વલસાડગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat ) પર તેમજ ઉમરગામ વિધાનસભા બેઠક ( Umargam Assembly Seat )પર આવેલ તમામ મતદાન બુથ પર યુવાનો પ્રથમ વખત, તો, વૃદ્ધ મતદારો, અપંગ મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન ( First Phase Election 2022 ) કર્યું હતું. મતદાન મથક પર મતદારોની લાંબી કતાર જોવા મળી છે. પારડી બેઠક પર 1,36,738 પુરુષ મતદારો, 1,22,524 સ્ત્રી મતદારો મળી કુલ 2,59,267 મતદારો છે. મતદારો તમામ મતદાન બુથ પર ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ઉમરગામ બેઠકમાં 1,51,902 પુરુષ મતદારો, 1,33,493 સ્ત્રી મતદારો મળી કુલ 2,85,398 મતદારો છે.
વલસાડમાં પ્રથમવાર મત આપનાર યુવામાં ઉત્સાહ મતદાનના આ ઉત્સવમાં યુવાનોએ પહેલી વાર મતદાન ( First Time Voter in Valsad ) કર્યું હતું અને મતદાન મથક પરની વ્યવસ્થાની સરાહના કરી હતી. તો, વૃદ્ધ અને અપંગ મતદારોએ પણ મતદાન કરી દરેક મતદાતાએ મતદાન અવશ્ય કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. 182 ઉમરગામ (અ.જ.જા.) બેઠક છે. ચૂંટણી 2022માં આ બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે.
વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાસમગ્ર વલસાડ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના 13,29,239 મતદારો 1395 બુથ પર મતદાન કરવા આવી રહ્યા છે. મતદાન માટે જિલ્લાના 10300 અધિકારી અને કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં ( Election process in Valsad district ) સંકળાયા છે. મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે 6747 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લાના મતદાન બુથ પર કુલ 1827 EVM અને 2068 VVPET સહિતની સામગ્રી સાથે મતદાનનો પ્રારંભ સવારના 8 વાગ્યાથી થયો હતો. જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 35 ઉમેદવારો વચ્ચે ખેલાનારા ચૂંટણી જંગમાં કુલ 13,29,239 મતદારો કુલ 1395 મતદાન મથકો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું છે.