ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

'આપ' ગુજરાતમાં કદાચ ખાતું નહિ ખોલાવી શકે...કેન્દ્રીય ગૃહપ્રધાનનો દાવો - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) AAPના એન્ટ્રી અંગેના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે,"દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહીં(aap name may not figure in list).'ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના પ્રવેશ અંગેના પ્રશ્ન પર શાહે કહ્યું કે,"દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે,પરંતુ તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહીં'

'આપ' ગુજરાતમાં કદાચ ખાતું નહિ ખોલાવી શકે...કેન્દ્રીય ગૃહમંત્રીનો દાવો
gujarat-assembly-election-2022-aam-aadmi-party-will-not-get-single-seat-in-gujarat-election-said-amit-shah

By

Published : Nov 30, 2022, 12:59 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat assembly election 2022) આમ આદમી પાર્ટી (AAP)ના પડકારને નકારી કાઢતા દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી કદાચ તેનું ખાતું પણ ખોલી શકશે નહીં(aap name may not figure in list). તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ દ્વારા કટ્ટરપંથીના વિરોધી સેલની (Anti-radicalisation cell by state unit)સ્થાપના કરવાની જાહેરાત એ એક સારી પહેલ છે. જેને કેન્દ્ર અને અન્ય રાજ્યો વિચારી શકે છે.

'પીટીઆઈ-ભાષા'ને આપેલા ઈન્ટરવ્યુમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતનો સર્વાંગી વિકાસ અને છેલ્લા 27 વર્ષમાં લોકો દ્વારા લાગુ કરવામાં આવેલી શૂન્ય તુષ્ટિકરણ નીતિને ભાજપમાં વિશ્વાસ રાખવા બદલનું મુખ્ય કારણ જણાવ્યું. તેમણે કહ્યું, 'ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના પ્રવેશ અંગેના પ્રશ્ન પર શાહે કહ્યું કે, 'દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહીં.'

કોંગ્રેસ મુખ્ય હરીફ:તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોના મનમાં ક્યાંય સ્થાન નથી ધરાવતી.ચૂંટણી પરિણામોની રાહ જુઓ કદાચ સફળ ઉમેદવારોની યાદીમાં AAPના ઉમેદવારોના નામ નહીં આવે.ગુજરાતમાં ભાજપની મુખ્ય હરીફ કોંગ્રેસ રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ મોદીના ગૃહ રાજ્યમાં આક્રમક ઝુંબેશ શરૂ કરી છે.કોંગ્રેસ દ્વારા મળતા પડકાર અંગે અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે, પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details