ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોઇ નેતા સાયકલ લઇને તો કોઇ  લેમ્બોર્ગિની લઇને ફોર્મ ભરવા માટે ગયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી ગયા છે, ત્યારે રાજ્યમાં રાજકીય પાર્ટીઓના (Ahmedabad assembly seat) ઉમેદવારો ફોર્મ ભરવા જતા પહેલા અલગ અલગ અંદાજ જોવા મળ્યા હતા. કેટલાક ઉમેદવારો ભવ્ય સભા અથવા રેલી યોજીને અલગ-અલગ વાહનો લઈને ફોર્મ ભરવા (Amraiwadi Assembly seat Candidate) જતા પણ નજરે જોવા મળ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓનું અનોખી રીતે નામાંકન બન્યું આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓનું અનોખી રીતે નામાંકન બન્યું આકર્ષણનું કેન્દ્ર

By

Published : Nov 16, 2022, 7:43 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા દરેક પક્ષના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ખાસ વાત એ છે, આ વખતની ચૂંટણીમાં કે દરેક ઉમેદવાર કંઇક નવી અને અનોખી રીતથી ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. આ વખતે ઘણા બધા ઉમેદવારો કંઈક અલગ અને અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

લેમ્બોર્ગિની કારની સવારી

લેમ્બોર્ગિની કારની સવારી: અમદાવાદની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પત્ર રજુ કરવા જતા લોકો આશ્ચર્યમાં (Dharmendra Patel in Amraiwadi) મૂકાયા ગયા હતા. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગિની કાર લઈને ફોર્મ ભરવા ગયા હતા. ઉમેદવારે કાર મામલતદાર ઓફિસ બહાર ઉભી રાખતા લોકોના ટોળા વળ્યા હતા.

ઘોડાની સવારી

ઘોડાની સવારી: સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા બેઠક (Varacha assembly seat) ઉપર આજે વિધાનસભા ઉમેદવાર કુમાર કાનાણી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. પરંતુ તેઓ કંઇક અલગ અંદાજમાં ઘોડા પર સવાર થઈને નીકળ્યા હતા. આ રેલી સમયે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઇએ કે વરાછા વિસ્તાર એ પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. પાસના આંદોલન સમયે આ વિસ્તારમાં સૌથી વધારે વિરોધ જોવા મળ્યો હતો. તે સમયે આટલો વિરોધ હોવા છતા આ બેઠક પર કુમાર કાનાણી જીતીને આવ્યા હતા. અને ફરી એક વખત તેમને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સમયે પોતાના સમર્થકો જોડે ભાજપ જીતશે ના નારા સાથે કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને નીકળ્યા હતા. સાથે જ તેમણે ફરી વખત તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

બળદગાડાની સવારી

બળદગાડાની સવારી: વાઘોડિયા બેઠક (Waghodia Assembly seat) પરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. તેઓ તો બળદગાડામાં તેલના ડબ્બા લઇને ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા.

સાયકલની સવારી

સાયકલની સવારી: અમદાવાદના દરિયાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર ઉમેદવારી કરવા પહોંચ્યા હતા.

ઊંટગાડીની સવારી

ઊંટગાડીની સવારી: અમદાવાદમાં આવેલા ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના (Thakkarbapanagar assembly seat) કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડીમાં બેસીને ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ઊંટગાડીમાં તેમણે પાછળ રાંધણ ગેસનો બાટલો પ્રતીક તરીકે મૂક્યો હતો. જેનો સીધો અર્થ એ થાય છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતા જતા તેમણે ઉટગાડીમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા. કોંગ્રેસે પોતાના જન ઘોષણા પત્રમાં પણ મોંઘવારીનાં મુદ્દાને આ વખતે મુખ્ય સ્થાન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details