અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) નેતાઓ તો ચર્ચામાં આવે જ છે, પણ એક એવું નામ પણ ચર્ચામાં છે જે એકાઉન્ટર સ્પેશાલિસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ બીજા કોઈ નહી પણ પ્રજા વિજય પક્ષના રાષ્ટ્રીય કન્વીનર ડી.જી વણઝારા છે. જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો નવો પક્ષ લઈને રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે. આવો જાણીએ ડીજી વણઝારા વિશેને નેતાની નોટબુકમાં. (DG Vanzara Netani Notebook )
1980માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે જોડાયા:ડીજી વણઝારા 1980માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા (DG Vanzara Police Profile) હતા. ડાહ્યાજી ગોબરજી વણઝારા, જેઓ D. G. વણઝારા તરીકે જાણીતા છે, જ્યારે 1987માં IPS અધિકારી તરીકે અપડેટ થયા હતા. 29 સપ્ટેમ્બર 2007 પછી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે તેમને બઢતી આપવામાં આવી હતી. જ્યારે 31 મે 2014ના રોજ ડીજી તરીકે નિવૃત્ત થયા અને ફેબ્રુઆરી 2020માં નકલી એન્કાઉન્ટર કેશોમાં ક્લીન ચીટ મળી હતી. 2007થી 2015 તેમના જામીન સુધી ન્યાય કસ્ટડીમાં હતા, જ્યારે તેમણે આતંકવાદ વિરુદ્ધ ટુકડી એટલે કે ATSનું નેતૃત્વ કર્યું હતું અને 2017માં શાહબુદ્દીન કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ડીજી વણઝારા ઉપર શંકાસ્પદ હત્યાના કેસો:ડીજી વણઝારા ઉપર શંકાસ્પદ હત્યાના કેસો (DG Vanzara Cases) પણ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સપ્ટેમ્બર 2002માં શમીરખાનનો એન્કાઉન્ટર કેસ, 2003માં સાબિદ જમાલની એન્કાઉન્ટર કેસ, 15 જૂન 2004ના રોજ ઈસરત જહા અને અન્ય ત્રણને ગોળી મારી એન્કાઉન્ટર કેસ, 2005માં સોહરાબુદ્દીન શેખને ગોળી મારીને એન્કાઉન્ટર 28 ડિસેમ્બર 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિને ગોળી મારીને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં સપ્ટેમ્બર 2013 સુધીમાં 6 IPS અધિકારીઓ સહિત 32 પોલીસ અધિકારીઓ હતા. જે એકાઉન્ટર સંદર્ભે જેલમાં ગયા હતા અને આ તમામ અધિકારીઓ ડીજી વણઝારા હેઠળ કામ કરી ચૂક્યા હતા.