અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણીના (gujarat assembly election 2022) બીજા તબક્કામાં મયાદાન 5 ડિસેમ્બરે યોજાશે. ગુજરાતના અમદાવાદ શહેરમાં લઘુમતી અને દલિત પ્રભુત્વ ધરાવતા દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારના (minority and Dalit-dominated Danilimda assembly constituency) અંકુશને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાની તીવ્ર લડાઈ(An intense prestige battle between BJP and Congress) ચાલી રહી છે. જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ એક પણ વાર ભાજપ જીતી શકી નથી.ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે મોનોપોલી તોડવાની સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. કારણ કે તે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમના (All India Majlis-e-Ittehadul Muslimeen) એન્ટ્રી સાથે આ બેઠક પર જંગ જામ્યો છે. આ બેઠક પર બેઠક પર ભાજપ કોંગ્રેસના મતોના વિભાજન પર આશા રાખી રહી છે. ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં છે.
દાણીલીમડા અનુસૂચિત જાતિ (SC) દ્વારા અનામત વિધાનસભા ક્ષેત્રએ અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાંથી એક છે અને તે બીજા તબક્કામાં એટલે કે 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. તે સીમાંકન બાદ બનાવવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં બે વિધાનસભા ચૂંટણીઓ જોવા મળી છે. 2012 અને 2017માં આ બેઠક પરથી ચૂંટણી લડાઈ હતી. તે એવી બેઠકોમાંથી એક છે જ્યાં હજુ પણ વિરોધ પક્ષનો દબદબો છે.
2017માં અમદાવાદ જિલ્લાની 21માંથી 15 બેઠકો ભાજપે જીતીહતી, જ્યારે બાકીની છ બેઠકો કોંગ્રેસે જીતી હતી. દાણીલીમડા બેઠક પર લગભગ 2,65,000 નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 34 ટકા લઘુમતી સમુદાયના છે.. દલિત-એસસી સમુદાયની વસરતી પણ 33 ટકા જેટલી છે. બાકીના પટેલ અને ક્ષત્રિય સમુદાયના છે. કોંગ્રેસના શૈલેષ પરમાર કે જેઓ ગુજરાત વિધાનસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પણ છે 2012થી આ બેઠક પર 50 ટકાથી વધુ મત મેળવીને જીતી રહ્યા છે.
પ્રદેશ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે શૈલેષ પરમાર મતવિસ્તારના લોકો માટે હંમેશા હાજર હોય છે. તેમની જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા રાજકીય કનેકશનને ધ્યાનમાં લીધા વિના તેઓ તેમના મતવિસ્તારના લોકો માટે ઘણા કામ કર્યા છે.કોંગ્રેસના સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર અહીંથી પાર્ટીની જીતની ચાવી લઘુમતી મતો અને દલિત મતો પાસે છે. જો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી AAP અને અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની AIMIMની એન્ટ્રીએ કોંગ્રેસને ખલેલ પહોંચાડી છે. સ્થાનિક કોંગ્રેસ બોડીને આશંકા છે કે AAP તેના દલિત મતો પોતાની તરફ આકેશી શકે છે. જ્યારે AIMIM લઘુમતી મતોનું વિભાજન કરી શકે છે. કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા અને કોર્પોરેટર જમનાબેન વેગડાએ અપક્ષ તરીકે ચૂંટણી લડતા આ વિસ્તારની જૂની પાર્ટી માટે પડકાર મુશ્કેલ બન્યો છે.