વાઘોડિયા: દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની દબંગગીરીનો અંત આવ્યો છે. અપક્ષ ધારાસભ્ય ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિધાનસભા બેઠક (madhu Shrivastav mla lose vaghodia aasembly seat)પરથી હાર્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને અનેક વાર વાણી પર કાબુ ગુમાવ્યો હતો તેને લઈને વિવાદ પણ થયો હતો. મધુ શ્રીવાસ્તવ ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ટોચના નેતાઓ પણ મધુ શ્રીવાસ્તવને(madhu Shrivastav mla wim lose) મનાવવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ માન્ય ન હતા. આખરે તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
મતદાનની સ્થિતિ:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (gujarat assembly election 2022)વાઘોડિયા બેઠક (vaghodia assembly seat result) પર 63.57 ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં 76.92 ટકા મતદાન થયું હતું. આ વખતે તેમાં 13.35 ટકા મતદાન ઘટ્યું છે. ભાજપ સાથે છેડો ફાડનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (madhu Shrivastav mla wim lose)અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્ત (madhu Shrivastav mla wim lose)63,049 મેળવી વિજેતા થયા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52,734 મત મળ્યા હતા. મધુ શ્રીવાસ્તવ (madhu Shrivastav mla wim lose)2017માં 10,315 મતના માર્જીનથી જીત્યા હતા.