રાજકોટ પશ્ચિમનું રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ભાજપના ડો. દર્શીતા શાહની(dr darshita shah win rajkot west assembly seat) 1 લાખથી વધુની રેકોર્ડબ્રેક જીત થઇ છે.બહુચર્ચિત રાજકોટ પશ્ચિમ બેઠક પર આ વખતે ઓછું મતદાન થયું છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે આ બેઠક પર 55.5 ટકા મતદાન થયું હતું. 2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર 69.02 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે આ બેઠક પર 10.52 ટકા મતદાન ઓછું થયું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા અને તેમની સામે કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ મેદાને હતા. 2017 વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણીને 1,31,586 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુને 77,831 મત મળ્યા હતા. વિજય રૂપાણી આ બેઠક 53,755 મતના માર્જીનથી બેઠક જીત્યા હતા
આ વખતે કાંટાની ટક્કર: હાલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત ડોક્ટર મહિલા ડો. દર્શિતા શાહને (dr darshita shah bjp candidate win or lose)મેદાને ઉતાર્યા હતા. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની દાવેદારી હોય તેવી પ્રથમ વખત ઘટના બની છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ (dr darshita shah bjp candidate win or lose)ડોક્ટર છે, તેને ટિકિટ આપી નરેન્દ્ર મોદીએ સંઘની પરંપરા જાળવી રાખી છે. જયારે કોંગ્રેસે તેના જુના કાર્યકર મનસુખ કાલરીયા (Mansukh Kalaria)ને ટિકિટ આપી હતી. જો કે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી દિનેશ જોશીને ટિકિટ આપી હતી.