ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

નિઝર વિધાનસભાઃ એક જ કોમના ત્રણ વ્યક્તિઓ વચ્ચે સત્તા માટે સંગ્રામ - નિઝર વિધાનસભામાં ગામીત સમાજનો દબદબો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Elections 2022) લઇને ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યા છે. આ વખતે નિઝર વિધાનસભા બેઠક પર (Nizar Assembly Seat) ત્રિપાંખીયો જંગ ખેલાવા જઇ રહ્યો છે. ગામીત સમાજનાં 3 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે.

નિઝર વિધાનસભામાં ગામીત સમાજનો દબદબો, ગામીત સમાજનાં 3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ
નિઝર વિધાનસભામાં ગામીત સમાજનો દબદબો, ગામીત સમાજનાં 3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ

By

Published : Nov 13, 2022, 8:57 AM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

તાપી : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે 172 નિઝર વિધાનસભા બેઠકની (Nizar Assembly Seat) વાત કરવામાં આવે તો આ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે, ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. આ સાથે ત્રિપાંખિયો જંગ સર્જાઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી ઉમેદવાર અરવિંદ ગામિત

કોંગ્રેસ ઉમેદવાર સુનિલ ગામીત :નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat) પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2014થી ચૂંટાઈને આવતા સુનિલ ગામીતને ટિકિટ આપવામાં આવી છે. સુનીલ ગામીત જેઓ વર્ષ 2005થી દૂધ ઉત્પાદક સહકારી મંડળી જામકીનાં પ્રમુખ તરીકે વર્ષ 2009થી 2014 સુધી તાપી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે સાથે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતી સહિત પશુ પાલન, ખેતીવાડી અને સિંચાઇ વિભાગના ચેરમેન જવાબદારી નિભાવી ચૂકયાં છે. ઉચ્છલ તાલુકા પંચાયતમાં 2015 થી 2017 સુધી પ્રમુખ પદે જવાબદારી નિભાવી હતી. વર્ષ 2014 થી સુમુલ ડેરી સુરતના ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે 2017 માં તેવો નિઝર બેઠકથી ધારાસભ્ય તરીકે પ્રથમ વખત વિજેતા થયાં હતા ત્યારે 172 નિઝરના ધારાસભ્ય તરીકેની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે પાર્ટી દ્વારા પાયાના નેતા અને મહત્વની ભૂમિકા કોંગ્રેસ પાર્ટીમાં ભજવી છે. જેને જોઈ પાર્ટીએ નિઝર વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ભાજપ ઉમેદવાર ડૉ.જયરામ ગામિત

ભાજપ ઉમેદવાર ડૉ.જયરામ ગામિત :નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat) પર ભાજપના ઉમેદવાર ડૉ.જયરામ ગામિતને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવાર પાર્ટીમાં તાપી જિલ્લા પ્રમુખ તરીકે ભૂમિકા ભજવી છે અને થોડાંક જ સમયમાં તાપી જિલ્લા વિસ્તારમાં ભાજપ સંગઠન મજબૂત કરી આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે તાપી જિલ્લા પંચાયત પર કબજો કરી અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી કામગીરી કરી રહ્યા છે. હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મથી તાપી જિલ્લા પ્રમુખ તરીકે તથા વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકેની ભૂમિકામાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપતા નિઝર વિધાનસભામાં કોંગ્રેસ અને આપ સામે પોતે લડશે.

કોંગ્રેસ ઉમેદવાર સુનિલ ગામીત

આમ આદમી પાર્ટી ઉમેદવાર અરવિંદ ગામિત :નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ ગામિતને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવાર પાર્ટીમાં કાર્યકર્તા તરીકે ભૂમિકા ભજવી છે અને થોડાંક જ સમયમાં આમ આદમી પાર્ટીના 172 વિધાનસભા મત વિસ્તારમાં તેઓ કામગીરી કરી રહ્યા છે. હાલમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જિલ્લા સચિવ યુથ વિંગ તરીકેની ભૂમિકામાં છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપતા નિઝર વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ સામે પોતે લડશે.

નિઝર વિધાનસભાઃ એક જ કોમના ત્રણ વ્યક્તિઓ વચ્ચે સત્તા માટે સંગ્રામ

મતદારોનું સમીકરણ :તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠક પર જાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર 282479 મતદારો નોંધાયા છે. 172 નિઝર વિધાન સભાના સોનગઢ તાલુકાના શહેરી વિસ્તારમાં મતદારો સંખ્યા પર નજર કરીએ તો પુરુષ મતદારો 10507, સ્ત્રી મતદારોની 10484 સંખ્યા છે. કુલ મળીને સોનગઢ શહેરી વિસ્તારની કુલ સંખ્યા 20991 છે. ત્યારે સોનગઢ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોની સંખ્યા પુરુષ મતદારો 38402 ,સ્ત્રી મતદારો 40374 અને અન્ય મતદારોમાં માત્ર 1 જ સંખ્યા છે જે કુલ મળીને સોનગઢ ગ્રામ્ય વિસ્તારની કુલ સંખ્યા 78777 છે. ઉચ્છલ તાલુકા વિસ્તારમાં મતદારોની સંખ્યામાં પુરુષ મતદારો 36817 અને સ્ત્રી મતદારો 39034 મતદારો છે જે કુલ મળીને ઉચ્છલ તાલુકા વિસ્તારની કુલ સંખ્યા 75851 છે, નિઝર તાલુકા વિસ્તારમાં મતદારોની સંખ્યા પુરુષ મતદારો 29122 અને સ્ત્રી મતદારો 30063 મતદારો છે જે કુલ મળીને નિઝર તાલુકા વિસ્તારની કુલ સંખ્યા 59185 છે. કુકરમુંડા તાલુકા વિસ્તારમાં મતદારોની સંખ્યા પુરુષ મતદારો 23116 અને સ્ત્રી મતદારો 24559 મતદારો છે જે કુલ મળીને ઉચ્છલ તાલુકા વિસ્તારની કુલ સંખ્યા 47675 છે. જ્યારે 1 અન્ય મતદાર નોંધાયા છે.

નિઝર બેઠક જાતિ સમીકરણ :આ બેઠક પર ગામીત મતદારોની સંખ્યા 112011, વસાવા મતદારો 107892, પટેલ મતદારો 16966, ભીલ મતદારો 6508, લુહાર - સુથાર મતદારો 7530, SC મતદારો 4372, કોટવાળીયા મતદારો 5250, મુસ્લિમ મતદારો 8722, અન્ય સામાન્ય મતદારો 13228 આમ કુલ મળી 282479 મતદારો નિઝર વિધાનસભા બેઠક પર છે.

ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી :તાપી જિલ્લા નિઝર વિધાનસભા બેઠક પર સતત બે ટર્મથી કોંગ્રેસ જીતતું આવ્યું છે. વર્ષ 2017 માં આ બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી સુનીલ ગામીતે અને ભાજપ પક્ષના કાંતિભાઈ ગામીતે પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં સુનીલ ગામીતને 106234 મત મળ્યા હતાં. તો કાંતિભાઈ ગામીત ને 83105 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસ ભાજપ વચ્ચે આપ ઉમેદવાર કેટલી સરસાઈ લાવે છે. તે જોવું રહ્યું સાથે આ બેઠક પર ત્રિકોણીયો જંગ ખેલાશે અને કોણ બાજી મારશે તે આવનાર સમય બતાવશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details