ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

આણંદમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, આ વિસ્તારમાં એક પક્ષને નુકસાનની શક્યતા - election boycott

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022 ) નો મોકો આવ્યો છે. ત્યારે આણંદમાં પ્રજાનો આક્રોશ ( Peoples outrage in Anand ) કેટલાક વિસ્તારની સોસાયટીઓમાં સામે આવી રહ્યો છે. આણંદમાં ઉઠેલો ચૂંટણી બહિષ્કાર ( election boycott ) પ્રજાનો વિરોધ જતાવી રહ્યો છે ત્યારે આનું નુકસાન (possibility of damage to a party) કોને છે તે જોઇએ.

આણંદમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, આ વિસ્તારમાં એક પક્ષને નુકસાનની શક્યતા
આણંદમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, આ વિસ્તારમાં એક પક્ષને નુકસાનની શક્યતા

By

Published : Nov 21, 2022, 5:20 PM IST

આણંદ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022 )ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્કીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. આમ તો આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે સાથે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવી પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે. ઉમેદવારો પ્રજા વચ્ચે જઈને કરેલી કામગીરીના ગુણગાન અને આવનાર સમયમાં કરવા જેવી કામગીરીના વાયદા સાથે પ્રજા પાસે મત માંગવા જતા હોય છે. પરંતુ આણંદ વિધાનસભા બેઠકના ઉમેદવારોએ અમુક વિસ્તારમાં મત માંગવા જતા પહેલા વિચાર કરવો પડે તેવો પ્રજાનો ઉગ્ર વિરોધ ( Peoples outrage in Anand ) જોવા મળી રહ્યો છે.

આણંદ વિધાનસભા બેઠકના ઉમેદવારોએ અમુક વિસ્તારમાં મત માંગવા જતા પહેલા વિચાર કરવો પડે તેવો પ્રજાનો ઉગ્ર વિરોધ

ચૂંટણી બહિષ્કાર કેમઆણંદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ કેટલીક સોસાયટીમાં વર્ષો જૂની સમસ્યાઓના નિરાકરણ ન આવતા પ્રજા આકરા પાણીએ જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, માર્ગ અને લાઈટ જેવી સુવિધાઓથી હજુ પ્રજાને સંતોષ મળે તેવી કામગીરી સત્તાધીશો પહોંચાડી શક્યા નથી અને તેને કારણે પ્રજામાં સ્થાનિક નેતૃત્વ અને ચૂંટાયેલી પાંખ સામે અસંતોષ ઉભરાઈને બહાર આવી જવા પામ્યો હોય તેમ હવે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રજા દ્વારા ચૂંટણી બહિષ્કાર ( election boycott ) નું હથિયાર ઉગામવામાં આવ્યું છે અને તેણે સ્થાનિક રાજ નેતાઓની ઊંઘ હરામ કરી દીધી હોય તેમ જોવા મળી રહ્યું છે.

પ્રજામાં આક્રોશ મહત્વનું છે કે આણંદ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું છે. જ્યારે 2017માં વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય કાન્તિ સોઢા પરમારની જીત થઈ હતી અને તેમને પણ પ્રજા દ્વારા વિસ્તારમાં સેવા કરવાનો પ્રજાએ મોકો આપ્યો હતો. મહત્વનું છેકે બન્નેમાંથી કોઈ આ પ્રજાની સમસ્યાઓ દૂર કરવા માટે આગળ આવી પ્રયત્નો કર્યા ન હોવાનો પ્રજામાં આક્રોશ છે. ત્યારે ચૂંટણી બહિષ્કાર કરવા માટે પ્રોત્સાહિત કરતું હોય તેમ પ્રજાને પડતી અસુવિઓથી ત્રસ્ત બની અંતે ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામવા મજબૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે.

નુકસાન એક ચોક્કસ પક્ષનેઆણંદ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં જો આંદોલનના માર્ગે ચડેલી સોસાયટીઓના મતદારો મતદાન કરવાથી દૂર રહેશે તો આનું નુકસાન એક ચોક્કસ પક્ષને થઈ શકે (possibility of damage to a party) તેમ હોઇ અત્યારે પક્ષના હોદેદારો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. અગાઉ નાની ખોડિયારથી મોટી ખોડીયાર રોડના રહીશોએ આંદોલન છેડ્યું હતું ત્યારે હવે આણંદ નગરપાલિકાના બાકરોલ હદ વિસ્તારમાં આવતી 8 જેટલી સોસાયટીના રહીશોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. હવે જોવું રહ્યું કે આ પ્રજાની સુખાકારી માટે નેતાઓ સાચે કામ કરે છે કે પછી નાગરિકોનું છેડેલું આંદોલન નિષ્ફળ જાય છે તે આવનારા સમયમાં જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details