ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કુતિયાણા વિધાનસભા બેઠક પર સતત ત્રીજી વાર કાંધલ'રાજ' - gujarat election result update

ગુજરાતના પોરબંદરની કુતિયાણા બેઠક(kutiyana assembly seat) પર કાંધલ જાડેજા સતત ત્રીજી વાર ધારાસભ્ય બન્યા છે. કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પર છેલ્લા બે ટર્મથી NCPમાંથી(Nationalist Congress Party) ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. જો કે વખતે અહીં સમીકરણો બદલાયા છે. કોંગ્રેસ અને NCPનું ગઠબંધન(alliance of Congress and NCP) થતાં કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાંથી મેદાને(Kandhal Jadeja Samajwadi Party candidate) ઉતર્યા હતા.

કુતિયાણામાં 10 વર્ષથી ચાલતું કાંધલ'રાજ' યથાવત કે પછી અંત
કુતિયાણામાં 10 વર્ષથી ચાલતું કાંધલ'રાજ' યથાવત કે પછી અંત

By

Published : Dec 7, 2022, 9:09 AM IST

Updated : Dec 8, 2022, 1:58 PM IST

પોરબંદર:ગુજરાતના પોરબંદરની કુતિયાણા બેઠક(kutiyana assembly seat) પર કાંધલ જાડેજા સતત ત્રીજી વાર ધારાસભ્ય બન્યા છે. પોરબંદર જિલ્લામાં આ વખતે 54 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે પોરબંદરની કુતિયાણા બેઠક(kutiyana assembly seat) પર છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય રહેલા કાંધલ જાડેજાએ(kandhal jadeja kutiyana assembly seat win lose) 2022ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી જીત મેળવી છે.

બે ટર્મથી કાંધલનું પ્રભુત્વ: કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. આ વખતે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી હતી. વિધાનસભાની આ ચૂંટણીમાં કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તો આમ આદમી પાર્ટીએ ભીમાભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા.

કુતિયાણામાં ચાર ઉમેદવારો વચ્ચે જંગ

મતદાનની સ્થિતિ: કુતિયાણા બેઠક પર કુલ 56.33 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન 76.31 ટકા દિગ્વિજયગઢ ગામે જ્યારે સૌથી ઓછું 36.78 ટકા મતદાન રાણા વડવાળા ગામે થયું છે. પોરબંદર જિલ્લાની 84 કુતિયાણા વિધાનસભાની બેઠક પર ગઇકાલે ગુરુવારે મતદાન યોજાયું હતું. કુતિયાણા બેઠક પર પર ચોપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. મતદાન થતા ખાસ કરીને વૃદ્ધો અને યુવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકીય સમીકરણો:વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ન હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને અપક્ષો સહિત 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી લીડથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને તેઓએ જંગી લીડથી હરાવ્યા હતા.

જાતિગત સમીકરણો:બહુમતી મતદારો મહેર કુતિયાણા બેઠક પર નોંધાયેલા મતદારો કુતિયાણા બેઠક પર 2 લાખ 25 હજાર 763 જેટલા મતદારો નોંધાયેલા છે. જે પૈકીના બહુમતી મતદારો મહેર જ્ઞાતિમાંથી આવે છે જેથી અહીં ચૂંટણી જંગમાં તમામ રાજકીય પક્ષો મહેર જ્ઞાતિના અગ્રણીને ઉમેદવાર તરીકે પસંદ કરતા હોય છે. અહીંથી ગોડ મધર તરીકે સમગ્ર રાજ્યમાં કુખ્યાત થયેલા સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જે કાંધલ જાડેજા ના માતા હતા. જેને લઈને પણ આ બેઠક baahubali બેઠક તરીકે રાજ્યની વિધાનસભામાં પ્રસિદ્ધ છે.

રાજકીય પૃષ્ઠભૂમિ: સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCPમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.

સેવાકીય પ્રવૃતિ: કુતિયાણા સહિતના વિસ્તારમાં ગૌસેવા, અનેક ભૂખ્યાને ભોજન, વૃધ્ધઆશ્રમ, અનેક આરોગ્ય કેમ્પના આયોજન કર્યા છે. શિક્ષણક્ષેત્રમાં એસ.એમ.જાડેજા કોલેજની સ્થાપના કરી છે. આ ઉપરાંત છાત્રાલયની પણ સ્થાપના કરી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. ખેડૂતેને વ્હારે કાંધલભાઈ: ભાદર નદી પરના ભાદર 2 ડેમ બાટવા ખારા ડેમ પર તથા ક્લીન્દ્રી સિંચાઈ યોજનામાંથી સ્વખર્ચે ખેડૂતોને પિયત માટે હજારો ક્યુસેક પાણી છોડાવ્યુ હતું. કોરોનાકાળ દરમિયાન કુતિયાણા વિસ્તારમાં ગામોમા હજારો લોકોને રાશનકિટ વિતરણ અને સતત 2 મહિના સુધી કુતિયાણા, રાણાવાવ, રાણા કંડોરણા અને માધવપુર ખાતે ભૂખ્યાને બંને ટાઇમનું ભોજન વિતરણ કરી લોકોની મદદ કરી હતી. આમ લોકોના દિલમાં બાહુબલી નેતાની છાપ ધરાવે છે.

Last Updated : Dec 8, 2022, 1:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details