ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

અમદાવાદની આ સાત વિધાનસભા માટે ગુજરાત કોલેજમાં હાથ ધરાશે મતગણતરી - Gujarat Assembly Ahmedabad Result

Gujarat Assembly Election 2022: 8મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે, ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 21 વિધાનસભા માટે મતગણતરી હાથ ભરાશે જેમાં કુલ ત્રણ સેન્ટર રાખવામાં આવ્યા છે, જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ પોલિટેકનિક આંબાવાડી અને ગુજરાત કોલેજમાં મત ગણતરી હાથ ધરાશે. Gujarat Assembly Ahmedabad Result

મત ગણતરી
મત ગણતરી

By

Published : Dec 6, 2022, 9:11 PM IST

Updated : Dec 7, 2022, 8:53 AM IST

અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂરી થઈ ચૂકી છે બંને તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 8મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે, ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 21 વિધાનસભા માટે મતગણતરી હાથ ભરાશે જેમાં કુલ ત્રણ સેન્ટર રાખવામાં આવ્યા છે, જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ પોલિટેકનિક આંબાવાડી અને ગુજરાત કોલેજમાં મત ગણતરી હાથ ધરાશે.

7 વિધાનસભા માટે મત ગણતરી

મત ગણતરી :ગુજરાત કોલેજમાં કુલ સાત વિધાનસભા માટે મત ગણતરી હાથ ધરાશે જેમાં અમદાવાદ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર ખાડિયા, દાણીલીમડા અને અસારવા આમ કુલ સાત વિધાનસભાની બેઠકો માટે ગુજરાત કોલેજમાં મત ગણતરી (Gujarat Assembly Ahmedabad Result) હાથ ધરાશે. ગઈકાલે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા ઇવીએમ મશીનને અત્યારે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમ ની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે અને વી એમને સીસીટીવી કેમેરાની નજર હેઠળ પણ રાખવામાં આવ્યા છે આઠમી ડિસેમ્બરે જ્યારે પરિણામ હશે ત્યારે ઇવીએમ મશીન ને સ્ટ્રોંગ રૂમમાંથી કાઢીને મતગણતરી સેન્ટરમાં લઈ જવામાં આવશે.

ઇવીએમ મશીન ખોલવામાં આવશે :જ્યાં પણ મત ગણતરી થવાની હશે ત્યાં જે તે વિધાનસભાના ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓની સામે ઇવીએમ મશીન ખોલવામાં આવશે અને ત્યારબાદ મત ગણતરી ચાલુ થશે સવારના 8 થી લઈને સાંજના પાંચ છ આજુબાજુ સુધી મતગણતરી થશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. મહત્વનું છે કે આ વખતે ગુજરાતમાં ત્રિપાઠીયો જંગ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત ત્રણ રાજકીય પાર્ટીઓ વચ્ચે ગુજરાતની સત્તા માટે જંગ ખેલાશે ત્યારે આ વખતે ગુજરાતમાં કોને સત્તા મળે છે તે આઠમી ડિસેમ્બરે ખબર પડશે.

Last Updated : Dec 7, 2022, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details