ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો...! - આવકમાં ઘટાડો

ADRના રિપોર્ટ અનુસાર રાજીના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આવકમાં 15 કરોડનો વધારો(721 percent income increase Harsh Sanghvi) થયો છે. 2017ની ચૂંટણી વખતે તેમની કુલ મિલકત 2 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 2022 માં તેમની કુલ મિલકત 17 કરોડથી પણ વધારે એટલે કે 721 ટકા જેટલો વધારો જોવા મળી આવે છે. આ ઉપરાંત બીજા અન્ય પણ એવા નેતાઓ છે. જેમની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.જેમાં ભાજપના જ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો જોવા મળી આવ્યો (Disclosure in ADR report) છે.

પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો...!
gujarat-assembly-election-2022-721-percent-increase-in-former-home-minister-harsh-sanghvi-income

By

Published : Dec 11, 2022, 5:47 PM IST

પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો...!

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી(gujarat assembly election 2022) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી 37 વર્ષ બાદ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે ADR (Disclosure in ADR report)દ્વારા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વિજેતા થયેલા ઉમેદવારોનું એક એનાલિસિસ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં વિજેત થયેલા 18 ઉમેદવારોની આવકમાં 150 ટકા જેટલો વધારો થયો છે. જ્યારે બાર ઉમેદવારોની આવકમાં ઘટાડો જોવા મળ્યો (Disclosure in ADR report) છે.

કરોડપતિ ધારાસભ્ય

હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો:2017 વિધાનસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવારોમાંથી 2022 વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા કુલ 61 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો આવકમાં 150 ટકા વધારો થયો છે. જેમાં ભાજપમાં ઉમેદવાર હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો (721 percent income increase Harsh Sanghvi) થયો છે. જયારે અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો બીજા નંબરે પણ ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ ચૌહાણની આવકમાં 573 ટકાનો વધારો જોવા મળી આવ્યો છે. આ ઉપરાંત ભાજપનાં ઉમેદવાર ભાભોર શૈલેષભાઈની આવકમાં 481 ટકા વધારો (Bhabhor Shaileshbhai income increased) થયો છે. ભાજપના ઉમેદવાર મનીષ વકીલની આવકમાં 308 ટકા વધારો થયો (income increased)છે. પાટકર રમણલાલ આવકમાં (income increased ramanlal patkar mla bjp)335 ટકા વધારો થયો (Disclosure in ADR report)છે.

કોંગ્રેસના કાંતિ ખરાડીની આવકમાં 252 ટકા વધારો:આ ઉપરાંત 200 ટકા આવકમાં વધારાની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ભાઇ ખરાડી આવકમાં 252 ટકા વધારો (income increased kanti kaharadi mla bjp)જોવા મળી આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની આવકમાં 224 ટકા વધારો થયો છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર ગણપત વસાવાની આવકમાં 172 ટકા,ભગા બારડની આવકમાં 175 ટકા,ધવલસિંહ ઝાલા 183 ટકા, કિરીટ પટેલ ની આવકમાં 191 ટકા,નરેશ પટેલની આવકમાં 148 ટકા, અનંત કુમાર 190 ટકા, ગજેન્દ્ર પરમાર 178 ટકા, ભિખાભાઇ બારીયા 195 ટકા, ખાબડ બચુભાઈ 162 ટકા, માલતી કિશોરની આવકમાં 192 ટકા જેટલી આવકમાં વધારો થયો(Disclosure in ADR report) છે.

12 ઉમેદવારોની આવકમાં ઘટાડો થયો:12 ઉમેદવારોમાંથી ભાજપનાં 10 ઉમેદવારની આવકમાં અને કોંગ્રેસના 2 ઉમેદવારોની આવકમાં ઘટાડો થયો છે. જેમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની આવકમાં 4 ટકા, આર.સી પટેલની આવકમાં 3 ટકા, કોંગ્રેસ ઉમેદવાર શૈલેષ ભાઈની આવકમાં 1 ટકા, કોંગ્રેસ ઉમેદવાર ઠાકોર ગેનીબેનની આવકમાં 42 ટકા, ભાજપના ઉમેદવાર ચૌહાણ બલરાજ સિંહની આવકમાં 28 ટકા, ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમની આવકમાં 13 ટકા, કિશોરભાઈ કાણાની આવકમાં 39 ટકા, અક્ષય પટેલની આવકમાં 34 ટકા, વિરેન્દ્રસિંહ જાડેજાની આવકમાં 35ટકા, પ્રવીણભાઈ ઘાંઘોરીની આવકમાં 58 ટકા, રાઘવજી પટેલની આવકમાં 46 ટકા અને કુબેરસિંહ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો થયો (Disclosure in ADR report)છે.

ABOUT THE AUTHOR

...view details