ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી છે, ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના પણ 182 વિધાનસભા માટે ઉમેદવારો જારી કરી દેવામાં આવ્યા છે, ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ 182 વિધાનસભા બેઠકો પરથી 179 બેઠકો પર ચૂંટણી લડવાની છે અને ત્રણ બેઠકો એનસીપીને ફાળવી છે. ત્યારે આવો જાણીએ કોંગ્રેસનું 179 વિધાનસભાનું જ્ઞાતિ સમીકરણ. caste equation in all Congress assembly seats
વિધાનસભાનું જ્ઞાતિ સમીકરણ:કોંગ્રેસે 179 ઉમેદવારો માંથી 48 ઓબીસી ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે 42 પાટીદારો 26 ક્ષત્રિય 8 બ્રાહ્મણ 6 મુસ્લિમ અને 2 જૈન 1 વૈષ્ણવ અને 1 વણિક ઉમેદવાર નો સમાવેશ થાય છે. ઓબીસી સમાજના 48 ઉમેદવારોમાં ઠાકોર, માલધારી, કોળી સહિતના સમુદાયના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા રાખ્યા છે .તો મુસ્લિમ અગ્રણીઓને 6સીટ ફાળવવામાં આવી છે તો બ્રહ્મ સમાજના આગેવાનોએ ને ભાગે 8 બેઠકો આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એક અનાવિલ બ્રાહ્મણને પણ તક આપવામાં આવી છે.