ગુજરાત

gujarat

By

Published : Dec 3, 2022, 1:35 PM IST

ETV Bharat / assembly-elections

વડોદરા જિલ્લા શહેરની 10 બેઠકો માટે પ્રચાર પડઘમ થશે શાંત

ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ ચરણ (Gujarat assembly election 2022 second phase) માટે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. જિલ્લા શહેરના 26.02 લાખ મતદારો 72 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. શહેર જિલ્લામાં 10 બેઠકો માટે 2590 મતદાન મથકો ઉભા કરવામાં આવશે

વડોદરા જિલ્લા શહેરની 10 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થશે
gujarat-assembly-election-2022-campaign-over-in-vadodara-district

વડોદરા: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના(Gujarat assembly election 2022 second phase) વડોદરા શહેર જીલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે આજે પ્રચાર પ્રસારના પડઘમ શાંત (campaign over in 10 seats of vadodara) થશે. વડોદરા જિલ્લોની સાવલી, વાઘોડિયા, ડભોઈ,પાદરા, કરજણ બેઠક જ્યારે વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર બેઠક પર આજે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર થંભી જશે પ્રચાર થંભે તે પૂર્વે શહેર જિલ્લામાં તમામ બેઠકોના ઉમેદવારો અંતિમ ઘડીએ ભવ્ય રેલી સ્વરૂપે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે.

જિલ્લા-શહેરમાં મતદારોની સંખ્યા:વડોદરા જિલ્લાની કુલ 10 બેઠકો છે. જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામ આવ્યા તેમાં 8 બેઠક પર ભાજપ જીત્યું હતું(bjp won 8 seats in 2017 assembly election) અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. છેલ્લા મતદાર યાદી પ્રમાણે વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો પર મતદારોની વાત કરવામાં આવે તો પુરુષ 13,31,174 મતદારો નોંધાયા છે ત્યારે મહિલા 12,70,875 મતદારો નોંધાયા છે અને અન્ય મયદારોની સંખ્યા 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે.

શહેર-જિલ્લામાં મતદાન મથકો

શહેર-જિલ્લામાં મતદાન મથકો:વડોદરા શહેર જિલ્લાના કુલ 2590 મતદાન મથક પર બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાંથી 1330 પર મતદાન મથક પર લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠક પર 273, વાઘોડિયામાં 288, ડભોઈમાં 270, પાદરામાં 246, કરજણમાં 246 મતદાન મથક તો વડોદરા (શહેર)માં 262, સયાજીગંજમાં 261, અકોટામાં 246, રાવપુરામાં 281, માંજલપુરમાં 217 કુલ મળી 2590 મતદાન મથક પર મતદાન યોજાશે. આ મતદાન મથકમાં 70 સખી મતદાન મથકો રાખવામાં આવ્યા છે જે સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. શહેર જિલ્લામાં કુલ 10 આદર્શ મતદાન મથકો(model poling booth), 10 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો અને 10 ગ્રીન મતદાન મથકો (10 green poling booth)પણ ઉભા કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરની બેઠકો પર સ્થિતિ:વડોદરા શહેર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર 27 ટકા ઓબીસી ,17 ટકા દલિત, 13 ટકા પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે. આ બેઠક અ.જા ની અનામત બેઠક છે. આ બેઠક પર 2 લાખ 70 હજારથી પણ વધુ મતદારો છે. આ બેઠક પર 2017માં ભાજપની જીત થઈ હતી અને આ વખતે ભાજપના ઉમેદવાર મનીષા વકીલને રિપીટ કરવામાં આવ્યા છે સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુણવંત પરમાર સામે છે તો આમ આદમી પાર્ટીના જીગર સોલંકી વચ્ચે જંગ યોજાશે.

રાવપુરા વિધાનસભાબેઠકની વાત કરવામાં આવે તો છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. જેમાં ચાર ટર્મ રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન યોગેશ પટેલે શાસન કર્યું છે. આ બેઠક મહત્વની એટલા માટે છે કે આ બેઠક પર હાલમાં 2 ટર્મથી ચૂંટાતા રાજેન્દ્ર ત્રિવેદી પણ રાજ્ય સરકારમાં પ્રધાન છે. આ બેઠક પર 2 લાખ 68 હજારથી વધુ મતદારો છે. અહીં 42 જેટલા મુસ્લિમ, 40 હજાર પાટીદાર, 60 હજાર વાણીયા, 50 હજાર બ્રાહ્મણ, 30 હજાર મરાઠી અને અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ બેઠક પર ભાજપના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો કોંગ્રેસના સંજય પટેલ મેદાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના હિરેન શિર્કેને ટિકિટ આપવામાં આવી છે.

સયાજીગંજ વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક છેલ્લા 6 ટર્મથી ભાજપ હસ્તક રહી છે. આ બેઠક પર 4 ટર્મથી જીતેન્દ્ર સુખડીયા ચૂંટાતા આવ્યા છે. 2 લાખ 93 હજારથી વધુ મતદારો છે. સૌથી વધુ ઓબીસી મતદારો આ બેઠક પર છે આ બેઠક છાણી નવાયાર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે શહેરના મેયર કેયુર રોકડીયા છે તો બીજી તરફ વિપક્ષી નેતા અમી રાવત કોંગ્રેસના ઉમેદવાર છે સાથે યુવાઓના પ્રેરણારૂપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે.

અકોટા વિધાનસભાની વાત કરવામાં આવે તો આ વિધાનસભા બેઠક 2008માં થયેલ નવા સીમાંકન માં અસ્તિત્વમાં આવી છે અને ત્યારથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર બે વાર ચૂંટણી યોજાઈ છે જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર 2 લાખ 46 હજારથી વધુ મતદારો આવેલા છે. આ બેઠક પર મરાઠી મતદારોની સંખ્યા 25 ટકા, મુસ્લિમ 30 ટકા, SC અને ST સમાજના 15 ટકા મતદારો છે ત્યારે અન્ય જ્ઞાતિના 30 ટકા મતદારો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ છે તો કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને આમ આદમી પાર્ટીના શશાંક ખૈરેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

માંજલપુર વિધાનસભાબેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક 2012 માં રાવપુરા વિધાનસભા બેઠક માંથી છૂટી પડી અસ્તિત્વમાં આવી છે.આ બેઠક પર 2 લાખ 32 હજારથી પણ વધુ મતદારો છે. અહીં પટીદાર, મરાઠી, હિન્દીભાષી મતદારોનું વધુ પ્રભુત્વ રહ્યું છે.આ બેઠક પર રાવપુરા વિધાનસભમાં સતત વર્ચસ્વ ધરાવતા યોગેશ પટેલ માંજલપુર વિધાનસભા બેઠક પર પણ જીત મેળવી છે એટલે કહી શકાય કે યોગેશ પટેલ એક ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે જેઓ 7 ટર્મ ચૂંટાયા છે અને ભાજપે તમામ સીમાંકન પર કરી ફરી યોગેશ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસે તશ્વિન સિંગ અને આપે વિનય ચૌહાણને ટિકિટ આપી છે.

વડોદરા જિલ્લા બેઠક સ્થિતિ:જિલ્લાની ડભોઇ વિધાનસભાની વાત કરવામાં આવે તો આ બેઠક 1962થી ચૂંટણી યોજાતો આવી છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ ઉમેદવાર 2 ટર્મથી વધુ વાર જીતતો નથી. આ બેઠક દરેક પક્ષ માટે જીત અનિશ્ચિત ગણાય છે. આ બેઠક પર 2 લાખથી વધુ મતદારો છે. આ બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો વણિક મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં પટેલ સમુદાય અને મુસ્લિમ સમુદાય વસ્તી પણ વસી રહી છે. આ બેઠક પર ભાજપે શૈલેષ મહેતાને ફરી રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે બાલકૃષ્ણ પટેલ (ઢોલર)ને ટિકિટ આપી છે જ્યારે આપે અજીતસિંહ ઠાકોરને મેદાને ઉતર્યા છે.

કરજણ બેઠક1962થી ચૂંટણી યોજાતી આવી છે જેમાં કોંગ્રેસનું આ બેઠક પર વધુ વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસ 9 વાર આ બેઠક પર જીત મેળવી છે તો ભાજપે માત્ર 3 વાર ચૂંટણી જીતી છે. ગત 2017માં કોંગ્રેસના અક્ષય પટેલ જીત્યા હતા પરંતુ બાદમાં પક્ષ પલટો કરી 2020 માં બાય ઇલેક્શનમાં ભાજપમાંથી ચૂંટાયા હતા. કરજણ વિધાનસભા બેઠકમાં 2.4 લાખ મતદારો છે.અહીં પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ વધુ રહ્યું છે. અહીં ભાજપે અક્ષય પટેલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે પ્રિતેશ પટેલ અને આમ આદમી પાર્ટી એ પરેશ પટેલને ટિકિટ આપી છે.

વાઘોડિયા વિધાનસભાબેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક 1962થી ચૂંટણીઓ યોજાતી આવી છે અહીં ભાજપ છેલ્લા છ ટર્મથી સતત જીતી રહ્યું છે. આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે જેમાં જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ બેઠક પર 7 ટર્મથી ચૂંટતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી છે તો ભાજપે જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ,કોંગ્રેસે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને આપે ગૌતમ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે અન્ય ભજપના જ સસ્પેન્ડ કરાયેલ ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારે વાઘોડિયા બેઠક પર આ વખતે પંચકોણીય જંગ જોવા મળી શકે છે.

સાવલી વિધાનસભાબેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર વધુ વર્ચસ્વ કોંગ્રેસનું રહ્યું છે આ બેઠક પર 2012 માં અપક્ષ તરીકે કેતન ઇનામદાર જીત મેળવી હતી અને 2017 માં ભાજપમાંથી જીત મેળવી હતી અને ફરી ભાજપે કેતન ઇનમદારને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે કુલદીપસિંહ રાઉલજી અને આપે વિજય ચાવડાને ટિકિટ આપી છે. આ બેઠક પર 2 લાખ 27 હજારથી વધુ મતદારો નોંધાયા છે. આ બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં તમામ સમુદાયની વસ્તી પણ વસી રહી છે. મુખ્યત્વે ક્ષત્રિય મતદારોના વર્ચસ્વ ના કારણે અહીં ક્ષત્રિય ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પાદરા વિધાનસભાબેઠક હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે આ બેઠક ક્યારે પણ ભાજપ સતત જીત્યું નથી. ત્યારે આ બેઠક પર ફરી એકવાર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે. આ બેઠક પર 2 લાખ 40થી વધુ હજાર મતદારો છે. જેમાં ક્ષત્રિય મતદારો 65 ટકા, પાટીદાર મતદારો 12 ટકા, લઘુમતી મતદારો 11 ટકા, SC-ST, ઓબીસી મતદારો 12 ટકા છે. આ બેઠક પર ભાજપ દ્વારા 2012 માં જીતેલ દિનેશ પટેલને ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો ભાજપે ચૈતન્ય ઝાલા, કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર (પઢીયાર) ને તો આપે સંદીપસિંહ રાજ ને ટિકિટ આપી આ બેઠક પર ખુબજ રસા કસી જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details