રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી છે, ત્યારે ચૂંટણી માટેના મતદાનની તારીખ અને મતદાન માટેની ગણતરી અંગેની તારીખો જાહેર કરવામાં આવી છે. જેને લઇને દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણીલક્ષી કામગીરી કરવા તેમજ પોતાના પક્ષના પ્રચાર પ્રસાર અને ચૂંટણી જીતવા માટેના દાવ પેચ રમતા જોવા મળતા હોય છે. કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં આ યાત્રા રાજકોટના ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર પહોંચી હતી જ્યાં પરિવર્તન યાત્રામાં ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને મત આપવાની વાત કરતા રાજકીય ખળભળાટ પણ જોવા મળ્યો છે.
ETV Bharat / assembly-elections
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને મત આપવાની કરી વાત - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રામાં ભાષણ દરમિયાન કોંગ્રેસના લલિત વસોયાએ ભાજપને મત આપવાની વાત કરી હતી. તેમના આ નિવેદન બદલ રાજકીય ખળભળાટ જોવા મળી રહ્યો છે.
![કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને મત આપવાની કરી વાત કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને મત આપવાની કરી વાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16853855-thumbnail-3x2-lalit---copy---copy.jpg)
ભાજપ તરફ વલન જોવા મળ્યું વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધોરાજી ઉપલેટા બેઠક પરના ઉમેદવાર લલિત વસોયાએ 25,000 કરતા પણ વધારે લીડથી જીત મેળવી હતી. લડાયક નેતા તરીકે જાણીતા લલિત વસોયાએ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં સામેલ થઈ અને સંકલ્પ યાત્રાના ભાષણની અંદર ભાજપને મત આપવાની જાહેરમાં વાત કરતા રાજકીય ગરમા ગરમી શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે.
આપ પર કર્યા પ્રહારો કોંગ્રેસના લલિત વસોયા છેલ્લા ઘણા સમયથી ભાજપ કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા છે. ચૂંટણીઓ નજીક આવતા લલિત વસોયા ભાજપમાં ભળી રહ્યા હોઈ તેવી વાતો ચાલતી હતી અને ભાજપના રાજનેતાઓ અને આગેવાનો સાથે કાર્યક્રમની અંદર જોવા પણ મળતા હતા. ફરી એક વખત તેઓ કોંગ્રેસ તરફી જુકાવ કરતા પણ નજરે પડી રહ્યા છે. જેમાં લલિત વસોયાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટીને મત દેવા કરતા તો ભાજપને મત આપવો જોઈએ" તેવું પોતાના ભાષણની અંદર જણાવ્યું હતું.