ગાંધીનગર : રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું(First phase of voting in Gujarat). જેમાં રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું(Polling on 89 seats). સવારના 08:00 કલાકે મતદાન પ્રક્રિયાની શરૂ કરવામાં આવી હતી અને સાંજના 05:00 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. જેમાં તમામ મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 2017ની સરખામણીએ આ વખતે ઓછું મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં કુલ સરેરાશ 60 ટકા મતદાન થયું છે. (60 percent voting took place in first phase)
ETV Bharat / assembly-elections
First Phase Polls in a Metro City : આ મેટ્રોમાં સિટીમાં થયું મહત્તમ અને ન્યૂનતમ મતદાન - પ્રથમ તબક્કામાં કુલ 59 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેમાં આજે તારીખ 01/12/2022ના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું(First phase of voting in Gujarat). આજે 19 જિલ્લામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી(Polling on 89 seats). સવારના 08:00 વાગ્યાથી લઇને સાંજના 05:00 સુધીમાં તમામ મતદાન મથકો શાંતિપુર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. મતદારોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને મેટ્રો સીટીમાં સારા એવા પ્રમાણમાં મતદાન થયું છે. (First Phase polls in a metro city)
સૌથી વધુ અને સૌથી ઓછુ મતદાન:આજે સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારેસૌથી ઓછુ મતદાન પોરબંદરમાં 53.84 ટકા થયું હતું. 2017માં તાપી જિલ્લામાં 79.42 ટકાઅને પોરબંદરમાં 62.23 ટકા મતદાન થયું હતું.
તાપીમાં સૌથી વધુ મતદાન : અમરેલીમાં 52.73, ભરૂચમાં 63.08, ભાવનગરમાં 57.81, બોટાદમાં 57.15, ડાંગમાં 64.84, દેવભૂમિ દ્વારકામાં 59.11, ગીર સોમનાથમાં 60.46, જામનગરમાં 53.98, જુનાગઢમાં 56.95, કચ્છમાં 54.91, મોરબીમાં 67.60, નર્મદામાં 68.09, નવસારીમાં 65.91, પોરબંદરમાં 53.84, રાજકોટમાં 57.48, સુરતમાં 57.83, સુરેન્દ્રનગરમાં 60.71, તાપીમાં 72.32 અને વલસાડમાં 65.24માં ટકા મતદાન થયું હતું.