ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

મુસ્લિમોનો અવાજ ઓવૈસીએ આપ્યો હિન્દુ ઉમેદવારને ચાન્સ, કોણ છે આ ઉમેદવાર - Owaisi party hindu candidate

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly elections 2022) આમ આદમી પાર્ટી બાદ અસદુદ્દિન ઔવેસીની AIMIM પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. તેમણે જાહેર કરેલી ઉમેદવારની યાદીમાં બે હિન્દુ ઉમેવારને ચાન્સ આપ્યો છે. વડગામ અને દાણીલિમડામાંથી બે વ્યક્તિઓ ઊભા છે. જે હિન્દુ સમાજમાંથી આવે છે. દાણીલીમડામાંથી કૌશિકા પરમાર અને વડગામેથી કલ્પેશ સુંઢિયા પર પસંદગી ઊતારવામાં આવી છે. (Owaisi party hindu candidate)

ઓવૈસીએ આપ્યો હિન્દુ ઉમેદવારને પાર્ટીમાંથી ચાન્સ, સમજો મોટું ગણિત
ઓવૈસીએ આપ્યો હિન્દુ ઉમેદવારને પાર્ટીમાંથી ચાન્સ, સમજો મોટું ગણિત

By

Published : Nov 19, 2022, 12:51 PM IST

Updated : Nov 19, 2022, 9:08 PM IST

અમદાવાદઃ મુસ્લિમો માટે સતત અવાજ ઉઠાવતા અસદુદ્દિન ઓવૈસીની પાર્ટીએ 2 હિંદુ ઉમેદવાર જાહેર કરી દેતા (Owaisi party hindu candidate) કોણ છે આ ઉમેદવાર તેવું રાજકીય સમીકરણ ચર્ચાય રહ્યું છે. AIMIMની નજર રાજ્યમાં આશરે 10 ટકા વસતિ ધરાવતી મુસ્લિમ અને 8 ટકા વસતિ ધરાવતી દલિત વોટબેંક પર છે. પણ સૌથી વધારે ચર્ચાતો મુદ્દો એ છે કે તેમણે પોતાના ઉમેદવારની યાદીમાં બે હિન્દુ ઉમેદવારને સ્થાન આપ્યું છે. કુલ 14 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly elections 2022) પહેલી વખત પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે જંગમાં ઊતરી છે.

બે જગ્યાએથી હિન્દુઃસમગ્ર યાદી પર નજર કરવામાં આવે તો અમદાવાદની દાણીલીમડા અને વડગામ બેઠક પરથી AIMIMએ પોતાના હિન્દુ ઉમેદવારને મેદાને ઊતાર્યા છે. જેના કારણે આ બન્ને બેઠક પર અન્ય રાજકીય પક્ષના દ્રષ્ટિકોણ વિશે ચર્ચા કરવામાં આવે તો ગણિત બદલી શકે છે. (Why Two hindu get tickets from AIMIM) વાત એ પણ અહીં અસર કરે છે કે, વડગામ બેઠક જિજ્ઞેશ મેવાણીની હતી. હવે આ બેઠક પર AIMIMનો ઉમેદવાર આવશે તો સમીકરણ પરિણામમાં બદલાઈ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂતી મસ્લિમો અને દલિત સમાજના વર્ગ પર વધારે છે.

દાણીલીમડાનું ગણિતઃદાણીલીમડા વિધાનસભા બન્યા બાદ એક વખત ભાજપને અને ત્યાર બાદ સતત કોંગ્રેસને સત્તા મળી છે. જ્યારે અંતિમ ચૂંટણી સમયે પણ કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારનો વિજય થયો હતો. જેથી તેને કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે. આ બેઠક પર મુસ્લિમ સમાજનું પ્રભુત્વ જોવા મળી આવે છે છતા ઓવૈસીની પાર્ટીએ હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાને ઉતાર્યા છે. દાણીલીમડા સીટ પર કૌશિકા પરમાર મજબૂત ઉમેદવાર છે. જેથી તેઓ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને સીધી ટક્કર આપી શકે તેમ છે. જો કે કોંગ્રેસના ગઢ ગણાતી આ બેઠક પર ઓવૈસીની પાર્ટીએ હિંદુ ઉમેદવાર જાહેર કરી દેતા તર્ક વિતર્ક સર્જાયા છે.

દાણીલીમડાનું ગણિત

વડગામ બેઠકનું ગણિતઃબનાસકાંઠાના વડગામ મતક્ષેત્રના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) 2017માં કેટલાક કારણોસર કોંગ્રેસમાં જોડાઈ શક્યા ન હતા, પરંતુ તેમણે નિર્ધાર કર્યો છે કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેઓ કોંગ્રેસમાંથી જ લડશે. જો કે આ સીટ ઉપર પણ કોંગ્રેસને સત્તા મળવાની શક્યતા વચ્ચે ઓવૈસીની પાર્ટીએ હિન્દુ ઉમેદવાર કલ્પેશ સુંઢીયાને મેદાને ઉતાર્યા છે. તો શુું આ ઉમેદવાર કોંગ્રેસને ખોટ પહોચાડી શકે? અને જિગ્નેશ મેવાણી સામે શું કાઠુ કાઢી શકશે, આવા પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

વડગામ બેઠકનું ગણિત

AIMIMના કેટલાય હોદ્દેદારોએ પક્ષ છોડ્યો છે:રાજકીય સમિક્ષક હબીબ શેખે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓવૈસીના પક્ષ એમઆઇએમ એટલે કે મજલીસ દ્વારા બે બિન મુસ્લિમોને ગુજરાત વિધાનસભા લડવા પસંદ કરવામાં આવ્યા છે. તે એક ખુબજ સારી રણનીતિ છે, પરંતુ મજલિસના હોદ્દેદારો એક પછી એક રાજીનામાં આપી રહ્યા છે, તે જોતાં લાગે છે કે જેટલી ઝડપે મજલિસે ગુજરાતમાં પોતાની ઇમેજ ઊભી કરી હતી, એનાથી બમણી ગતિથી પક્ષ નામશેષ થઈ રહ્યો છે. મજલિસના બાપુનગરના ઉમેદવારે આજે 18 નવેમ્બરે ઉમેદવારી પાછી ખેંચી છે અને મકતમપુરાના મજલિસના કાઉન્સિલર સુહાના બેન મનસુરીએ પણ પક્ષને અલવિદા કહી છે. તે જોતાં કહી શકાય છે કે હવે ગુજરાતમાંથી મજલીસની વાર્તા પુરી થઇ ગઈ છે.

બે બેઠક પર ના છુટકે હિન્દુ ઉમેદવારને ટિકિટ આપી છેઃ હબીબ શેખ

હબીબભાઈએ કહ્યું હતું કે અગાઉ પણ મજલીસના અનેક હોદ્દેદારો પક્ષ છોડી ગયા હતા. બિન મુસ્લિમોને અનામત બેઠક પર ભલે ઊભા રાખ્યા હોય પરંતુ તેનાથી મજલીસની ઇમેજમાં કે લોકોની સમજણમાં કોઇ ફેર પડવાનો નથી. મજલીસે વડગામ અને અમદાવાદના દાણીલીમડાની બેઠકો પર ના છૂટકે ઉમેદવારો ઊભા રાખ્યા છે, પરંતુ બંને ઉમેદવારો દલિત તો ઠીક મુસ્લિમ મતો પણ મેળવી નહીં શકે. એમ રાજ્યના વાતાવરણને જોતા કહી શકાય છે. ઓવૈસી ભલે બિન સાંપ્રદાયિકતાની વાતો કરતા હોય પરંતુ ગુજરાતમાં જાતિવાદ અને કોમવાદ પર ચૂંટણી લડાય છે તે પણ એક હકીકત છે.

બે હિન્દુને ટિકિટ એ પ્રોજેક્ટ કરવા માંગે છેઃ પાલા વરુ

રાજકીય વિશ્લેષક પાલા વરુએ ETV Bharatને કહ્યું હતું કે વડગામ અને દાણીલીમડાની સીટ શિડ્યુલ કાસ્ટની અનામત સીટ છે. બીજુ કે ઓવૈસીએ બતાવવા માંગે છે કે અમે મુસ્લિમ અને હિન્દુ લોઅર કાસ્ટને સપોર્ટ કરીએ છીએ. અને તેમને પ્રોજેક્ટ કરવાના આશયથી ટિકિટ આપી હોય તેમ લાગે છે. જો કે AIMIM 14 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ તોડશે, અને તેમનો ખેલ બગાડી શકે છે. અથવા બાજી પલટાવી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી લડનારી AIMIM ચોથી પાર્ટી બનીગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરેમતદાન થવાનું છે. 182 સભ્યોની વિધાનસભામાં મતદાનનું પરિણામ 8 ડિસેમ્બરેઆવશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM જેવી પાર્ટીઓપણ મેદાનમાં છે. AIMIM એ કેટલીક મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પરઉમેદવારો ઉભા રાખ્યા છે.

AIMIM પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી(1) માંડવી બેઠક પર એડવોકેટ મહંમદ ઈકબાલ માંજલીયા (2) ભુજ બેઠક પર શકીલ સમા (3) ખંભાળીયા બેઠકપર યાકુબ બુખારી(બાપુ) (4) માંગરોળ બેઠક પર સુલેમાન પટેલ (5) સુરત પૂર્વબેઠક પર વસીમ કુરેશી (6) લિંબાયત બેઠકપર અબ્દુલ બસીર શેખ. પ્રથમતબક્કાની 89 વિધાનસભાની બેઠકોમાંથી 6 વિધાનસભા સીટો પર AIMIM ના ઉમેદવારોએઉમેદવારી નોંધાવી છે.

AIMIM બીજા તબક્કાના ઉમેદવારોની યાદી(7) જમાલપુરખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા (8) બાપુનગર બેઠકપર શાહનવાઝખાન પઠાણ (9) દરિયાપુરબેઠક પર એડવોકેટ હસનલાલા પઠાણ (10) દાણીલીમડાબેઠક પર કૌશિકા પરમાર (11) વેજલપુર બેઠકપર જેનબ શેખ (12) વડગામ બેઠકપર કલ્પેશ સુંઢીયા (13) સિધ્ધપુરબેઠક પર અબ્બાસભાઈ નોડસોલા અને (14) ગોધરા બેઠકપર મુફતી હસન કાચબા.

14માંથી 2 મહિલા ઉમેદવારગુજરાતવિધાનસભાની 182 સીટોમાંથી 14 સીટો પર AIMIMના ઉમેદવારોચૂંટણીના મેદાનમાં છે. 12 મુસ્લિમ અને 2 હિન્દુ (SC) ઉમ્મેદવારોઅને 14 માંથી 2 મહિલા ઉમેદવારો AIMIM માંથી ઉમેદવારીકરી છે.

ગુજરાતવિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોનો રોલગુજરાત ભલેહિંદુત્વની રાજનીતિની પ્રયોગશાળા કહેવાય, પણ મુસ્લિમ મતદારોનું મહત્વ પણ ઓછું નથી.રાજ્યની 117 બેઠકોમાંથી 10 ટકાથી વધુ હિસ્સો ધરાવતા મુસ્લિમ મતદારોકોઈપણ પક્ષનું નસીબ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ જ કારણ છે કેકોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમથી લઈને ભાજપ બધા વધુને વધુમુસ્લિમ મત ઈચ્છે છે.

ભાજપે મુસ્લિમઉમેદવારને ટિકિટ જ નથી આપીઃવર્તમાનવિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને 'આપ' અને એઆઈએમઆઈએમમળીને 500 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે લગભગ તમામ બેઠકો પર ઉમેદવારોનક્કી કર્યા છે અને 2017ની જેમ, ભાજપે એક પણબેઠક પર લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. અત્યાર સુધીમાં સૌથી વધુ મુસ્લિમમતો મેળવી રહેલી કોંગ્રેસે 179 ઉમેદવારોની જાહેરાત કરી છે અને માત્ર 6 બેઠકો પરમુસ્લિમોને ટિકિટ આપી છે.

કોંગ્રેસે 6મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપીગુજરાતકોંગ્રેસે 6 મુસ્લિમોને ટિકિટ આપી છે. પરંતુ ભાજપનીયાદીમાં એક પણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. કોંગ્રેસે અબડાસા, વાંકાનેર, વાગરા, સુરતપૂર્વ, દરિયાપુર અને જમાલપુર-ખાડીયા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા છે.અબડાસામાં મમદભાઈ જુંગ કોંગ્રેસના ઉમેદવાર બનાવાયા છે, જયારે વાંકાનેરમાંધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાને રિપીટ કરાયા છે. વાગરાથી સુલેમાન પટેલ અને સુરતપૂર્વથી અસલમ સાયકલવાલા, દરિયાપુરથી ગ્યાસદ્દીન શેખ અને જમાલપુર ખાડિયાથી ઇમરાન ખેડાવાલાનેઉમેદવારને મેદાન ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટીએ માત્ર બે મુસ્લિમને ટિકિટ આપીગુજરાતની તમામબેઠકો પર પ્રથમવાર ચૂંટણી લડી રહેલી AAP અહીં હિન્દુત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિતકરતી જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ અત્યાર સુધીમાં 182 ઉમેદવારોની જાહેરાત કરી છે. ચલણી નોટ પર લક્ષ્‍મી ગણેશના ફોટાનીમાંગણીથી માંડીને સમાન નાગરિક સંહિતાને સમર્થન આપવા સુધી અને દિલ્હીમાં મુસ્લિમ મતદારોનીપ્રિય એવી AAPએ ગુજરાતમાં માત્ર બે બેઠકો પર લઘુમતીઉમેદવારોને તક આપી છે. (1) દરિયાપુર બેઠકપરથી તાજ કુરેશી અને જમાલપુર-ખાડિયા બેઠક પરથી હારુન નાગોરી આમ આદમી પાર્ટી વતી ચૂંટણીલડશે.

1980માં કોંગ્રેસે 17 મુસ્લિમોને ટિકિટ આપી હતીએવું નથી કેગુજરાતમાં પહેલીવાર મુસ્લિમ ઉમેદવારોને ઓછી પસંદગી આપવામાં આવી રહી છે. કોંગ્રેસેછેલ્લી કેટલીક ચૂંટણીઓમાં 10થી ઓછા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાછે. 27 વર્ષ પહેલા 1995માં કોંગ્રેસે 10થી વધુ લઘુમતીઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીએ 1980માં સૌથી વધુ 17 મુસ્લિમોનેટિકિટ આપી હતી. આનો ફાયદો પાર્ટીને પણ થયો હતો અને 17માંથી 12 ઉમેદવારોજીત્યા હતા. જો કે, 1985માં પાર્ટીએ માત્ર 11 મુસ્લિમોનેટિકિટ આપી હતી, જેમાંથી 8 જીત્યા હતા.

શું છે ડર?રાજકીયનિષ્ણાંતોના મતે સાંપ્રદાયિક રીતે ગુજરાતમાં ધ્રુવીકરણ ન થાય તે માટેકોંગ્રેસે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં વધુ મુસ્લિમ ઉમેદવારો આપવાનું ટાળ્યું છે. માનવામાં આવે છે કે આ આશંકા વચ્ચે AAPએ પણ માત્ર બે બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોનેમેદાનમાં ઉતાર્યા છે. જો કે, આ વખતે એઆઈએમઆઈએમ પણ ચૂંટણી જંગમાં પોતાનોદબદબો બનાવી રહી છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી લગભગ ત્રણ ડઝન મુસ્લિમબહુમતીવાળી બેઠકો પર દાવ રમવાની તૈયારી કરી છે. એવામાં હવે જોવાનું રહેશે કેચૂંટણીમા આ 14 ઉમેદવારોમાંથીકોને જીત મળશે અને કોને હારનો સામનો કરવો પડશે?

Last Updated : Nov 19, 2022, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details