બનાસકાંઠાવિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દાંતા તાલુકાના ત્રણ ગામોના લોકો પોતાની જાહેર માંગણીઓને લઈ ચૂંટણીના મુદ્દે (Election boycott in Danta) આક્રમક બન્યા છે. જ્યાં ચૂંટણીના પોસ્ટર લાગવા જોઈએ ત્યાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. દાંતા તાલુકાના અભાપુરા, ગંગવા અને જગતાપુરા ગામ લોકોનો જાહેર માર્ગ બંધ કરી દેવાતા અને ફરી ન ખોલાતા આ વખતની ચૂંટણી આ ગામોમાં વિવાદિત બને તેવું લાગી રહ્યું છે. (Banaskantha Election boycott)
શું છે સમગ્ર મામલો સર્વે નંબર 56માં રાજા રજવાડાના સમયથી રસ્તો પસાર થતો હતો, ત્યાં ખેતરોના પાળાને ખેતરો થઈ ગયા છે. આ ખેતરોમાંથી હવે કોઈને પસાર થવા દેવામાં આવતા નથી. પરિણામે આ ગામના લોકોને એક બીજા ગામ જવા માત્ર 200 મીટરની જગ્યાએ 5થી 7 કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે. ખેતરમાંથી ચારો લઇ જવાનો હોય કે પછી પાકેલો અનાજ હોય તો માથે ઉપાડી લઇ જવો પડે છે. એટલું જ નહીં પશુપાલકો દૂધ ભરાવવા પણ દૂર સુધી ચાલીને જવું પડે છે. હાલના તબક્કે જે રસ્તો ટ્રેકટરને બળદ ગાડા લાવવા લઇ જવા ઉપયોગમાં લેવાતો હતો તે બંધ કરી દેવાતા ગામજનોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. અનેક વખતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં માત્ર 200 મીટરનો રસ્તો ખુલ્લો ન કરાતા ત્રણે ગામના લોકો આક્રમક બની આ ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે. એટલું જ નહીં જો કોઈ બળજબરી કરાશે તો NATOમાં વોર્ટ આપીશું તેમ જણાવી રહ્યા છે. (Election boycott posters)