સાહન આપતા રહ્યા છે. એ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પણ એમણે સો ટકા મતદાન થાય તે માટે મતદાનને ફરજિયાત કરી શકાય કે કેમ તેના પર ચર્ચા શરૂ કરી હતી, એ સમયે તેના ફાયદા ગેરફાયદા પર ખૂબ ચર્ચાઓ પણ થયેલી પરંતુ બાદમાં કોઈ નિષ્કર્ષ ના નીકળ્યો.વર્તમાન પરિસ્થિતિમાં તેમની રેકોર્ડ બ્રેક મતદાનની હાકલ (PM Modi Appeal For Voting ) સ્વાભાવિકપણે ભાજપની તરફેણમાં ( Gujarat Assembly Election 2022 ) મતદાન માટેની જ હોય, કારણ કે તેમના જ કહેવા પ્રમાણે "નરેન્દ્ર" નો રેકોર્ડ "ભૂપેન્દ્ર" એ તોડવાનો છે,આ માટે ભાજપને પેઢી દર પેઢી મત આપતા મતદારો માટે પણ આ સ્પષ્ટ સંદેશ છે કે (Modi politics) તેમને અચૂક મતદાન કરવાનું છે અને ભાજપનો વિજય સુનિશ્ચિત કરવાનો છે.

Last Updated : Nov 21, 2022, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details