ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વિજાપુર બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે ભાજપના રિપીટ કરેલ ધારાસભ્ય વચ્ચે ટક્કર - c j chavda congres candidate

મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકની (Vijapur assembly seat) વાત કરીએ તો અહીં પાટીદાર સાથે ઓબીસી સમાજનું પ્રભુત્વ છે. ચૂંટણી પરિણામ (Election Result) જોઇએ તો ગત ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. ભાજપનો ગઢ કહેવાતા મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર લોકોની નારાજગીનો ભોગ બનવું પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો એ સમયે કોંગ્રેસનું જ પલ્લું ભારે થયું હતું.

વિજાપુર બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે ભાજપના રિપીટ કરેલ ધારાસભ્ય વચ્ચે ટક્કર
v

By

Published : Dec 3, 2022, 2:17 PM IST

મહેસાણા:ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું (Gujarat assembly election 2022 second phase)મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. બનાસકાંઠાના વિજાપુર બેઠક(Vijapur assembly seat) પર કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે ભાજપના રિપીટ કરેલ ધારાસભ્ય વચ્ચે સીધી ટક્કર જોવા રહી છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે 64 વર્ષીય રમણ પટેલ (raman patel bjp candidate)રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે 64 વર્ષીય સી.જે ચાવડા (c j chavda congres candidate)રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 44 વર્ષીય ચિરાગ પટેલ(chirag patel aam aadmi party candidate) રહ્યા છે

મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા:વિજાપુર વિધાનસભાના (Vijapur assembly seat) મતદારોની સંખ્યાની વાત કરે તો કુલ 2,24,700 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારો 1,15,716 અને 1,08,973 સ્ત્રી મતદારો ધરાવે છે.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

ભાજપના ઉમેદવાર:વિજાપુર વિધાનસભા બેઠક(Vijapur assembly seat) પર ભાજપના ઉમેદવાર તરીકે 64 વર્ષીય રમણ પટેલ રહ્યા છે. જેઓ બી.એસ.સી સુધીનો અભ્યાસ કરેલ છે અને આ બેઠક પર બીજી વાર પક્ષે તેમને રિપીટ કર્યા છે.પોતે સ્ટાર લાઈન કારથી ઓળખ ધરાવે છે અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહેલા છે. પરંતુ તેમને રિપીટ કરવામાં આવતા સ્થાનિક સંગઠનમાં જ નારાજગી પ્રસરી હતી. આ વિસ્તારના વિકાસની બાબતે સ્થાનિકો નારાજ હોઈ અને સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.જે.ચાવડાની ઉમેદવારી હોઈ રમણ પટેલ માટે પક્ષના લોકોની નારાજગી દૂર કરવી અને સ્થાનિક લોકોનો તૂટેલો વિશ્વાસ પુનઃ જોડવો એ મોટો પડકાર છે

કોંગ્રેસના ઉમેદવાર:વિજાપુર બેઠક પર (Vijapur assembly seat) કોંગ્રેસના ઉમેદવાર તરીકે 64 વર્ષીય સી.જે ચાવડા રહ્યા છે. જેઓ વકીલાતનો અભ્યાસ કરેલ છે અને પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા છે અને આ વિસ્તારમાં તેમના જનસમુદાયની સંખ્યા ચોથા ક્રમે રહી છે. સી.જે ચાવડા માટે આ વિસ્તારમાં પાટીદાર જનસમુદાયની સંખ્યા પ્રથમ હરોળમાં હોઈ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામેની સીધી ટક્કરનો પડકાર રહ્યો છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર:વિજાપુર બેઠક (Vijapur assembly seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 44 વર્ષીય ચિરાગ પટેલ રહ્યા છે. જેઓ ધોરણ 12 પાસ છે અને નવી જ પાર્ટી સાથે નવો જ ચેહરો હોઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આ વિસ્તારમાં અન્ય સમાજના મતદારો સાથે લોકસંપર્ક કરવો અને લોકપરિચય કેળવી મતદારોનો વિશ્વાસ જીતવા માટે મોટો પડકાર થયા છે.

સામાજિક સમીકરણ: વિજાપુર બેઠક(Vijapur assembly seat) પર આ વખતે ભાજપે રમણ પટેલને ગત ચૂંટણીની જીત જોઈ રિપિટ કર્યા છે. કોંગ્રેસમાંથી રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા સી.જે ચાવડા રહ્યા છે માટે સમાન્ય રીતે જોઈએ તો સમાજિક દ્વષ્ટિએ પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠક પર પાટીદારના મતોનું વિભાજન થાય તો અહી ઠાકોર અને દલિત સમાજના મતદારો પણ નિર્ણાયક રહે છે. માટે અહી સમાજિક અને રાજકીય દ્વષ્ટિએ આ વખતે ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી ભરી પરિસ્થિતિ રહી છે. જોકે પ્રાથમિક દ્વષ્ટિએ અહી ભાજપનું પલ્લુ ભારે જોવા મળી રહ્યું છે.

પાણી, રોજગાર મહત્વનો મુદ્દો: વિજાપુર બેઠક (Vijapur assembly seat) પર મુખ્ય સમસ્યા પાણીની સમસ્યા છે. અગાઉ વિજાપુર અને માણસા વચ્ચેના 24 ગામોમાં પહેલા 600 ફુટે પાણી આવતું હતું, પણ હવે 1200 ફુટ ઉંડા બોર કરવા પડે છે. ખેડૂતોને ખેતી છોડવા ફરજ પડી રહી છે. જો કે ખેતી છોડીને અન્ય નોકરીઓ કરવા માટે પણ સામે નોકરીઓ નથી. જેના કારણે ખેડૂત વર્ગને હાલાકી ભોગવવી પડે છે.

ABOUT THE AUTHOR

...view details