ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન, મહત્વના ઉમેદવારો મતદાન મથક સહિત બધી જાણકારી એક ક્લિકમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં બે ચરણમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. 1 ડીસેમ્બરે પ્રથમ ચરણમાં ( First Phase Polling ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મળી કુલ 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે.જેમાં 788 ઉમેદવારોનું ( First Phase total candidates ) ભાવિ નક્કી થશે. આ મતદાનને લગતી વિવિધ મહત્ત્વની જાણકારી ( Gujarat Election at a glance ) પર રીપોર્ટ.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન, મહત્વના ઉમેદવારો મતદાનમથક સહિત બધી જાણકારી એક ક્લિકમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન, મહત્વના ઉમેદવારો મતદાનમથક સહિત બધી જાણકારી એક ક્લિકમાં

By

Published : Nov 26, 2022, 6:12 PM IST

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું પ્રથમ ચરણનું મતદાન યોજાવાનું છે. 69 મહિલા ઉમેદવાર અને 719 પુરુષ ઉમેદવાર મળીને 788 ઉમેદવારોની ( First Phase total candidates ) હારજીત આ મતદાન ( First Phase Polling ) માં નક્કી થઇ જશે. ત્યારે આ મહત્ત્વની પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારમાં કેટલી બેઠકો પર કેટલા મતદારો મતદાન થશે, બેઠકોની કેટેગરી કઇ કઇ છે, કુલ મતદાન મથક, કુલ રાજકીય પક્ષો કેટલા છે વગેરે સહિતનું સમાવેશી ચિત્ર ( Gujarat Election at a glance ) જોઇએ.

કુલ 19 જિલ્લામાં મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં 89 બેઠક ( First Phase total Seats ) પર મતદાન યોજાશે. આ 19 જિલ્લાઓમાં અમરેલી, ભરુચ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ,કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.

19 જિલ્લાની ખાસ સીટો 19 જિલ્લાની 89 બેઠકોમાં મતદાનમાં ( First Phase Polling )જે બેઠકો પર ખાસ નજર રહેશે તેવી બેઠકોમાં સૌરાષ્ટ્રની બેઠકોમાં જસદણમાં કુંવરજી બાવળિયા, મોરબીમાં કાંતિ અમૃતિયા, પોરબંદરમાં બાબુ બોખીરીયા, તાલાળામાં ભગવાન બારડ, ભાવનગર ગ્રામ્ય પરસોતમ સોલંકી, જામનગર ઉત્તર રીવાબા જાડેજા, વરાછામાં કિશોર કાનાણી, મજૂરામાં હર્ષ સંઘવી, રાજકોટ પૂર્વ ઉદય દાનગર, અબડાસામાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી, રાજકોટ પશ્ચિમમાં ડોક્ટર દર્શિતા શાહ, ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી સહિતના ભાજપ ઉમેદવારોની બેઠક પર ખાસ નજર રહેશે. જ્યારે કોંગ્રેસ માટે અમરેલીમાં પરેશ ધાનાણી અને લાઠીથી વીરજી ઠુમર, તો આમ આદમી પાર્ટી માટે કતારગામથી ગોપાલ ઇટાલિયા, જામખંભાળિયાથી ઇશુદાન ગઢવી અને વરાછામાં અલ્પેશ કથિરીયા ખાસ ઉમેદવાર છે. સાથે કુતિયાણાથી કાંધલ જાડેજાની હારજીત પણ આ મતદાનમાં નક્કી થશે.

કુલ મતદાર સંખ્યાઆમાં જોઇએ તો ( 35 Seats Of South Gujarat ) અને સૌરાષ્ટ્ર - કચ્છની કુલ 54 બેઠક પર કુલ મળીને 2,39,76,670 મતદાર ( First Phase total Voters ) નોંધાયા છે. જેમાં કુલ 1,24,33,362 પુરુષ મતદાર છે અને 1,15,42,811 મહિલા મતદાર ઉપરાંત અન્ય 497 મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે.

89 બેઠકની કેટેગરી પહેલા ચરણમાં ( First Phase Polling ) જે 89 બેઠક પર મતદાન થશે તેમાં ( First Phase Seat category ) એસસી એસટી અને જનરલ કેટેગરીની બેઠકોની સંખ્યા જોઇએ. આમાં કુલ એસસીની 7 બેઠક છે, એસટીની 14 બેઠક છે અને જનરલ કેટેગરીની 68 બેઠક છે.

કુલ મતદાન મથક તમામ 89 બેઠક પરના કુલ મતદાનમથકની સંખ્યા 25,371 છે. ઉલ્લેખનીય છે કે સુરતની ચૌર્યાશી બેઠક જે રાજ્યની સૌથી મોટી બેઠક છે તેના પર સૌથી વધુ 526 મતદાન મથક ઊભા કરાયાં છે. પ્રથમ ચરણના મતદાનમાં આ સૌથી વધુ મતદાન મથક ધરાવતી બેઠક છે.

સૌથી વધુ અને સૌથી ઓછા ઉમેદવાર પહેલા ચરણમાં સૌથી વધુ ઉમેદવાર અને સૌથી ઓછા ઉમેદવારની સંખ્યા ધરાવતી બેઠક જોઇએ તો સૌથી ઓછા 3 ઉમેદવાર ધરાવતી બેઠકો 3 છે, જેમાં ગણદેવી, ઈડર અને સુરતની મહુવા બેઠક શામેલ છે. જ્યારે સૌથી વધુ 44 ઉમેદવાર ધરાવતી સુરતની લિંબાયત બેઠક છે. 89 બેઠકોમાં ઉમેદવારોની સરેરાશ જોઇએ તો બેઠકદીઠ 9 ઉમેદવાર છે.

પ્રથમ ચરણમાં કુલ રાજકીય પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ 182 બેઠકો પર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. એ સિવાય પણ કેટલાક નાના પક્ષ છે જેમણે પસંદગીની બેઠકો પર ઉમેદવાર ( First Phase Total Political Parties ) ઊભાં રાખ્યાં છે. પહેલા ચરણની ( First Phase Polling ) 89 બેઠકોના સંદર્ભે જોઇએ તો ભાજપના 89, બીએસપીના 57, કોંગ્રેસ 89, આમ આદમી પાર્ટી 88- કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચી લેતાં આ બેઠક પર આપ ઉમેદવાર નથી. સીપીઆઈ-એમના 5, સીપીઆઈ 2, બીટીપી 14, અપક્ષ 338, એઆઈએમઆઈએમ 6 અને અન્ય પક્ષોના કુલ 100 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details