ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાતા ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) હાલ જંગ જામ્યો છે, ત્યારે ભાજપના ભાજપના દિગ્ગજ નેતા અને અને પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, ત્યારે ETV BHARATની વિશેષ રજુઆત રૂબરૂમાં જય નારાયણ વ્યાસ સાથે ખાસ વાતચીત (Ahmedabad Jaynarayan vyas join congress ) પર એક નજર...

Ahmedabad Jaynarayan vyas join congress
Ahmedabad Jaynarayan vyas join congress

By

Published : Nov 28, 2022, 6:17 PM IST

Updated : Nov 28, 2022, 6:45 PM IST

અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો (Gujarat Assembly Election 2022) છે, મતદાનને પણ હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હજુ પણ એક રાજકીય પાર્ટીમાંથી બીજી રાજકીય પાર્ટીમાં નેતાઓનું પલાયન યથાવત છે. આજે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે તેમની ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. (Ahmedabad Jaynarayan vyas join congress )

વર્ષો બાદ કોંગ્રેસમાં જોડાવાનું ખાસ કારણ

પ્રશ્ન 1: તમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતા, ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે તમે આટલા વર્ષો બાદ કોંગ્રેસમાં જોડાવાનું ખાસ કારણ શું?

જવાબ:-પહેલી વાત તો એ કે ભાજપે જે મંત્રી પદ આપ્યું એ અર્થ સત્ય છે ભાજપે મને મંત્રી પદ કોઈ કોમવાદ કે જૂથવાદના કારણે નથી આપ્યું મેં માંગ્યું હતું અને આપ્યું છે એવું પણ નથી લાગ્યું કે આપવા જેવું છે એટલે આપ્યું હતું.

કોઈપણ જાતની અપેક્ષાથી હું નથી જોડાયો

પ્રશ્ન 2: જય નારાયણ વ્યાસ પોતાને આવનારા વર્ષોમાં કોંગ્રેસમાં કયા સ્થાને જોઈએ છે?
જવાબ:- કોંગ્રેસ કાર્યકર્તા તરીકે કોઈ સ્થાનના લાલસાથી જોડાઈને હું આ પાર્ટીમાં આવ્યો નથી મેં બધું જ જોયું છે અને આજે પણ ભગવાનની દયાથી આખા ગુજરાતમાં મારી જે પોપ્યુલારિટી છે તે અકબંધ છે એટલા માટે કોઈપણ જાતની અપેક્ષાથી હું નથી જોડાયો.

પ્રશ્ન 3: તમે જણાવ્યું કે કોંગ્રેસ એ લોકતંત્ર વિચારધારા ધરાવનારી પાર્ટી છે ભાજપમાં એવું નથી?
જવાબ:- એ હું તમારા પર છોડુ છું.

પ્રશ્ન ૪. આપે જણાવ્યું કે, તમે રાહુલ ગાંધીના ભારત જોડે યાદ રાખી ઘણા છો તેનું એવું તો શું જોયું તમે આવું કહ્યું?
જવાબ:-શરૂઆત શું થઈ હતી શરૂઆત એ થઈ હતી કે એવું લાગતું હતું કે અમને ક્યાંક રસ્તામાં બદનામ કરીને અટકાવી દેશે બટ હી ઇસ વેરી સ્ટ્રોંગ અને રાહુલ ગાંધીનું એક રાજકીય નેતા માંથી રાજપુરુષમાં પરિવર્તન થઈ રહી છે અને આ સમયગાળા દરમિયાન હું ખૂબ જ એમનાથી પ્રભાવિત થયો છું.

Last Updated : Nov 28, 2022, 6:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details