મોડાસામાં મહેમાન બનેલા વડાપ્રધાન મોદીએ પ્રચારસભા ગજવી હતી. જેમાં તેમણે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,વીસ વર્ષમાં વીજળી મળે એવી વ્યવસ્થા કરી હતી. વીસ વર્ષે પહેલા રસ્તાના ઠેકાણા ન હતા. આજે ગામેગામ રસ્તાઓ કર્યા છે. આજે આખા ગામમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં શૌચાલય બનાવ્યા છે. મહિલાઓ પહેલા લાકડાથી રસોઈ કરતી, આજે ઘેર ઘેર ગેસના ક્નેક્શન આપ્યા છે. વીસ વર્ષ પહેલા નાનામાં નાના કામ માટે ગાંધીનગર ધક્કા ખાવા પડતા, પણ હવે ઈગ્રામ અને સર્વિસ સેન્ટર બનાવી છે. કુપોષણમાંથી સુપોષણ સુધી લાવવાના પ્રયાસ કર્યા છે.
બીમારી હોય તો શું થાયઃઆઈકે જાડેજા સમજાવતા કે, મોટી બીમારી આવે તો પરિવારમાં શું થાય. ઘરમાં મોટી બીમારી આવે તો મુશ્કેલીઓ પડે એ પણ આર્થિક રીતે, એટલે આયુષ્યમાન યોજના લાવ્યા. જેમાં પાંચ લાખ રૂપિયા સુધીની કોઈ બીમારી આવે તો બીલ આ (PM Modi Modasa Visit) દીકરો ભરે છે. મહિલાઓનો સ્વભાવ હોય કે પીડા થાય તો પણ કોઈને કહે જ નહીં. કારણ કે તબિયત બગડે તો દવાના ખર્ચા થાય. ગુજરાતમાં આ મહિલાઓ દુઃખ સહન કરતી હતી. જે સહન થયું. એટલે નક્કી કર્યું કે, પાંચ લાખ સુધીની કોઈ પણ બીમારીનો ખર્ચ આ દીકરો કરે છે. જે માટે આયુષ્યમાન યોજના છે. 70 હજારથી વધારે લાભાર્થીઓ તો ગુજરાતમાં છે.
પાણીની મુશ્કેલીઃ સુરત વલસાડ અને તાપીના પટ્ટાને બાદ કરતા પાણીની મુશ્કેલીઓ (Modasa BJP office) શરૂ થાય. વીસ વર્ષ સુધી સેવા યજ્ઞ શરૂ કર્યું. ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે. પાણીની સુવિધાથી ઉત્તર ગુજરાત બદલાયું છે. જેની અસર એની આર્થિક રીતે થઈ છે. અમે નાના ખેડૂતોની (Gujarat BJP Election Campaign) ચિંતા કરી છે. ઓછા પાક લઈને દિવસો કાઢતો હોય છે. અમે વર્ષમાં ત્રણ ચાર વાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર મહિને ફંડ આપી રહ્યા છે. એ પણ રકમ સીધા ખેડૂત
મિલેટ યરઃઆખી દુનિયામાં જવાર અને બાજરીનું મોટું માર્કેટ ઊભું થશે. જેનો લીધો લાભ આ અરવલ્લી મોડાસાને થશે. વીજળીના ઉત્પાદનમાં ગુજરાતમાં નવા કારખાના ઊભા કર્યા છે. ગુજરાત જરૂરિયાત કરતા વધારે વીજ ઉત્પાદન કરે છે. કોરોનાકાળમાં વીજળી હતી એટલે બાળકો ઘરેબેઠા મોબાઈલ ફોનથી ભણી શક્યા. હવે તો ફાઈવજી આવી રહ્યું છે. પહેલા કરતા પાંચ ગણી ક્ષણતા વીજળી પેદા કરવાની છે. ગુજરાતમાં સોલાર પાવરનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દસગણી વીજળી સૂર્યશક્તિથી પેદા કરવાનું કામ કરીએ છીએ. મારૂ સપનું છે કે, એક આખું ગામ સૂર્યશક્તિથી ચાલે છે. ગુજરાતમાં બધેય આ કરવું છે. જેથી વીજળી તો ઘરમાં મફત આવે સાથે વીજળી બીજાને આપી શકાય વીજળીમાંથી કામાણી કરી શકાય એ કામ મોદી જ કરી શકે.
ખેડૂતનું જીવનપણ બદલવું છે. વીજળીના ભાવ માટે ઉત્તર ગુજરાત અને કચ્છી પટેલના ખેડૂતો આંદોલન કરતા. એ સમયે કોંગ્રેસની સરકાર ગોળીઓ દેતી હતી. વીજળી લેવા ગયા હતા અને એને મારી નાંખ્યા. અન્નદાતાને ઊર્જાદાતા બનાવી દીધા છે. ખેતરના કિનારે સોલાર પેનલ લગાવવી શકાય. વધારાની વીજળી સરકારને વેચી શકાય. વીજળી સસ્તી કરવાનું નહીં પણ વીજળી ઉત્પાદનનું કામ અમે કરી શક્યા છે. આ કામ કર્યું છે. પાંચ લાખથી વધારે ક્નેક્શન કર્યા છે. જે પાંચ લાખ હતા એ વીસ લાખે પહોંચ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર ખૂબ કામ ક્યું છે. પહેલી વખત એમએસપી નક્કી કર્યા છે. 90 જેટલી ચીજ એમ એસપ પથી ખરીદાય છે. આ વિકાસની વાત લઈને આ્યો છં. ગુજરાતનો વિકાસ કરવાનું કામ યુવાનોના હાથમાં છે.
મતદાનના તમામ રેકોર્ડ તોડવાનાઃઆ વખતે અરવલ્લી જિલ્લાના મતદાનના તમામ રેકોર્ડ તોડવાના છે. દરેક ઘરમાં આ વાત પહોંચાડવાની છે. મારો જિલ્લો છે. હકથી કહી શકું છું. હુલ્લડ થવાની દુકાનો બંધ થઈ ગઈ છે. મોડાસામાં શું થતું એ મને ખબર છે. આ દિવસો હતા. શાતિં અને એકતામાં જ બધાનું ભલું છે. વીસ વર્ષમાં આ વસ્તુ કરીને બતાવી છે. મારૂ એક કામ કરવાનું છે. બધાના ઘરે જઈ વડીલોને કહેવાનું છે કે, આપણા નરેન્દ્રભાઈ મોડાસા આવ્યા હતા. તમને પ્રણામ પાઠવ્યા છે. એના આશીર્વાદ એ મારી તાકાત છે. એ તાકાતથી મને દેશસેવા કરવાની શક્તિ મળે છે.