અમદાવાદ: અમદાવાદ શહેરની વટવા વિધાનસભા (Vatwa Legislative Assembly) મુસ્લીમ લઘુમતી સમાજનો બહોળો વર્ગ (large section of the Muslim minority community) રહે છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબુભાઈ જાદવને ઉમેદવાર(Babubhai Jadhav bjp candidate) તરીકે જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસે બળવંત ગઢવી(Balwant Gadhvi congres) અને આમ આદમી પાર્ટીએ બિપીન પટેલને (bipin patel aam aadmi party) ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેથી વટવા વિધાનસભાની(Vatwa assembly seat) બેઠક ત્રિપાંખીયો જંગ થશે તે નિશ્ચિત છે.
વટવા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર:વટવા વિધાનસભા બેઠક પર છેલ્લા બે વખતથી જીતીને આવી રહેલા પ્રદીપસિંહ જાડેજાની જગ્યાએ બાબુભાઈ જાદવની ટિકિટ આપવામાં આવી છે. બાબુભાઈ જાદવએ પ્રદિપસિંહ જાડેજા ખૂબ જ નિકટના સંબંધો ધરાવે છે. તેમના રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તે પોતાના અભ્યાસકાળથી જ જન સંઘના વિચારો સાથે જોડાયા હતા. નવા ઓઢવ ગ્રામ પંચાયતમાં મહામંત્રી અને પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે. અમદાવાદ જિલ્લાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમદાવાદ મહાનગરપાલિકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વસ્ત્રાલ વોર્ડના ભાજપ પ્રમુખ અને સાત વખત વિધાનસભા અને ત્રણ વખત લોકસભાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી છે.
વટવા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર:કોંગ્રેસ દ્વારા આ વખતે બળવંત ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. બળવંત ગઢવી એક કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તેમજ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે કામગીરી કરી રહ્યા છે. તે જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
વટવા વિધાનસભા બેઠક પર 'આપ'ના ઉમેદવાર:વટવા વિધાનસભા બેઠક પર બિપીનને ટિકિટ આપવામાં આવી છે. બીપીન પટેલ આમ આદમી પાર્ટીમાં 2013ની અંદર પ્રવેશ કર્યો હતો. તે અમદાવાદના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના ટ્રેન્ડ વિંગ સ્ટેટના સેક્રેટરી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે.