બાયડ:અરવલ્લીના બાયડ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો વિજય થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો(mahendrasih waghela lose bayad assembly seat) પરાજય થયો છે. બાયડ બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને (Mahendrasinh Vaghela win lose) મેદાને ઉતાર્યાં છે. આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન સિવાય કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ સભાઓ અને રેલીઓ કરતા જોવા મળ્યા હતા. બાયડ વિધાનસભા બેઠકના(bayad assembly seat result) ઉમેદવાર ભીખીબેન પરમારના પ્રચાર અર્થે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.
મતદાનની સ્થિતિ:2022 વિધાનસભા ચૂંટણીમાં બાયડ વિધાનસભા બેઠક (bayad assembly seat result)પર 70.02 ટકા મતદાન થયું છે. 2017માં 1 લાખ 58 હજાર 248 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 70.88% મતદાન થયું હતુ. જેમાં 72 હજાર 855 મહિલાઓ અને 82 હજાર 674 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા 7901 મતથી જીત્યા હતા. જેમાં ધવલસિંહ ઝાલાને 79 હજાર 556 મત મળ્યાં હતા, જેની સામે ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણને 71 હજાર 655 મત મળ્યાં હતા.