અમદાવાદ: અમદાવાદ શહેરી દસક્રોઈ વિધાનસભા વિધાનસભા બેઠક દસક્રોઈ વિધાનસભા બેઠક (Ahmedabad Urban Daskroi Legislative Assembly) 1990થી ભાજપનો ગઢ (stronghold of BJP since 1990) ગણવામાં આવતો હતો. 2017 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુભાઈ પટેલને (BJP candidate Babubhai Patel) ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે આ વખતે પણ ભાજપે તેમને જ રીપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે ઉમેદજી ઝાલાને (congress candidate umedji zala) અને આમ આદમી પાર્ટી દ્વારા પણ પાટીદાર ઉમેદવાર એટલે કે કિરીન પટેલને (aam aadmi party candidate kiran patel) ટિકિટ આપી છે. જેથી આ વિધાનસભા બેઠક પર બીક-ફાઈટ જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.
ભાજપના ઉમેદવાર: દસક્રોઈ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે.બાબુભાઈ જમનાદાસ પટેલને સામાન્ય રીતે બાબુભાઈ પટેલ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના દસક્રોઈ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખત સતત તેમને ચોથી વખત દસક્રોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવાર:ઉમેદજી ઝાલા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા રહ્યા હતા. જેને પગલે પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા તેમને ભાજપનો ગઢ ગણાતો વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદજી ઝાલા 2008માં કોંગ્રેસ સાથે જોડાયા હતા.જ્યારે 2015માં અમદાવાદ જિલ્લા પંચાયતના જીતીને આવ્યા બાદ 2022 માં તેમને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર:આમ આદમી પાર્ટીના ઉમેદવાર કિરણ પટેલ છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. કૃષા ફાઉન્ડેશન સાથે પણ ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગરીબ લોકોને આર્થિક રૂપે મદદરૂપ પણ થઈ રહ્યા છે.