ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

દસ વર્ષમાં 60 નેતાઓએ કર્યો પક્ષપલટો, કેબિનેટ સુધી મળ્યું સ્થાન - Gujarat Congress

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly election 2022) તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે ફેઝમાં યોજાવાની છે, જેને લઈને તોડજોડ રાજનીતિ પ્રબળ બની છે. હજી ઉમેદવારી પત્ર ભરવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં દિગ્ગજ 3 ધારાસભ્યોએ કોગેસને અલવિદા કહ્યું છે. કોંગ્રેસની ઉલટી (Gujarat Congress) ઘડી શરૂ થઈ ગઈ છે. ઈ ટીવી ભારતનો કોંગ્રેસયુક્ત ભાજપ પર વિશેષ અહેવાલ

દસ વર્ષમાં 60 નેતાઓએ કર્યો પક્ષપલટો, કેબિનેટ સુધી મળ્યું સ્થાન
દસ વર્ષમાં 60 નેતાઓએ કર્યો પક્ષપલટો, કેબિનેટ સુધી મળ્યું સ્થાન

By

Published : Nov 13, 2022, 12:50 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદઃઅમદાવાદ- ગુજરાતમાં 2012થી કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રી થવી એ સિલસિલો યથાવતપણે ચાલી રહ્યો છે. ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વિગતે જો વાત કરીએ તો સૌ પહેલાં નરહરિ અમીન કે જેઓ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીન રાજ્યસભાના સાંસદ બન્યાં. ત્યાર બાદ જુઓ કયા-કયા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા?

દસ વર્ષમાં 60 નેતાઓએ કર્યો પક્ષપલટો, કેબિનેટ સુધી મળ્યું સ્થાન
ભાજપમાં જોડાયા પછી હાલ કયાં?

વિઠલ રાદડિયાઃ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા પ્રધાન બન્યા

લીલાધર વાઘેલાઃ 2012 કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. લીલાધર વાઘેલા પાટણના સાંસદ ભાજપમાંથી બન્યા

પરબત પટેલઃ 2012મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. પરબત પટેલ રાજયકક્ષાના પ્રધાન બન્યા કે જેઓ હાલ બનાસકાંઠાના સાંસદ છે

પૂનમ માડમઃપરિવારની લડાઈમાં પૂનમ માડમે 2012માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બાદમાં તેઓ ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે

દેવુંસિંહ ચૌહાણઃ 2007મા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. હાલ ભાજપની સરકારમાં કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન છે

રામસિંહ પરમારઃ 2017મા ભાજપમાં જોડાયા. હાલ રામસિંહ પરમાર અમુલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે

કુંવરજી બાવળીયાઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીતી કેબિનેટ પ્રધાન બન્યા

રાઘવજી પટેલઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા

જવાહર ચાવડાઃ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મંત્રી બન્યા.

તેજશ્રીબહેન પટેલઃરાજ્ય સભાની ચૂંટણીમાં તેજશ્રીબહેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ છેડો ફાડી ભાજપમાં જોડાયા

કમશી પટેલઃકમશી પટેલના પુત્ર કનુ પટેલ સાણંદના MLA બન્યાં અને 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠક ભાજપની ચૂંટણી લડ્યા અને હાર્યા

બળવંતસિંહ રાજપૂતઃબળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.

દસ વર્ષમાં 60 નેતાઓએ કર્યો પક્ષપલટો, કેબિનેટ સુધી મળ્યું સ્થાન

પ્રધાનમંડળમાં સ્થાન મળ્યુંઃ
રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે. વી. કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જો કે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હી ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં આવ્યાઃએ સિવાય આજે કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા. ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કર્યો. ત્યારે હવે કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધો હતો. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ મળી છે.

ઉલટી ગણતરીવાળી ઘડિયાળઃકોગ્રેસે હજી જીપીસીસી ભવનની બહાર ઉલટી ગણતરીવાળી ઘડિયાળ લગાવી છે. સત્તા પરિવર્તન માટે ઉલટી ગિનતી જેને આપણે કાઉન્ટડાઉન કહીએ છે. હજી તો 48 કલાક પણ પુરા થયા નથી. તે પહેલા કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું અને તાબડતોબ ભાજપમાં જોડાઈ ગયા છે.

દસ વર્ષમાં 60 નેતાઓએ કર્યો પક્ષપલટો, કેબિનેટ સુધી મળ્યું સ્થાન
ભાજપની ટિકિટઃ છેલ્લા 48 કલાકમાં કોગેસના ત્રણ MLA એટલે કે છોટાઉદપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, તલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ઝાલોદના ભાવેશ કટારા ભાજપમાં જોડાઈ ગયા છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સતત 10 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. હવે કોંગ્રેસે તેમના પુત્રને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો માટે તેમણે કોંગ્રેસ છોડી છે, તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તેમજ ભાજપે તેમના પુત્રને ટિકિટ આપી દીધી છે. આદિવાસી બેલ્ટમાં મોહનસિંહ રાઠવા ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તેઓ આદિવાસી બેલ્ટમાં ભાજપનો પ્રચાર કરીને બીજી આદિવાસી બેઠક જીતવા માટે મદદ કરી શકે છે. મોદીની ABCD:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડમાં સભા સંબોધી ત્યારે ABCD બોલ્યા હતા, તેમાં કહ્યું હતું A ફોર આદિવાસી મારા માટે પ્રથમ સ્થાને છે. પણ તે વાક્યને કોઈ સમજ્યું ન હતું. ભાજપે આદિવાસી બેલ્ટની સૌથી મોટી વિકેટ પાડીને પોતાની ગેમ જીતી લીધી છે. મોહનસિંહ રાઠવાના પુત્ર છોટઉદેપુરમાં ભાજપની બેઠક પર જીતશે અને સાથે મોહનસિંહ રાઠવા આદિવાસી બેલ્ટમાં પ્રચાર કરવા જશે અને ભાજપને જીતાડવા પુરો પ્રયત્ન કરશે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યોઃ કુંવરજી બાવળિયા (2) જે વી કાકડિયા (3) જવાહર ચાવડા (4) મંગળ ગાવિત (5) બ્રિજેશ મેરજા (6) જીતુ ચૌધરી (7) સોમાભાઈ પટેલ (8) પરોસત્તમભાઈ સાબરિયા (9) આશા પટેલ (10) અલ્પેશ ઠાકોર (11) પદ્મુમનસિંહ જાડેજા (12) પ્રવીણ મારુ (13) અક્ષય પટેલ (14) ધવલસિંહ ઝાલા (15) ધર્મેન્દ્રસિંહ જાડેજા (16) અશ્વિન કોટવાલ (17) હર્ષદ રિબડિયા (18) મોહનસિંહ રાઠવા (19) ભગા બારડ (20) ભાવેશ કટારા
Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details