ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ પક્ષે દ્વારા ટિકિટની વહેંચણીને પહેલા અમુક નિયમો લાવવામાં આવે છે. જે નિયમને લઈને અનેક ઉમેદવારોના સપના ડોળાઈ જાય છે. ત્યારે આજે પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (BJP State President CR Patil) નિયમોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ ધારાસભ્ય અને સાંસદ સભ્યના પરિવારજનોને ટિકિટ આપશે નહીં.
સી આર પાટીલે દાખલો આપ્યો :ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખાસ દાખલો આપ્યો હતો કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ભરત ડાભીએ પોતાના પરિવારના સભ્યો માટે વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ અમે તેમની માંગણીઓને નકારી છે. જ્યારે ભાજપ પક્ષ આ વખતે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્યના પરિવારજનોને એક પણ ટિકિટ આપશે નહીં. ભાવનગરના દરિયાઈ પટ્ટાની વાત કરવામાં આવે તો હીરા સોલંકી અને ઉત્સત્તમ સોલંકીએ પણ ટિકિટની વાત કરી છે, ત્યારે સી આર પાટીલે આ બાબતે જણાવ્યું હતું કે, બંનેની બેઠકો જુદી જુદી છે અને તેમની નીતિ રીતે પણ અલગ છે. જ્યારે ત્યાં પરિવાર વાદ જોવા નથી આવતો અને વિધાનસભા બેઠક પણ અલગ અલગ છે.