અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી2022નો (Gujarat Assembly Election 2022) જંગ જામ્યો છે ત્યારે બીજા તબક્કાના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના બે બળવાખોર નેતાઓએ પ્રદેશ દ્વારા ભારે મથામણ બાદ પણ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડશે ભાજપા સામે અપક્ષ ઉમેદવારીકરતા ભાજપ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે. ભાજપના વાઘોડિયાના છ ટર્મથી ચૂંટતા મધુ શ્રીવાસ્તવ અને પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા) એ ભાજપમાંથી ટિકીટ ન મળતા ભાજપના જ ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હતી. આ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતા વડોદરા જિલ્લાની પાદરા (Padra seat of Vadodara district) અને વાઘોડિયા બેઠક (Waghodia seat of Vadodara district) પર ચતુષ્કોણીય જંગ યોજાશે તે નક્કી થઈ ગયું છે.
વાઘોડિયા બેઠક પર ખરા ખરીનો જંગવાઘોડિયા વિધાનસભા બેઠક પર છેલ્લા છ ટર્મથી ચૂંટતા ભાજપના મધુ શ્રીવાસ્તવને ભાજપ પ્રદેશ મોવડી મંડળ (BJP Pradesh Movadi Mandal) દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા સમર્થકો સાથે ભારે નારાજગી દાખવી હતી. તેઓ સમર્થકો સાથે ભાજપમાંથી તમામ સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. બાદમાં રાજ્ય ગૃહપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભારે સમજાવટ માટે અનેક પ્રયત્નો કરવા છતાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડી હતી. ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દબંગ ધારાસભ્ય કહેવાતા મધુ શ્રીવાસ્તવએ ભાજપના જ ઉમેદવાર સામે જંગ છેડી દીધો છે. ચોક્કસથી આ બેઠક પર ચતુષ્કોણીય જંગ યોજાશે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ, કોંગ્રેસ ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ રાજપુત સાથે અપક્ષ ઉમેદવાર તરીકે બે દિગ્ગજ નેતાઓ જેમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બેઠક ખૂબ જ રસપ્રદ બનશે.
નારાજગી સામે લડી લેવાના મૂડમાંવડોદરા જિલ્લાની પાદરા બેઠક પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં વડોદરા ડેરીના ચેરમેન (Chairman of Vadodara Dairy) દિનેશ પટેલ (દિનુમામા) ને ભાજપ દ્વારા ટિકીટ ન અપાતા ભારે નારાજગી જોવા મળી હતી. તેઓને પણ ભાજપના કેટલાક પ્રતિનિધિઓ દ્વારા ભારે સમજાવટ બાદ પણ તેઓ અપક્ષ લડવાની જીદે અડગ રહ્યા હતા. આજે તેઓએ પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ બેઠક પર ખુબ જ રસપ્રદ પરિણામ આવશે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૈતન્ય ઝાલા, કોંગ્રેસના હાલના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર (પઢિયાર) તો આમ આદમી પાર્ટીમાંથી સંદીપસિંહ રાજ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા ડેરીના ચેરમેન એવા દિનેશ પટેલે પણ ભાજપના જ ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભારે રસપ્રદ જંગ યોજાઈ શકે છે.
લોકોની નાત-જાત ભેદભાવ વગર કામ કર્યુંવાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મેં છ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાયા બાદ અનેક વિકાસના કામો કર્યા છે, પરંતુ કેટલાક કામો બાકી રહી ગયા છે. તેને પૂર્ણ કરવા માટે મેં ભાજપમાંથી ફરી એકવાર ટિકીટની માગણી કરી હતી. પરંતુ મને ટિકીટ ન આપતા હું અપક્ષ તરીકે ઉમેદવારી કરી અધૂરા કામોને હું પૂરા કરવા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અગાઉ પણ મેં 1995માં 27 હજારની લીડથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. ફરી એકવાર વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી છે. ફરી એકવાર હું જીતીશ તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોએ મને નિસ્વાર્થ પણે કામગીરી કરી છે. ત્યારે કોઈપણ વ્યક્તિમાં નાત, જાત, ભેદભાવ વગર વિવિધ વિકાસના કામો કર્યા છે. ભાજપે મને 5 વાર ટિકીટ આપી અને અનેક વિકાસના કામો કર્યા છે. આજે ટિકિટ ન મળતા કાર્યકર્તાઓની માંગણી અને નારાજગીને કારણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
આશા હંમેશા અમર હોય છેપાદરા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગત 2017 વિધાનસભામાં હારેલા દિનેશ પટેલેને ટિકીટ ન આપતા નારાજગી જોવા મળી હતી. ત્યારે આજે તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષમાંથી ચૂંટણી હાર્યા બાદ પણ તાલુકાની જનતા માટે કોઈપણ કામ કરવા માટે મેં કચાશ રાખી નથી. એકાએક ટિકીટ ન મળતા બધા જ તાલુકાના કાર્યકર્તાઓને નારાજગીને જોતા મેં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આશા હંમેશા અમર હોય છે. ત્યારે મારી ઓળખ પાદરા તાલુકાના લોકોને આપવાની રહેતી નથી. તેઓના સુખ અને દુઃખ માટે હંમેશા હું ભાગીદાર રહ્યો છું. 1998થી વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું. અપક્ષ ચૂંટાયા બાદ ભાજપમાં આવી લોકોની સેવા કરી છે અને આજે પણ અપક્ષ લડી લોકોની સેવા કરીશ.
બાયડ બેઠક ઉપર ભાજપમાં ભડકો છેલ્લે છેલ્લે ઉમેદવારોના નામની જાહેરાત થતા અરવલ્લીની બાયડ બેઠક પર ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લાના 32 બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ભાજપ દ્વારા ટિકીટ કાપવામાં આવતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગુરૂવારે બપોરે મોટી સંખ્યામાં સર્મથકો સાથે ભવ્ય રોડ શો યોજ્યા પછી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ભાજપ સામે બળાપો કાઢ્યોઆ વખતે બાયડ વિધાનસભાની ચૂંટણી રસાકસીભરી રહે તેવું સ્પષ્ટપણે લાગે છે. જેમાં ભાજપના નેતા ધવલસિંહ ઝાલાને ટિકીટના મળતા પાર્ટી સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકોના હુકુમ સાથે તેમણે રોડ શો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા તેમણે 27 વર્ષના શાશન સામે પ્રશ્રો ઉઠાવી આડકતરી રીતે ભાજપ સામે બળાપો કાઢ્યો હતો. ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું 25 વર્ષથી અહીં જે રીતે રાજકારણ થઈ રહ્યું છે તે બતાવી રહ્યો છું. પ્રજાને જ અન્યાય થઈ રહ્યો છે.